Friday, March 29, 2024
More
    હોમપેજરાજકારણ'ગુજરાત મોડલની ચર્ચા દુનિયાભરમાં થાય છે', 'દેશના PM તરીકે મોદી હોવું એ...

    ‘ગુજરાત મોડલની ચર્ચા દુનિયાભરમાં થાય છે’, ‘દેશના PM તરીકે મોદી હોવું એ સૌભાગ્ય’: વાંકાનેરમાં યોગી આદિત્યનાથે જનસભા સંબોધી

    મોરબી જિલ્લાના વાંકાનેરમાં યુપીની સીએમ યોગી આદિત્યનાથ પહોચ્યા હતા. જીતુભાઇ સોમાણીના સમર્થમમાં કિરણ સિરામિક ફેક્ટરી ખાતેના સભા સંબોધી હતી. જ્યાં તેમણે ભારત માતા કી જય, વંદેમાતરમના નારાઓથી સીએમ યોગીનું સ્વાગત કરાયુ હતું.

    - Advertisement -

    ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજથી ભાજપના સ્ટાર પ્રચારકોનો પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકોર નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપે આજથી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે.

    મોરબી જિલ્લાના વાંકાનેરમાં યુપીની સીએમ યોગી આદિત્યનાથ પહોચ્યા હતા. જીતુભાઇ સોમાણીના સમર્થમમાં કિરણ સિરામિક ફેક્ટરી ખાતેના સભા સંબોધી હતી. જ્યાં તેમણે ભારત માતા કી જય, વંદેમાતરમના નારાઓથી સીએમ યોગીનું સ્વાગત કરાયુ હતું.

    વાંકાનેરમાં યોગી આદિત્યનાથનું સંબોધન

    વાંકાનેરમાં ચુનાવી જનસભામાં પોતાના સંબોધનની શરૂઆત મુખ્યમંત્રી યોગીએ મોરબીની પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. સાથે કે પૂર્વ ધારાસભ્ય તથા મોરબીના હાલના ઉમેદવાર અને અન્ય કાર્યકર્તાઓએ લોકોનો જીવ બચાવવા જે કામગીરી કરી હતી તે બિરદાવી હતી. સાથે જ મોરબીએ ભુલકાળમાં ભોગવેલ તકલીફોને વર્ણવી હતી.

    - Advertisement -

    તેમણે આગળ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતને મોદી જેવા પ્રધાનમંત્રી મળવા એ ગર્વની વાત છે. આગળ કહ્યું કે દુનિયાના 20 પ્રમુખ દેશનું પ્રતિનિધીત્વ હવે મોદી કરશે તે દેશવાસીઓ માટે ગર્વની વાત છે.યોગી આદિત્યનાથે ગુજરાત મોડલની પ્રશંસા કરતા જણાવ્યું કે દુનિયાભરમાં ગુજરાત મોડેલની ચર્ચામાં થઇ રહી છે.

    આ ઉપરાંત તેમણે અનેક મુદ્દે વાત કરતા તેમણે મોદી સરકાર દ્વારા છેલ્લા બે કાર્યકાળમાં લેવાયેલા નિર્ણયો વિષે પણ ભાથું પીરસ્યું હતું અને જણાવ્યું હતું કે જે કામ દાયકાઓ અને સદીઓમાં નહોતું થયું તે મોદી સરકારે આ ટૂંકા સમયમાં કરી બતાવ્યું છે.

    અંતમાં તેમણે ગુજરાતની જનતાને અરજી કરી હતી કે મોરબી જિલ્લાની દરેક અને ગુજરાતની દરેક બેઠકો પર ભાજપને વોટ આપીને વિજય બનાવવી. આ લડાઈ રાષ્ટ્રવાદ વિરુદ્ધ આતંકવાદની છે અને દેશના સન્માન વિરુદ્ધ રાષ્ટ્રવિરોધીઓની છે.

    નોંધનીય છે કે આજે સાંજે યોગી આદિત્યનાથ સુરતની ચોર્યાસી બેઠક પર એક સભા સંબોધવાના છે. અને ગઈકાલથી સુરતવાસીઓ આને લઈને ઉત્સાહિત છે. સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર પર સવાર થઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં