Monday, May 13, 2024
More
    હોમપેજરાજકારણTMC સાંસદ મહુઆ મોઈત્રાની વધી મુશ્કેલીઓ, લોકસભાની સમિતિને મોકલાઈ ફરિયાદ: ઉદ્યોગપતિ પાસેથી...

    TMC સાંસદ મહુઆ મોઈત્રાની વધી મુશ્કેલીઓ, લોકસભાની સમિતિને મોકલાઈ ફરિયાદ: ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો લાગ્યો છે આરોપ 

    ભાજપ સાંસદે આરોપ લગાવ્યો છે કે મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી રોકડા રૂપિયા અને મોંઘી ગિફ્ટ્સ લઈને સંસદમાં અદાણી જૂથ વિશે તેમજ અન્ય વ્યાપારિક બાબતો વિશે પ્રશ્નો પૂછ્યા હતા.

    - Advertisement -

    TMC સાંસદ મહુઆ મોઈત્રા (Mahua Moitra) પર ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને તેમનાં આર્થિક અને વ્યાપારી હિત સાધતા પ્રશ્નો સંસદમાં પૂછવાનો આરોપ લાગ્યો છે. ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને એક પત્ર લખીને આ ફરિયાદ કરી હતી. હવે લોકોસભા સ્પીકર ઓમ બિરલાએ આ ફરિયાદ લોકસભાની એથિક્સ (આચાર) કમિટીને (Ethics Committee) મોકલી આપી છે. 

    ભાજપ સાંસદે આરોપ લગાવ્યો છે કે મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી રોકડા રૂપિયા અને મોંઘી ગિફ્ટ્સ લઈને સંસદમાં અદાણી જૂથ વિશે તેમજ અન્ય વ્યાપારિક બાબતો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. આ ફરિયાદ મળ્યા બાદ હવે લોકસભા અધ્યક્ષે આગળ કાર્યવાહી શરૂ કરી છે. જે લોકસભાની એથિક્સ કમિટીને ફરિયાદ મોકલવામાં આવી છે તેની અધ્યક્ષતા ભાજપ સાંસદ વિનોદ સોનકર કરે છે. 

    આ સમિતિ આરોપોને લઈને તપાસ કરીને લોકસભા અધ્યક્ષને રિપોર્ટ મોકલશે. 

    - Advertisement -

    મહુઆ મોઈત્રા પર શું લાગ્યા છે આરોપ?  

    ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ જે પત્ર લખ્યો હતો તે એક વકીલ જય અનંત દેહદ્રાઈએ આપેલી જાણકારી પર આધારિત છે. જય મહુઆ મોઈત્રાના જૂના મિત્ર હોવાનું સામે આવ્યું છે. પત્રમાં જણાવવામાં આવ્યું કે, મહુઆ મોઈત્રાએ સંસદમાં કુલ 61 સવાલો રજૂ કર્યા, જેમાંથી લગભગ 50 પ્રશ્નો ઉદ્યોગપતિ હિરાનંદાની અને તેમની કંપનીનાં હિતો સંબંધિત હતા. આમાંથી અમુક પ્રશ્નો અદાણી જૂથને લઈને પણ કરવામાં આવ્યા હતા, જે હિરાનંદાનીની કંપનીનું પ્રતિસ્પર્ધી જૂથ છે. 

    નિશિકાંત દૂબેએ આ સમગ્ર બાબતને એક સુનિયોજિત ષડ્યંત્ર ગણાવ્યું અને કહ્યું કે, મહુઆ મોઈત્રાએ છેલ્લા ઘણા સમયથી એક વિપક્ષ નેતા તરીકે અદાણી જૂથ મુદ્દે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટાર્ગેટ કરવાનું ચાલુ રાખ્યું હતું અને એવી છાપ ઉભી કરી હતી કે તેઓ મુખરતાથી સરકારનો વિરોધ કરે છે. સંભવતઃ આ એટલા માટે કરવામાં આવ્યું હોય જેથી તેઓ આ ગુનાહિત કાવતરાં કરવા માટે એક કવર લઇ શકે. 

    ભાજપ સાંસદે આગળ કહ્યું કે, તમામ પત્રો અને દસ્તાવેજોના અભ્યાસ બાદ તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીનાં ઔદ્યોગિક હિતો સાધવા માટે અને તેનાં રક્ષણ માટે એક ગુનાહિત કાવતરું રચ્યું હતું, જે સંસદના નિયમોનું તો ઉલ્લંઘન છે જ પરંતુ IPCની કલમ 120-A હેઠળ પણ ગુનો બને છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં