Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણઅતિશય શરમજનક પરાજય બાદ હવે કોંગ્રેસ કરશે મનોમંથન: ગુજરાતની દરેક વિધાનસભાના કોંગ્રેસ...

    અતિશય શરમજનક પરાજય બાદ હવે કોંગ્રેસ કરશે મનોમંથન: ગુજરાતની દરેક વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવારોની યોજાશે તબક્કાવાર બેઠક

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોએ કોંગ્રેસને સદંતર નકારી કાઢેલ જોઈ શકાય છે. 182 માંથી કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠકો આવી હતી જે કુલ બેઠકોના 10% થી પણ ઓછી છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 182 વિધાનસભામાંથી માત્ર 17 બેઠકો મેળવીને તેમને મન મનાવવું પડ્યું છે. ભાજપે ઐતિહાસિક જીતમાં 156 બેઠકો મેળવી છે. આ શરમજનક પરાજય બાદ કોંગ્રેસ હેવ મનોમંથન કરવાના મૂડમાં છે.

    અહેવાલો મુજબ સૌ પહેલા સોમવારે સાંજે 4 વાગ્યે કોંગ્રેસના જીતેલા 17 ધારાસભ્યોની બેઠક કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સાથે યોજાનાર છે. જે બાદ ઝોન પ્રમાણે દરેક ઉમેદવારોની જગદીશ ઠાકોર સાથે બેઠક યોજાનાર છે. આ બેઠકોમાં હારના કારણો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ચૂંટણીમાં કોંગ્રસ ક્યાં નબળું પડ્યું એના તારણો કાઢવામાં આવશે. સમીક્ષા બેઠકમાં પૂર્વ પ્રમુખો અને પૂર્વ નેતા વિપક્ષો પણ હાજર રહેનાર છે.

    કોંગ્રેસ ચૂંટણી પ્રભારીએ સ્થાનિક સંગઠનને જવાબદાર ઠેરવ્યું

    રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાત ચૂંટણી માટે ગુજરાતના પ્રભારી હતા. ગુજરાતમાં મળેલ શરમજનક પરાજય બાદ જયારે ગુજરાતના સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ EVMને દોષ આપવાનું શરૂ કર્યું હતું ત્યારે અશોક ગેહલોતે કહ્યું હતું કે “હારનું ઠીકરું EVM પર ફોડીને કાંઈ નથી મળવાનું, કોંગ્રેસનું પ્રદર્શન જ કંગાળ રહ્યું હતું.”

    - Advertisement -

    આ સિવાય ગુજરાતના સ્થાયી કોંગ્રેસ પર ભરી રઘુ શર્માએ આ હાર બાદ પોતાનું રાજીનામુ આપ્યું હતું.

    ગત વિધાનસભા ચૂંટણી કરતા 60 બેઠકોનું ગાબડું

    નોંધનીય છે કે ગત વિધાનસભા ચૂંટણી 2017માં પાટીદાર આંદોલનના સહારે કોંગ્રેસ ભાજપને મજબૂત લડાઈ આપવામાં સફળ રહી હતી. કોંગ્રેસ ત્યારે સરકાર તો નહોતી બનાવી શકી પરંતુ સન્માનજનક 77 બેઠકો મેળવી હતી.

    હવે જો 2022ના પરિણામ પર નજર મારીએ તો કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી છે. એટલે કે ગત ચૂંટણીઓ કરતા આ બેઠકોમાં 60નો ઘટાડો થયો છે.

    કોંગ્રેસ પોતાના પરંપરાગત મત પણ નહોતી મેળવી શકી

    જગવિદિત છે આદિવાસી, લઘુમતી અને દલિત વિસ્તારોમાં કોંગ્રેસના મોટા પ્રમાણમાં કમિટેડ મતદાતાઓ હોય છે, ચૂંટણીઓ કોઈ પણ હોય પરંતુ આ મત તો હમેશા કોંગ્રેસને મળતા રહ્યા છે.

    પરંતુ આ પહેલીવાર છે કે જયારે કોંગ્રેસ પોતાના કમિટેડ મતદાતાઓ પણ ગુમાવતી જોવા મળી હતી. તો હવે આ ચિંતન બેઠકોમાં આ વાતની પણ જરૂર ચિંતા કરવામાં આવશે કે તેઓ કેમ પોતાના પરંપરાગત મત મેળવવામાં નિષ્ફ્ળ રહ્યા છે.

    જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ પર લગાવ્યો હતો આરોપ

    આ ચૂંટણીમાં પાર્ટીના અમુક મોટા નેતાઓ પણ હારી ગયા. જોકે, જીગ્નેશ મેવાણીએ ગમે-તેમ કરીને સીટ બચાવી રાખી. પરંતુ હવે તેમણે પાર્ટી ઉપર આડકતરી રીતે બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ચૂંટણીમાં તેમનો પૂરતો ઉપયોગ કર્યો ન હતો. 

    ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન મેવાણી કહે છે કે, “મને દ્રઢપણે લાગે છે કે મારો વધુ સારો ઉપયોગ થઇ શકતો હતો; મેં ઉમેદવારી કરી પછી જ નહીં એ પહેલાં પણ. મને એ નથી સમજાતું કે તેમની (કોંગ્રેસ) પાસે મારા જેવો ચહેરો હોય, જે લોકોની અપેક્ષાઓ પૂરી કરી શકે છે, જેની વિશ્વસનીયતા છે, જે સંપૂર્ણપણે ભાજપવિરોધી છે અને ફોલોઇંગ પણ જેનું સારું છે, તે કેમ આખા રાજ્યમાં સભાઓ ન કરી શકે? લોકો અને ખાસ કરીને દલિતોમાં ઉર્જાનો માહોલ બનાવવા માટે જનસભાઓ કરાવવી જોઈતી હતી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં