Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણદાન માંગવા કોંગ્રેસે પોસ્ટરમાં આપી દીધી ફર્જી લિંક, પૈસા ગયા ભળતા જ...

    દાન માંગવા કોંગ્રેસે પોસ્ટરમાં આપી દીધી ફર્જી લિંક, પૈસા ગયા ભળતા જ ખાતામાં: ‘ડોનેટ ફોર દેશ’માં ફરી ઝોલ

    પાર્ટીના પેમ્ફલેટમાં ‘ડોનેટ ફોર દેશ’ કેમ્પેઈનમાં ભાગ લઈને પાર્ટીને દાન આપવાની અપીલ સાથે ડોનેશન પોર્ટલની લિંક આપવામાં આવી હતી અને સાથે QR કોડ પણ ઉપલબ્ધ હતો. પરંતુ આ બંને નકલી હતાં.

    - Advertisement -

    કોંગ્રેસના દિવસો હાલ સારા ચાલી રહ્યા નથી અને પાર્ટી કાયમ ખોટાં કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં ફરી આવું થયું છે. કોંગ્રેસ પાર્ટી અજાણતાંમાં જ પોતાની ડોનેશન કેમ્પેઈન વેબસાઈટ જેવી જ દેખાતી એક નકલી URL થકી વેબસાઈટને પ્રમોટ કરી બેઠી છે અને તેના કારણે જે દાનની રકમ પાર્ટીને મળવાની હતી તે બીજાં જ ખાતાંમાં પહોંચી ગઈ છે. 

    બન્યું એવું કે, બુધવારે (10 જાન્યુઆરી, 2024) કોંગ્રેસે રાહુલ ગાંધીની આગામી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ વિશે એક પેમ્ફલેટ બહાર પાડ્યું હતું. જેમાં લોકો કઈ રીતે જોડાઈ શકે અને રજિસ્ટ્રેશન કરાવી શકે તેની માહિતી આપવામાં આવી હતી. સાથે મિસ્ડ કોલ માટેનો નંબર પણ હતો અને ‘ભારત જોડો યાત્રા’નાં સોશિયલ મીડિયા અકાઉન્ટની માહિતી હતી. 

    આ સાથે પાર્ટીના પેમ્ફલેટમાં ‘ડોનેટ ફોર દેશ’ કેમ્પેઈનમાં ભાગ લઈને પાર્ટીને દાન આપવાની અપીલ સાથે ડોનેશન પોર્ટલની લિંક આપવામાં આવી હતી અને સાથે QR કોડ પણ ઉપલબ્ધ હતો. પરંતુ આ બંને નકલી હતાં. ‘ડોનેટ ફોર દેશ’ કેમ્પેઈન માટે કોંગ્રેસની ઓફિશિયલ URL છે- donateinc.in, પરંતુ પેમ્ફલેટ પર જે URL આપવામાં આવી તે હતી- donateinc.co.in અને આ જ લિંક QR કોડ સાથે પણ જોડવામાં આવી હતી. 

    - Advertisement -
    કોંગ્રેસનું ભૂલવાળું પેમ્ફલેટ, પછીથી સુધારી દેવાયું હતું

    જો કોઇ donateinc.co.in પર ક્લિક કરે તો તેમને કોંગ્રેસની અધિકારિક ક્રાઉડફંડિંગ જેવી જ વેબસાઈટ જોવા મળે છે, જેમાં લખાણથી માંડીને તેની શૈલી અને ફોટા વગેરે ઘણી બધી બાબતોમાં સામ્યતા છે. જેથી જો કોઇ વ્યક્તિ સતર્ક ન રહે અને કોંગ્રેસ પાર્ટીને દાન જાય છે તેમ વિચારીને પેમેન્ટ કરી દે તો તે કૉંગ્રેસને નહીં પરંતુ આ ફેક વેબસાઈટ ચલાવનારાઓને મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ ફેક વેબસાઈટ હજુ પણ ચાલી રહી છે અને UPI એપ્લિકેશન મારફતે પૈસા લઇ રહી છે. 

    પાર્ટીના પેમ્ફલેટ પર જ QR કોડ અને URL આપવામાં આવ્યાં હોવાના કારણે કોઈને શંકા જાય તેની પણ શક્યતાઓ ઓછી છે અને ફેક વેબસાઈટ કોંગ્રેસની વેબસાઈટ જેવી જ બનાવવામાં આવી હોવાના કારણે આ કામ વધુ કઠિન બની જાય. પરંતુ જ્યારે કોઇ વ્યક્તિ પેમેન્ટ કરવા જાય ત્યારે જ ખબર પડી શકે તેમ છે, પરંતુ તે સમયે પણ વધારે પડતી સાવચેતી દાખવીને રકમ ચૂકવવામાં આવે તો જ કૌભાંડ પકડાય શકે તેમ છે. 

    ટ્રાન્ઝેક્શન દરમિયાન પકડી શકાય છે ભૂલ

    અહીં ગૂગલ પેનો એક સ્ક્રીનશૉટ છે, જેમાં ફેક વેબસાઈટને પેમેન્ટ કરતી વખતે ઉપર તો ‘ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ’ લખેલું આવે છે, પરંતુ બેન્કિંગ નામના સ્થાને ‘રોજ કેશ’ લખેલું દેખાય છે. જેની ઉપરથી ખ્યાલ આવી શકે કે પૈસા કોંગ્રેસને નહીં પરંતુ રોજ કેશ નામનાં કોઇ ભળતા જ ખાતામાં પહોંચી રહ્યા છે. જોકે, આ બાબત અત્યંત ધ્યાનથી જોવા પર જ નજર પડી શકે તેમ છે. 

    કોંગ્રેસ પાર્ટીએ આ લખાય રહ્યું છેહ ત્યાં સુધીમાં આ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી કે આ પ્રકારે કૌભાંડ આચરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કોઇ વાત કહી નથી. પાર્ટીએ એ પણ જણાવ્યું નથી કે આખરે આટલી મોટી ગફલત કઈ રીતે થઈ હતી. જોકે, આ પહેલી વખત નથી. પાર્ટીએ ડિસેમ્બર, 2023માં મોટાઉપાડે ડોનેશન ફોર દેશ કેમ્પેઈન તો લૉન્ચ કરી દીધું હતું પરંતુ વેબસાઈટ માટે donatefordesh.com અને donatefordesh.org જેવાં ડોમેઈન ખરીદવાની ભૂલી ગઈ હતી!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં