Tuesday, April 30, 2024
More
    હોમપેજરાજકારણપાર્ટી સાંસદ પાસેથી I-T રેડમાં મળી આવ્યા હતા ₹300 કરોડ, હવે કોંગ્રેસ...

    પાર્ટી સાંસદ પાસેથી I-T રેડમાં મળી આવ્યા હતા ₹300 કરોડ, હવે કોંગ્રેસ દેશભરમાંથી ઉઘરાવશે દાન: લૉન્ચ કરશે ‘ડોનેટ ફોર દેશ’ કેમ્પેઈન

    કેમ્પેઇન આગામી 18 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લૉન્ચ કરશે. પાર્ટીએ કહ્યું કે, તેની સ્થાપનાને 138 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે તેઓ દેશવાસીઓને વિનંતી કરે છે કે તેઓ 138 રૂપિયા, 1380 રૂપિયા કે 13,800 રૂપિયા જેવી રકમ કોંગ્રેસને ‘મજબૂત કરવા માટે’ પાર્ટીના ખાતામાં નાખે.

    - Advertisement -

    થોડા દિવસ પહેલાં કોંગ્રેસ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરે પડેલી ઇન્કમ ટેક્સ વિભાગની રેડમાં કરોડો રૂપિયા મળી આવ્યા બાદ ઘણા દિવસ સુધી મુદ્દો ચર્ચામાં રહ્યો. કોંગ્રેસ નેતાનાં વિવિધ ઠેકાણે પાડવામાં આવેલી રેડમાં ₹300 કરોડ કરતાં વધુ રકમ મળી આવી હતી. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ હવે લોકો પાસેથી દાન ઉઘરાવવાનું નક્કી કર્યું છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, આગામી 18 ડિસેમ્બરથી તેઓ આ ક્રાઉડફન્ડિંગ કેમ્પેઇન શરૂ કરશે. 

    કોંગ્રેસે આ કેમ્પેઇનને નામ આપ્યું છે- ડોનેટ ફોર દેશ. શનિવારે (16 ડિસેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં કોંગ્રેસ નેતાઓ કેસી વેણુગોપાલ અને અજય માકને જણાવ્યું કે, આ કેમ્પેઇન આગામી 18 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લૉન્ચ કરશે. પાર્ટીએ કહ્યું કે, તેની સ્થાપનાને 138 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે તેઓ દેશવાસીઓને વિનંતી કરે છે કે તેઓ 138 રૂપિયા, 1380 રૂપિયા કે 13,800 રૂપિયા જેવી રકમ કોંગ્રેસને ‘મજબૂત કરવા માટે’ પાર્ટીના ખાતામાં નાખે, જેથી પાર્ટી ‘દેશ માટે’ કામ કરી શકે. કોંગ્રેસ આ માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી માંડીને UPI, NEFT અને RTGSની સુવિધા પણ આપશે.

    કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, આ કેમ્પેઇન મહાત્મા ગાંધીના ઐતહાસિક તિલક સ્વરાજ ફંડ પરથી પ્રેરણા લઈને શરૂ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સમાન સંસાધન વિતરણથી ભારતને સમૃદ્ધ બનાવવા માટે અમારી પાર્ટીને સશક્ત કરવાનો હતો. તેમણે કહ્યું કે, અમે અમારા તમામ રાજ્ય કક્ષાના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પ્રમુખો, પ્રદેશ પ્રમુખો અને AICCના પદાધિકારીઓને અપીલ કરીએ છીએ કે તેઓ વ્યક્તિગત રીતે ઓછામાં ઓછા ₹1,380નું દાન કરે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ કેમ્પેઇન એવા સમયે લૉન્ચ થવા જઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ પાસેથી કરોડો રૂપિયાની રકમ મળી આવ્યાને વધુ દિવસો થયા નથી. ઇન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં જ સાહુનાં વિવિધ ઠેકાણાં પર રેડ પાડી હતી અને કરોડોની રકમ જપ્ત કરી લીધી હતી. અહેવાલોમાં જણાવવામાં આવ્યા અનુસાર, સાહુ પાસેથી મળેલી રકમ ₹300 કરોડ કરતાં વધુ છે. 

    ધીરજ સાહુ ઝારખંડથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે અને તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. ધીરજ સહુ પણ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા હતા. જોકે, પાર્ટી આ મામલામાં કિનારો કરી ગઈ છે અને કહ્યું છે કે આ પૈસા સાથે પાર્ટીને કશું જ લાગતું-વળગતું નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં