Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણ‘સાંભળવું હોય તો સાંભળો નહીં તો બહાર ચાલ્યા જાઓ’: જાહેર સભા દરમિયાન...

    ‘સાંભળવું હોય તો સાંભળો નહીં તો બહાર ચાલ્યા જાઓ’: જાહેર સભા દરમિયાન પાર્ટીના જ કાર્યકર્તાઓને ખખડાવવા માંડ્યા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિડીયો વાયરલ 

    ખડગે કાર્યકર્તાઓને કહે છે કે, “ચૂપ બેસો….સાંભળવું હોય તો સાંભળો નહીં તો ચાલ્યા જાઓ. તમને ખબર નથી પડતી? આ મીટિંગ ચાલી રહી છે....ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનો નેતા બોલી રહ્યો છે અને તમે પોતે જ બોલી રહ્યા છો. સાંભળવું હોય તો સાંભળો નહીં તો જ્યાં જવું હોય ત્યાં જાઓ.”

    - Advertisement -

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ પર ગુસ્સે થતા જોવા મળે છે. અહીં સુધી કે તેઓ કાર્યકર્તાઓને કહી દે છે કે તેમને કહી દે છે કે સાંભળવું હોય તો શાંતિથી બેસે, નહીં તો બહાર ચાલી જાય. આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે તો ભાજપે પણ કટાક્ષ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 

    વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે રવિવારે (26 નવેમ્બર) તેલંગાણાના કલવાકુર્થીમાં એક રેલી સંબોધવા માટે પહોંચ્યા હતા. હાલ તેઓ ત્યાં પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેલંગાણામાં આગામી 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. મલ્લિકાર્જુન ખડગે સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ નજીક બેઠેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ઘોંઘાટ કરી રહ્યા હતા. થોડી વાર તો તેમણે સાંભળ્યું, પણ પછી ઊકળી ઉઠ્યા હતા અને કહી દીધું હતું કે જો તેમણે સંભાળવું ન હોય તો બહાર જતા રહે. 

    વિડીયોમાં મલ્લિકાર્જુન ખડગે કાર્યકર્તાઓને કહે છે કે, “ચૂપ બેસો….સાંભળવું હોય તો સાંભળો નહીં તો ચાલ્યા જાઓ. તમને ખબર નથી પડતી? આ મીટિંગ ચાલી રહી છે….ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનો નેતા બોલી રહ્યો છે અને તમે પોતે જ બોલી રહ્યા છો. સાંભળવું હોય તો સાંભળો નહીં તો જ્યાં જવું હોય ત્યાં જાઓ.”

    - Advertisement -

    આ વિડીયો પોસ્ટ કરીને ભાજપ નેતા અમિત માલવિયાએ X પર લખ્યું કે, ‘આ અસામાન્ય બાબત નથી. કોંગ્રેસ અધ્યક્ષ હોવા છતાં ખડગેજીનું તેમની તમામ જાહેર સભામાં અપમાન કરવામાં આવે છે. તેઓ નિરાશ થઈને બૂમો પાડી રહ્યા છે અને પૂરતું સન્માન ન જાળવતા તેમના જ કાર્યકર્તાઓને ઠપકો આપી રહ્યા છે.’ 

    આગળ ગાંધી પરિવાર પર નિશાન સાધતાં તેમણે લખ્યું કે, ‘ગાંધી પરિવારે તેમને (ખડગે) રબર સ્ટેમ્પ અધ્યક્ષ બનાવીને રાખી દીધા છે.’ રાજસ્થાનની ચૂંટણીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, રાજસ્થાનની જાહેરાતોમાં તેમના ફોટા કાં તો ગાયબ કરી દેવામાં આવે છે અથવા તો સ્ટેમ્પ સાઈઝના કરી દેવામાં આવે છે, જ્યારે રાહુલ ગાંધી અને ગેહલોતના ફોટાને વધુ સ્થાન આપવામાં આવે છે. તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે શું ખડગેને દલિત હોવાના કારણે કોંગ્રેસમાં અપમાનિત કરવામાં આવી રહ્યા છે?’

    ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં આગામી 30 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જેનાં પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ જ દિવસે અન્ય 4 રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિરોઝરમ અને છત્તીસગઢની ચૂંટણીઓનાં પણ પરિણામ જાહેર કરવામાં આવશે, જે ચારેય રાજ્યોમાં મતદાન યોજાઈ ચૂક્યું છે. રાજસ્થાનમાં શનિવારે (25 નવેમ્બર) મતદાન યોજાયું હતું, જે 74 ટકાથી વધુ નોંધાયું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં