Friday, November 22, 2024
More
    હોમપેજદેશમધ્યમવર્ગીય પરિવારો માટે આવાસ યોજના, મોદી સરકાર બનાવશે 2 કરોડ ઘર: બજેટમાં...

    મધ્યમવર્ગીય પરિવારો માટે આવાસ યોજના, મોદી સરકાર બનાવશે 2 કરોડ ઘર: બજેટમાં એલાન, 1 કરોડ ઘરોને મળશે ફ્રી વીજળી

    - Advertisement -

    સામાન્ય ચૂંટણીઓ પહેલાં ગુરુવારે (1 ફેબ્રુઆરી) વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટ રજૂ કર્યું છે. આ વચગાળાના બજેટમાં મધ્યમવર્ગીય પરિવારો માટે પણ વિશેષ યોજના લાવવા માટેનું એલાન કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગ માટે વિશેષ આવાસ યોજના લઈને આવશે. આ યોજના અંતર્ગત 2 કરોડ મધ્યમવર્ગીય પરિવારો માટે આવાસ બનાવી આપવામાં આવશે. ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી અને કોલોનીમાં રહેતા લોકોને આ યોજનાનો લાભ મળશે. સાથે બજેટમાં 1 કરોડ ઘરોને ફ્રી વીજળી આપવાનું પણ એલાન કરવામાં આવ્યું છે.

    નાણામંત્રી સીતારમણે આ યોજના વિશે જણાવતા કહ્યું હતું કે, દેશ, ગ્રામીણ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છે અને આગામી પાંચ વર્ષમાં મધ્યમવર્ગીય પરિવારો માટે 2 કરોડ ઘરો બનાવવામાં આવશે. નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, સરકાર ગરીબ લોકોને ઘર ખરીદવા અને બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે. મધ્યમવર્ગીય પરિવારોને ઘર ખરીદવા કે બનાવવા માટે વિશેષ આવાસ યોજના શરૂ કરવામાં આવશે.

    તેમણે વધુમાં કહ્યું કે, જે લોકો ભાડાના મકાનમાં રહે છે, તે લોકોને આ યોજનાથી ઘણો લાભ મળશે. સાથે જ જે લોકો અનધિકૃત કોલોનીમાં રહે છે તેને પણ મકાન ખરીદવા અને બનાવવામાં મદદ મળી શકશે. તેમણે કહ્યું, 10 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે. 2014માં દેશ મોટા પડકારોનો સામનો કરી રહ્યો હતો. પરંતુ હવે સરકારે તે પડકારો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે અને સ્ટ્રક્ચરલ રીફોર્મ્સ પણ લાગુ કરવામાં આવ્યા છે. બજેટમાં મધ્યમવર્ગીય પરિવારો માટે આવાસ યોજના ઉપરાંત 1 કરોડ ઘરોને 300 યુનિટ સુધીની ફ્રી વીજળી આપવાનું એલાન પણ કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી ફ્રી

    બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકારનો ધ્યેય દરેક નાગરિકની આકાંક્ષાઓને પૂરો કરવાનો છે. પછાત જિલ્લાઓના વિકાસ પર સરકાર ભાર આપી રહી છે. સાથે જ તેમણે 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવાની જાહેરાત પણ કરી છે. તેમણે કહ્યું કે, જે 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે. તેમને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે, ઉર્જા સુરક્ષા અને તેમાં રોકાણ અંગે સરકારનું પૂર્ણ ફોકસ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં