હરિયાણા (Haryana) અને જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ INDI ગઠબંધન આ ચૂંટણી દરમિયાન પણ સાથે જ રેહશે એવી અટકળો ચાલી રહી હતી. ત્યારે AAP દ્વારા કોંગ્રેસ સાથે ગઠબંધનનો છેડો ફાડી નાખવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ હરિયાણામાં 11 સીટો પર કોંગ્રેસની (Congress) વિરુદ્ધ ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી હતી. તથા 90 સીટો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી હતી. ત્યારે INDI ગઠબંધનનું અસ્તિત્વ ઝાઝો સમય ટકે એમ લાગતું નથી.
9 સપ્ટેમ્બરે AAP દ્વારા હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 20 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાંથી 11 લોકોની ઉમેદવારી એવી સીટ પરથી હતી જ્યાં અગાઉથી જ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. આ બાદ સ્પષ્ટ થઇ ગયું હતું કે હવે કોંગ્રેસ અને AAP ચૂંટણીમાં ગઠબંધન કરશે નહિ. પરંતુ AAPના નેતા સુશીલ ગુપ્તાએ આ અંગે નિવેદન આપીને પાર્ટીનો નિર્ણય વધુ સ્પષ્ટ કરી દીધો હતો.
📢Announcement 📢
— AAP (@AamAadmiParty) September 9, 2024
The Party hereby announces the following candidates for the state elections for Haryana Assembly.
Congratulations to all 💐 pic.twitter.com/Ulca3eVppu
સુશીલ ગુપ્તાએ AAP દ્વારા 20 ઉમેદવારોની યાદી જાહેર થયાની મિનીટોમાં જ પોતાનું નિવેદન આપ્યું હતું, અને બાકીના ઉમેદવારોની યાદી પણ ઝડપથી જાહેર કરવામાં આવશે એમ જણાવ્યું હતું. તેમણે NDTV સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “AAPએ તેનો નિર્ણય લીધો છે.. અમે 20 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે (એ સાથે) આગળની યાદી પણ આવવાની છે. અમને તમામ 90 બેઠકો પરના અમારા પરિણામ અંગે વિશ્વાસ છે…”
On the question of AAP-Congress alliance in Haryana, AAP Haryana chief Sushil Gupta says, "…Aam Aadmi Party is fighting a political battle to change the system and workers of Aam Aadmi Party are standing firm on the field with full patience. We have shown our patience and after… https://t.co/gY7nJgHHnv pic.twitter.com/mFCOM6rvtz
— ANI (@ANI) September 9, 2024
AAPએ રાહ જોઈ પણ કોંગ્રેસે ના આપી બેઠકો- સુશીલ ગુપ્તા
આ સાથે જ AAP 90 બેઠક પર સ્વતંત્ર ચૂંટણી લડશે એમ જાહેર થઇ ગયું છે. વધુમાં ગુપ્તાએ જણાવ્યા અનુસાર APP દ્વારા રાહ જોવામાં આવી હતી, કે કોંગ્રેસ APPને 10 સીટ આપશે અને ગઠબંધન માટે વાત કરશે, પરંતુ કોંગ્રેસે તેમ ન કરતા AAPની ધીરજ ખૂટી પડી હતી. ઉલ્લેખનીય છે કે AAPએ 10 સીટો પર ઉમેદવારો ઉભા રાખવા માટે માંગ કરી હતી. જયારે કોંગ્રેસે માત્ર 5 સીટ આપવા જ કહ્યું હતું. રાહ જોયા બાદ APPએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય લઇ ઉમેદવારોની યાદી બહાર પાડી હતી.
આ મામલે AAP સાંસદ સંજય સિંઘે કહ્યું હતું કે, “12 તારીખ સુધીમાં નામાંકન ભરવાનું છે, બહુ ઓછો સમય બાકી છે અને અમારી પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીને હટાવવાની છે. આજે, 20 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે, હું તે બધાને અરવિંદ કેજરીવાલ વતી હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અમે આપેલા 5 વચનો પુરા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વધુ યાદીઓ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. હરિયાણામાં આમ આદમી પાર્ટી જોરદાર રીતે ચૂંટણી લડશે…”
લોકસભા ચૂંટણી વખતે રચાયું હતું INDI ગઠબંધન
ઉલ્લેખનીય છે AAP લોકસભાની ચૂંટણી દરમિયાન INDI ગઠબંધનમાં સામેલ હતું. દેશના મોટાભાગના વિપક્ષોએ ભેગા થઈને ભાજપ વિરુદ્ધ ગઠબંધન કરીને INDI ગઠબંધન ઉભું કર્યું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીમાં આ ગઠબંધનના મનસુબાઓ સફળ થયા નહોતા. ત્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ વિરુદ્ધ AAP અને કોંગ્રેસનું ગઠબંધન થાય એવી સંભાવનાઓ હતી, પરંતુ કોંગ્રેસે APPની માંગણીઓ ના સ્વીકારતા પાર્ટીએ સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. હવે જોવું એ રહ્યું કે બંને પક્ષોનો આ નિર્યણ તેમના માટે લાભકારી સાબિત થશે કે પછી કોઈક નવા જ પરિણામો લઇ આવશે.