Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતભરૂચ બેઠક પર ગઠબંધનનો ફિયાસ્કો, કોંગ્રેસ અને AAP સામ-સામે: AAPએ કરી ચૈતર...

    ભરૂચ બેઠક પર ગઠબંધનનો ફિયાસ્કો, કોંગ્રેસ અને AAP સામ-સામે: AAPએ કરી ચૈતર વસાવાની જાહેરાત તો કોંગ્રેસ ઉતારવાની હતી મુમતાઝ પટેલને

    ભરૂચ બેઠક પર કોંગ્રેસ પાર્ટી ભરૂચના પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવાની હતી. પરંતુ AAPની ચૈતર વસાવાને ચૂંટણીમાં ઉતારવાની જાહેરાત બાદ કોંગ્રેસ નારાજ છે.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીને હરાવવા દેશની વિપક્ષી પાર્ટીઓએ ભેગા થઈને I.N.D.I. ગઠબંધનની રચના કરી હતી. પરંતુ જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. તેમ ગઠબંધનની વાસ્તવિકતા સામે આવી રહી છે. ગુજરાતમાં ભરૂચ બેઠક માટે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષિત કરતા હવે કોંગ્રેસ પાર્ટી નારાજ થઇ છે. બંને પાર્ટીઓ ગઠબંધનમાં એકસાથે હોવા છતાં હવે એકબીજાના વિરોધમાં ઉતરી આવ્યા છે.

    આમ આદમી પાર્ટીએ ગઠબંધનની બેઠકની ફાળવણી પહેલા જ ભરૂચ સીટ માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉમેદવાર તરીકે ઘોષણા કરી દીધી છે. બીજી બાજુ આ બેઠક પર કોંગ્રેસ પાર્ટી ભરૂચના પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવાની હતી. પરંતુ AAPની ચૈતર વસાવાને ચૂંટણીમાં ઉતારવાની જાહેરાત બાદ કોંગ્રેસ નારાજ છે.

    આ અંગે AAP પાર્ટી પર કટાક્ષ કરતા મુમતાઝ પટેલે કહ્યું કે, “આમ આદમી પાર્ટીની એક કોન્ફરન્સ દરમિયાન મહાસચિવ સંદીપ પાઠકે અમને સાયન્ટીફીક ડેટાબેઝ સાથે સમજાવ્યું કે કેમ દિલ્હીમાં કોંગ્રેસને એક સીટ આપવી જોઈએ, પરંતુ જો તે જ લોજીક અને ડેટાબેઝ અનુસાર ભરૂચ બેઠકની વાત કરીએ તો, વર્ષ 2000 અને 2017ની વિધાનસભાની ચૂંટણીના ડેટાબેઝને જોતા ભરૂચ બેઠક આમ આદમી પાર્ટી માટે યોગ્ય છે જ નહી. તો હું એ પૂછવા માંગું છું કે, એવું કયું પેનિક બટન વાગ્યું કે એન્ક્ષાઈટી થઇ કે તમે (AAP) લોજીક છોડી અને પરિવારવાદ પર ઉતરી આવ્યા.”

    - Advertisement -

    ત્યારે બીજી બાજુ AAP નેતા સંદીપ પાઠકે પણ કોંગ્રેસને સંભળાવતા કહ્યું કે, “ચૂંટણી લડવાની ઈચ્છા રાખવી એ ખોટું નથી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે હું લડું અને તેને લાગે પણ છે કે તે જીતશે. પરંતુ સત્ય અલગ હોય છે. ભરૂચમાં AAP તરફથી ચૈતર વસાવા જ ઉતરશે અને અમે તેની ઘોષણા કરી દીધી છે.”

    ભરૂચ બેઠક માટે બંને પક્ષોના એકબીજા થઇ રહેલા આક્ષેપોથી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે કે ગુજરાતમાં ગઠબંધનની શું સ્થિતિ છે. રાષ્ટ્રીય સ્તરે પણ I.N.D.I. ગઠબંધન ફક્ત નામ પુરતું જ હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ પંજાબમાં પણ સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, પંજાબમાં અમારે કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં