Saturday, April 27, 2024
More
    હોમપેજદેશ'ડોનેટ ફોર દેશ' થયું ફેલ, 15 દિવસમાં માત્ર ₹11 કરોડ ભેગા કરી...

    ‘ડોનેટ ફોર દેશ’ થયું ફેલ, 15 દિવસમાં માત્ર ₹11 કરોડ ભેગા કરી શકી કોંગ્રેસ: ધાર્યા મુજબ ધન ન મળતા પાર્ટીએ કાર્યકર્તાઓને લગાડ્યા ધંધે

    સુત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આગામી 14 જાન્યુઆરીથી પાર્ટી દ્વારા 'ભારત જોડો ન્યાય યાત્રા' પણ શરૂ કરવામાં આવનાર છે. આ યાત્રા માટે અલગથી ફંડ ભેગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી લડવા માટે ફંડ ભેગું કરવા ‘ડોનેટ ફોર દેશ’ નામના કેમ્પેઈનની શરૂઆત કરી હતી. 18 ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલા આ ક્રાઉડ ફન્ડિંગ કેમ્પેઈનને આજે લગભગ 15 દિવસ પુરા થવા આવ્યા તે છતાં દેશવાસીઓ કે પાર્ટીના લક્ષાધીપતી નેતાઓએ કોંગ્રેસને નોંધપાત્ર કહી શકાય તેટલું પણ ફંડ નથી આપ્યું. એક રીપોર્ટ મુજબ આ 15 દિવસમાં કેમ્પેઈન થકી લોકોએ કોંગ્રેસને માત્ર 11 કરોડ રૂપિયા જ દાનમાં આપ્યા છે. ક્રાઉડ ફંડિંગમાં ધર્યા મુજબ ફંડ ન મળવાના કારણે કોંગ્રેસ પાર્ટી અને હાઈકમાંડ મુંજવણમાં મુકાયું છે અને રૂપિયા ભેગા કરવા કાર્યકર્તાઓને ધંધે લગાડ્યા છે.

    રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ‘ડોનેટ ફોર દેશ’ લોન્ચ થયા બાદ કોંગ્રેસને ધાર્યા મુજબ ધન ન મળતા પાર્ટીનું હાઈકમાંડ અકળાયું છે. નાણાકીય વર્ષ 2021-22માં ₹95.4 કરોડનું ફંડ મેળવનાર કોંગ્રેસને વર્ષ 2022-23માં માત્ર ₹79 કરોડનું જ દાન મળ્યું હતું. આગામી લોકસભા ચૂંટણીને લઈને આ રકમ પર્યાપ્ત ન હોવાનું માનીને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘ડોનેટ ફોર દેશ’ નામનું ક્રાઉડ ફંડિંગ કેમ્પેઈન શરૂ કર્યું હતું. પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ કેમ્પેઈન ‘તિલક સ્વરાજ ફંડ’થી પ્રેરિત થઈને શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ 15 દિવસ વીતવા છતાં આ ક્રાઉડ ફંડિંગમાં કોંગ્રેસ પાર્ટી માત્ર ₹11 કરોડ જેટલું જ દાન મેળવી શકી છે.

    અહેવાલમાં જણાવ્યા અનુસાર ધાર્યા મુજબનું ફંડ ન મળતા પાર્ટીના કર્તાહર્તા અકળામણમાં મુકાયા છે અને તેઓ આ અભિયાનની ધીમી ગતિને લઈને નીચલી હરોળના નેતાઓને કેમ્પેઈન તીવ્ર ગતિએ ચલાવવા નિર્દેશ આપ્યા છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર મલ્લિકાર્જુન ખડગે સહિત રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ આ મામલે કહ્યું હતું કે બે સપ્તાહમાં માત્ર ₹11 કરોડનું ફંડ ભેગું કરવું તે ઉત્સાહજનક નથી. AICC કોષાધ્યક્ષ અજય માકનને કેમ્પેઈન ઝડપી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમને કહેવામાં આવ્યું છે કે ધન એકઠું કરવા માટે રાજ્યોની મુલાકાત લઈને નીચલી હરોળના કાર્યકર્તાઓ સાથે વાત કરીને ફંડ ભેગુ કરવામાં આવે.

    - Advertisement -

    અહેવાલમાં સુત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આગામી 14 જાન્યુઆરીથી પાર્ટી દ્વારા ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પણ શરૂ કરવામાં આવનાર છે. આ યાત્રા માટે અલગથી ફંડ ભેગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    પાર્ટીના ધનાઢ્ય નેતા ‘કંજુસી’ ના કરે: રાહુલ ગાંધી

    બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ગત શુક્રવારના (4 જાન્યુઆરી 2024) રોજ પાર્ટીના ધનાઢ્ય નેતાઓને પાર્ટી માટે ફંડ આપવા નિર્દેશ આપ્યા હતા. અહેવાલમાં જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે તેઓ પાર્ટીને ફંડ આપવામાં જરા પણ કંજુસી ન કરે. તેમણે તેમ પણ કહ્યું હતું કે આ ફંડની મદદથી જ કોંગ્રેસ પાર્ટી આગામી લોકસભા ચૂંટણી સહિત અન્ય રાજ્યોમાં થવાવાળી વિધાનસભા ચૂંટણીઓ લડશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં