Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશઑપઇન્ડિયાએ 2019માં કર્યો હતો ઘટસ્ફોટ, હવે EDએ મારી મહોર: મની લોન્ડરિંગ કેસમાં...

    ઑપઇન્ડિયાએ 2019માં કર્યો હતો ઘટસ્ફોટ, હવે EDએ મારી મહોર: મની લોન્ડરિંગ કેસમાં દાખલ ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું પણ નામ- જાણો વિગતો

    ઑપઇન્ડિયાએ 2019ના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 28 એપ્રિલ, 2006ના રોજ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એચએલ પાહવા પાસેથી જમીનની ખરીદી કરી હતી. ત્યારબાદ 17 ફેબ્રુઆરી, 2010ના રોજ તેમણે આ જમીન એચએલ પાહવાને જ વેચી દીધી હતી.

    - Advertisement -

    હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ચર્ચામાં છે. કારણ એ છે કે તાજેતરમાં જ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગના એક કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં તેમનું નામ પણ સામેલ કર્યું છે. એજન્સીએ આર્મ્સ ડીલર સંજય ભંડારી સામે ચાલતા કેસમાં આ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા બંનેનાં નામો સામેલ છે. 

    પ્રિયંકા ગાંધીનું નામ એક જમીનના સોદાને લઈને સામે આવ્યું છે, જેના વિશે ઑપઇન્ડિયાએ વર્ષ 2019માં ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે સૌપ્રથમ વખત આ બાબતની જાણકારી આપતાં અમે જણાવ્યું હતું કે કઈ રીતે પ્રિયંકા ગાંધીએ એપ્રિલ, 2006માં હરિયાણાના ફરીદાબાદના એક ગામમાં એચએલ પાહવા નામના એક વ્યક્તિ પાસેથી ઓછી કિંમતે જમીન ખરીદી હતી અને ત્યારબાદ પાંચ ગણી કિંમતે તે જ વ્યક્તિને (પાહવાને) વેચી દીધી હતી. 

    EDએ પોતાની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધી સાથે જોડાયેલા આ જમીનના સોદાનો ઉલ્લેખ કરીને રિપોર્ટ પર મહોર મારી છે. એજન્સીની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, “એપ્રિલ, 2006માં રોબર્ટ વાડ્રાનાં પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાએ હરિયાણાના ફરીદાબાદના અમીરપુર ગામમાં ખેતીની 5 એકર જમીન એચએલ પાહવા નામના વ્યક્તિ પાસેથી ખરીદી હતી.”

    - Advertisement -

    ઑપઇન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 28 એપ્રિલ, 2006ના રોજ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એચએલ પાહવા પાસેથી 2 ચેકમાં ₹15,00,000 આપીને જમીનની ખરીદી કરી હતી. ત્યારબાદ 17 ફેબ્રુઆરી, 2010ના રોજ તેમણે આ જમીન એચએલ પાહવાને જ વેચી દીધી હતી, પરંતુ આ વેચાણ કિંમત હતી ₹84,15,006. જે માટે પાહવાએ પ્રિયંકાને 22 મે, 2009થી 11 સપ્ટેમ્બર, 2009 વચ્ચે 5 હપ્તામાં રકમની ચૂકવણી કરી હતી અને જે પાછળ કારણ પૈસાની અછત જણાવવામાં આવ્યું હતું. 

    તે સમયે ઑપઇન્ડિયાએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે એક પ્રોપર્ટી ડીલર જેવો વ્યક્તિ જે કાયમ જમીન લે-વેચનું જ કામ કરે છે તે પોતાની જ જમીન વેચીને તેને 5 ગણી કિંમતથી ખરીદતો હોય તો તેની પાસે શું પૈસા નહીં હોય? અમે એ બાબત પર પણ ધ્યાન દોર્યું હતું કે એચએલ પાહવાએ નેગેટિવ કેશ બેલેન્સ હોવા છતાં જમીનની ખરીદી કરી હતી. તે પાછળનું કારણ એ હતું કે પાહવાને સીસી થમ્પીએ ₹54 કરોડ આપ્યા હતા, જે EDની તપાસમાં પણ સામે આવી ચૂક્યું છે. 

    2019ના રિપોર્ટમાં અમે એ પણ જણાવ્યું હતું કે રોબર્ટ વાડ્રાએ પણ પાહવા પાસેથી જમીન કરીદી હતી. દસ્તાવેજો અનુસાર, 3 માર્ચ, 2008ના રોજ એચએલ પાહવાએ હરિયાણાના પલવલ જિલ્લાના હસનપુર ગામની 9 એકર જમીન રોબર્ટ વાડ્રાને ₹36.9 લાખની કિંમતે વેચી હતી. 

    આ મામલે ઑપઇન્ડિયાના એક્સક્લુઝિવ રિપોર્ટ નીચે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરીને વાંચી શકાશે. 

    1. As Rahul Gandhi continues Rafale lies, his own link with an arms dealer could spoil his pitch
    2. As more property papers emerge linking Vadra-Gandhi family to HL Pahwa, here are questions Rahul Gandhi can’t escape
    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં