Sunday, April 28, 2024
More
    હોમપેજદેશત્રણ રાજ્યોની રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર: કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાં ભાજપે કર્યો...

    ત્રણ રાજ્યોની રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર: કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાં ભાજપે કર્યો મોટો ઉલટફેર, UPમાં પણ ભગવો લહેરાયો

    કર્ણાટકમાં પણ ભાજપે એક સીટ પર જીત મેળવી છે જયારે કોંગ્રેસે ત્રણ સીટ પર કબજો જમાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના 8 ઉમેદવારોએ જીત નોંધાવી છે.

    - Advertisement -

    આજે (27 ફેબ્રુઆરી 2024) ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્નાટકમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. સવારે 9 વાગ્યે શરૂ થયેલું મતદાન 4 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું. સાથે જ હવે 3 રાજ્યોની રાજ્યસભા ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાં ભાજપની જીત થઈ છે. બીજી તરફ કર્ણાટકમાં પણ ભાજપે એક સીટ પર જીત મેળવી છે જયારે કોંગ્રેસે ત્રણ સીટ પર કબજો જમાવ્યો છે. જયારે ઉત્તર પ્રદેશમાં ભાજપણ 8 ઉમેદવારોએ જીત નોંધાવી છે.

    તાજી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશમાં મોટી હલચલ જોવા મળી, અહીં ભાજપ ઉમેદવાર હર્ષ મહાજને આશ્ચર્યજનક રીતે જીત નોંધાવી. બીજી તરફ કોંગ્રેસના મનુ સંઘવીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં ભાજપની જીતે ખળભળાટ મચાવી દીધો છે. બીજી તરફ જીત મળતાની સાથે જ હર્ષ મહાજને મોટો દાવો કરતા કહ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગવાની તૈયારીમાં છે અને ખૂબ જ જલ્દી ભાજપ અહીં સત્તા પર હશે.

    હિમાચલમાં ભાજપની જીત કેમ આશ્ચર્યજનક

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ શાસિત હિમાચલમાં કુલ 68 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. કોંગ્રેસ પાસે ફૂલ 40 ધારાસભ્યો હતા, પરંતુ તેમાંથી 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. બીજી તરફ ભાજપ પાસે અપક્ષ મેળવીને કુલ 28 ધારાસભ્યો હતા. કોંગ્રેસના 6 ધારાસભ્યોના ક્રોસ વોટિંગ બાદ આખી બાજી પલટાઈ ગઈ અને બંને પક્ષે 34-34 વોટ મળ્યા હતા. ટાઈની પરિસ્થિતિ ઉભી થતા ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન જીતી ગયા હતા.

    - Advertisement -

    કર્ણાટકમાં ભાજપે 1 સીટ જીતી

    બીજી તરફ કર્ણાટકના પરિણામો પણ સામે આવી ચુક્યા છે. અહીં ભાજપના એક અને કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ જીત મેળવી હતી. ભાજપના એક ધારાસભ્યએ કોંગ્રેસ માટે ક્રોસ વોટિંગ પણ કર્યું. બીજી તરફ જનતા દળ સેક્યુલરને હારનો સામનો કરવો પડ્યો હતો. જીત મેળવનાર ઉમેદવારોમાં અજય માકન, નાસિર હુસૈન, અને જીસી ચંદ્રશેખરનો સમાવેશ થાય છે. ભાજપમાંથી નારાયણ બંદિગેએ જીત નોંધાવી હતી.

    ઉત્તર પ્રદેશમાં 8 સીટ ભાજપના નામે

    ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 10 સીટો પર ભાજપે અહીં પોતાના 8 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જયારે સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારો લડી રહ્યા હતા. સમાજવાદી પાર્ટીના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ જનસત્તા લોકતાંત્રિકના 2 અને બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ના 1 ધારાસભ્યએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં ભાજપના 8 ઉમેદવારોએ જીત નોંધાવી છે.

    કોને કેટલા મત મળ્યા તેની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની 10 સીટો પર ભાજપના 8 ઉમેદવારો જીત્યા છે. જેમાં અમરપાલ મૌર્ય 36 વોટ સાથે જીત્યા છે. RNP સિંઘ 34, સાધના સિંઘ 34, સંજય શેઠને 29, સંગીતા બલવંત બિંદને 36 મત મળ્યા છે. સાથે જ સુધાંશુ ત્રિવેદી ને 38, તેજવીર સિંઘ ને 38, નવીન જૈન ને 34 મત મળ્યા છે. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો જયા બચ્ચનને 34, રામજી લાલ સુમનને 34 મત મળ્યા હતા. સપાના ઉમેદવાર આલોક રંજનને માત્ર 16 મત મળતા તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં