Saturday, May 11, 2024
More
    હોમપેજદેશકોંગ્રેસના ડોનેશન કેમ્પેઈનમાં સૌથી વધુ દાન લધુમતી વિભાગને, ઓબીસી અને ખેડૂત સેલમાં...

    કોંગ્રેસના ડોનેશન કેમ્પેઈનમાં સૌથી વધુ દાન લધુમતી વિભાગને, ઓબીસી અને ખેડૂત સેલમાં સૌથી ઓછું: ‘ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધીએ વધુ દાનની કરી અપીલ

    સમાચાર લખાય છે ત્યાં સુધીમાં પાર્ટીના લઘુમતી વિભાગને ₹90.82 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. બીજા સ્થાને પ્રોફેશનલ્સ સેલ છે, પરંતુ તેનો આંકડો લઘુમતી વિભાગ કરતા અડધો પણ નથી.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ બાદ હાલ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢી છે. જે અંતર્ગત તેઓ દેશના વિવિધ રાજ્યોમાં યાત્રા કરી રહ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં કાઢેલી યાત્રા માટે કોંગ્રેસ પાર્ટી સતત પોતાનું ડોનેશન કેમ્પેઈન ચલાવી રહી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટીએ ₹22.59 કરોડ એકઠા કરી લીધા છે. તેમાંથી ₹5.68 કરોડ વર્તમાન યાત્રા દરમિયાન આવ્યા છે. સૌથી વધુ ₹1.07 કરોડનું દાન આંધ્રપ્રદેશમાંથી આવ્યું છે, ત્યારબાદ રાજસ્થાન (₹88.65 લાખ)નું સ્થાન છે. 12% દાતાઓ એકલા રાજસ્થાનના છે, જ્યારે 11.9% ઉત્તર પ્રદેશના છે.

    ત્યારે હવે એક ખાસ વાત જણાવીએ, કોંગ્રેસને દાન આપતી વખતે પૂછવામાં આવે છે કે તમે પાર્ટીના કયા વિભાગને પૈસા આપવા માંગો છો. જેમ કે પ્રોફેશનલ્સ કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, સેવાદળ કે ઓબીસી વિભાગ. પરંતુ હવે અમે તમને જણાવીએ કે કોંગ્રેસના કયા વિભાગને સૌથી વધુ દાન મળી રહ્યું છે. કોંગ્રેસને મળેલા દાનમાં વ્યાવસાયિકો, યુવાનો, સેવા, ખેડૂતો, SC, આદિવાસી, વિદ્યાર્થીઓ (NSUI) અથવા OBC નહીં, પરંતુ લઘુમતી વિભાગ આ બધામાં મોખરે છે.

    પાર્ટી દ્વારા ચાલી રહેલા દાન અભિયાનમાં કોંગ્રેસ પાર્ટીના લઘુમતી વિભાગને સૌથી વધુ દાન મળી રહ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં પાર્ટીના લઘુમતી વિભાગને ₹90.82 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. બીજા સ્થાને પ્રોફેશનલ્સ સેલ છે, પરંતુ તેનો આંકડો લઘુમતી વિભાગ કરતા અડધો પણ નથી. તેમને ₹39.34 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. આ સમગ્ર ડેટા ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા દાનની માંગણી કરી છે અને જે વેબસાઇટ પર આ આંકડાઓ ઉપલબ્ધ છે તેની લિંક શેર કરી છે.

    - Advertisement -

    આ પહેલા કોંગ્રેસે જ્યારે ડોનેશન કેમ્પેઈન ચલાવ્યું હતું, ત્યારે અજીબ ગડબડ થઈ હતી. વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટીએ સમર્થકો પાસેથી દાન એકત્ર કરવા માટે ‘ડોનેટ ફોર દેશ’ નામનું અભિયાન શરૂ કર્યું હતું. જોકે, કોંગ્રેસે જે ડોમેન નેમથી પ્રચાર શરૂ કર્યો હતો તે કોઈ અન્ય દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યું હતું. માત્ર રજીસ્ટ્રેશન જ નહીં પરંતુ ભાજપને દાન આપવાની લિંક પણ ત્યાં પોસ્ટ કરવામાં આવી હતી. આ પછી કોંગ્રેસ સમર્થકોએ જ પાર્ટીને ગાળો આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં