Thursday, May 16, 2024
More
    હોમપેજદેશરામલલ્લાની પૂજા, હનુમાનગઢીમાં દર્શન: મંત્રીમંડળ સાથે રામજન્મભૂમિ પહોંચ્યા CM યોગી, પ્રથમ વખત...

    રામલલ્લાની પૂજા, હનુમાનગઢીમાં દર્શન: મંત્રીમંડળ સાથે રામજન્મભૂમિ પહોંચ્યા CM યોગી, પ્રથમ વખત અયોધ્યામાં યોજાઈ રહી છે કેબિનેટ બેઠક

    સામાન્ય રીતે ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટની સાપ્તાહિક બેઠક મંગળવારે લખનૌ ખાતે યોજવામાં આવે છે. પરંતુ આ વખતે 9 નવેમ્બરના રોજ ગુરુવારે અયોધ્યામાં બેઠક યોજવા પાછળ પણ એક મહત્વપૂર્ણ કારણ છે. આ તારીખ એટલા માટે ખાસ છે કે વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે આ તારીખે જ અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાબતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.

    - Advertisement -

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના મંત્રીમંડળ સાથે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે હનુમાનગઢી અને રામલલ્લાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેમનો આ અયોધ્યા પ્રવાસ ખાસ એટલા માટે છે કે પ્રથમ વખત અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથની સરકારે કેબિનેટ બેઠક યોજી છે. મુખ્યમંત્રી યોગી તેમના મંત્રીઓ સાથે ઈલેક્ટ્રિક બસમાં અહીં રામજન્મભૂમિ પહોંચ્યા હતા. ભગવાન રામના સાનિધ્યમાં યોજાયેલ કેબિનેટની બેઠકમાં લગભગ 5 હજાર કરોડ રૂપિયાની 25 દરખાસ્તો રજૂ થવાની સંભાવના છે.

    મળતી માહિતી અનુસાર, રામલલ્લાના દર્શન અને બપોરના ભોજન બાદ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક આંતરરાષ્ટ્રીય કથા ધામમાં બોલાવવામાં આવી છે. બપોરે 12.30 વાગ્યે શરૂ થયેલી આ કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી યોગી પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને સંબોધિત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટની બેઠકમાં અયોધ્યા સહિત રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો દ્વારા ધર્મ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવશે. સાથે જ બેઠકમાં અયોધ્યા તીર્થ વિસ્તાર વિકાસ પરિષદની રચનાને મંજૂરી પણ મળી શકે છે.

    મહત્વપૂર્ણ યોજનાઓ અને પ્રસ્તાવોને મંજૂરી

    ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથની કેબીનેટ બેઠક દરમિયાન 5 હજાર કરોડ રૂપિયાની 25 દરખાસ્તો રજૂ થવાની સંભાવના છે. જેમાં મુખ્ય બાબતોની વાત કરીએ તો, અયોધ્યાના માઝા જમથરા ગામમાં ભારતીય મંદિર કલા સંગ્રહાલય બનાવવામાં આવનાર છે, આ માટે 25 એકર જમીન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવી શકે છે. સાથે જ દેવીપાટન ધામ તીર્થ વિસ્તાર વિકાસ પરિષદની દરખાસ્તને પણ મંજૂરી મળી શકે છે. અયોધ્યા યાત્રાધામ વિસ્તાર વિકાસ પરિષદની સ્થાપનાનો પ્રસ્તાવ પણ આ બેઠકમાં પસાર થઇ શકે છે. આ ઉપરાંત મુઝફ્ફરનગરના શુક્રતલ ધામ તીર્થ વિકાસ પરિષદની રચનાનો પ્રસ્તાવ સાથે જ આ ખાસ કેબિનેટ બેઠકમાં પ્રવાસન અને વિકાસને લગતી 5 હજાર કરોડ રૂપિયાની યોજનાઓને મંજૂરી મળવાની સંભાવના છે.

    - Advertisement -

    9 નવેમ્બરે અયોધ્યામાં કેબિનેટ બેઠક કેમ મહત્વપૂર્ણ?

    ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટની સાપ્તાહિક બેઠક મંગળવારે લખનૌ ખાતે યોજવામાં આવે છે. પરંતુ આ વખતે 9 નવેમ્બરના રોજ ગુરુવારે અયોધ્યામાં બેઠક યોજવા પાછળ પણ એક મહત્વપૂર્ણ કારણ છે. આ તારીખ એટલા માટે ખાસ છે કે વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે આ તારીખે જ અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાબતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત 9 નવેમ્બર 1989ના રોજ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અયોધ્યામાં પ્રથમ આધારશીલા મૂકવામાં આવી હતી. આથી જ 9 નવેમ્બરને ખૂબ મહત્વપૂર્ણ માનીને આ વખતે અયોધ્યામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં