હાલ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અંતર્ગત રાજસ્થાનમાં છે. રાહુલ ગાંધીને આવકારવા માટે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી, પરંતુ કોંગ્રેસ પર આ મહિલાઓ દ્વારા જ આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે કોંગ્રેસ ભીડને એકત્ર કરવા માટે દલિત મહિલાઓને રેલીમાં લઇ આવ્યા હતા અને પછી રાત્રે તેમને નિર્જન રસ્તા પર છોડી દીધી હતી.
દલિત ટાઈમ્સે એક વિડીયો શેર કર્યો છે જેમાં કેટલીક દલિત મહિલાઓ રાતના અંધારામાં રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે. વિડીયોમાં દેખાતી મહિલાઓ કહી રહી છે કે ‘તેમને રાહુલ ગાંધીની રેલીમાં લઈ જવામાં આવ્યા હતા અને રેલી પૂરી થયા બાદ ઘરે લઈ જવાને બદલે અડધી રાત્રે એક નિર્જન સ્થળે ઉતારી દેવામાં આવ્યા હતા.’
राजस्थान: कांग्रेस की भारत जोड़ो यात्रा में बहला फुसला कर दलित महिलाओं को लाया गया और राहुल गांधी की रैली खत्म होने पर आधी रात में सुनसान जगह पर छोड़ दिया गया. pic.twitter.com/zWH4NOXjmF
— Dalit Times | दलित टाइम्स (@DalitTime) December 17, 2022
વિડીયોમાં એક મહિલા કહી રહી છે કે ઈન્દરગઢમાં રાહુલ ગાંધીની રેલી પૂરી થયા બાદ જે મહિલાઓને 20 બસોમાં લાવવામાં આવી હતી તેમને એક નિર્જન સ્થળે ઉતારી દેવામાં આવી હતી. તેઓને મધ્યરાત્રિમાં તેમના ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. એક મહિલાએ કહ્યું કે ‘રેલીમાં જતા સમયે તેને સરકારી બસોમાં લઈ જવામાં આવી હતી અને કામ પુરુ થયા બાદ તેને આ હાલતમાં છોડી દેવામાં આવી હતી.’
આ પહેલા પણ ભારત જોડો યાત્રા અનેક વિવાદોમાં ફસાઈ ચુકી છે
કોંગ્રેસ અને રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા શરૂઆતથી જ ખુબ વિવાદોમાં રહી છે. આ યાત્રાના શરૂઆતના દિવસોમાં જ બહુચર્ચિત ફિલ્મ KGF 2નું ગીત ચોરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંગલુરુ બેઝ કંપની MRT મ્યુઝિકે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ ફિલ્મ KGFના ગીતનો ઉપયોગ પોતાના રાજકીય ફાયદા માટે કર્યો છે. આ કામ માટે પરવાનગી લેવામાં આવી ન હોવાનો આરોપ લગાવતા MRTએ તેને કોપીરાઈટ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
#Breaking: FIR filed against #RahulGandhi & 2 other #Congress leaders in #Bengaluru for violating Copyright Act.
— Rakesh Prakash (@rakeshprakash1) November 4, 2022
MRT Music alleged 👇that its #KGF2 #music was illegally used in #BharatJodoYatra videos.@Jairam_Ramesh @PriyankKharge @TOIBengaluru @INCKarnataka @INCIndia pic.twitter.com/LzsNXKEQgt
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે આ ફરિયાદ પર આઈપીસીની કલમ 403 (અપ્રમાણિકતા), 465 (છેતરપિંડી) અને 120 બી (ષડયંત્ર), આઈપીસીની 34 અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000ની કલમ 66 અને કલમ 63 હેઠળ કોપીરાઈટ એક્ટ, 1957 અંતર્ગત કેસ નોંધ્યો હતો. રાહુલ ગાંધી વિરુદ્ધ FIR માં તેઓ ત્રીજા નંબરના આરોપિત હતા.