Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘2024ની ચૂંટણી રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડે વિપક્ષ’: ગુજરાત આવેલા ગૃહમંત્રી અમિત શાહે...

    ‘2024ની ચૂંટણી રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડે વિપક્ષ’: ગુજરાત આવેલા ગૃહમંત્રી અમિત શાહે ફેંક્યો પડકાર, કહ્યું- PM કોણ બને એ જનતાને નક્કી કરવા દઈએ

    અહીં ગરમી વધારે છે એટલે હમણાં રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા માટે ગયા છે. ત્યાં જઈને તેઓ ભારતની નિંદા કરવાનું કામ કરે છે: અમિત શાહ

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર શનિવારે (10 જૂન, 2023) પાટણના સિદ્ધપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એક જનસભા યોજાઈ હતી. જેમાં બોલતાં તેમણે નવ વર્ષના કાર્યકાળમાં મોદી સરકારે કરેલાં વિકાસનાં કામો ગણાવ્યાં તો સાથોસાથ વિપક્ષ અને રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, વિપક્ષે 2024ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડવી જોઈએ. 

    2024ની લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષી એકતાની ચાલતી વાતો અને તજવીજને લઈને અમિત શાહે કહ્યું કે, “2019માં પણ તેમણે એક થવાની વાત કરી હતી અને હવે ફરી ચાલુ કર્યું છે. હું તો કહું છું, વિનંતી કરું છું કે એક વખત એક થઇ જાઓ અને રાહુલ બાબાના નેતૃત્વમાં ચૂંટણી લડવી જોઈએ અને દેશની જનતાએ નક્કી કરવું જોઈએ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જોઈએ છે કે વિપક્ષનો વડાપ્રધાન જોઈએ.” તેમણે કહ્યું કે, “મને વિશ્વાસ છે કે જનતા નરેન્દ્ર મોદીને જ સમર્થન આપશે. હું આખા દેશમાં ફરું છું અને જ્યાં-જ્યાં જાઉં છું ત્યાં મોદી સાહેબ માટે સમર્થન દેખાય છે.” તેમણે સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો ભાજપને આપવા માટે ગુજરાતની જનતાને અપીલ કરી હતી. નોંધનીય છે કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ હતી. 

    રાહુલ ગાંધીને લઈને વધુ ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે, “અહીં ગરમી વધારે છે એટલે હમણાં રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા માટે ગયા છે. ત્યાં જઈને તેઓ ભારતની નિંદા કરવાનું કામ કરે છે. હું તેમને કહેવા માંગુ છું કે તમારા પૂર્વજો પાસેથી શીખવું જોઈએ. વિદેશમાં જઈને ભારતની નિંદા કરવાનું કામ કોઈ પણ પાર્ટીના નેતાને શોભતું નથી. રાહુલ બાબા યાદ રાખે કે, દેશની જનતા ધ્યાનથી જોઈ રહી છે. 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, વિપક્ષ સંસદ ભવનના ઉદ્ઘાટન અને તેમાં સેંગોલની સ્થાપના જેવા મુદ્દે પણ વિરોધ કરી રહ્યો છે. આગળ ઉમેર્યું કે, આ સેંગોલ જવાહરલાલ નહેરૂએ સંસદ ભવનમાં સ્થાપિત કરવાનો હતો પરંતુ તેઓ ન કરી શક્યા તો વડાપ્રધાન મોદી હમણાં કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિપક્ષ વિરોધનું રાજકારણ કરે છે જ્યારે નરેન્દ્ર મોદી વિકાસનું રાજકારણ કરી રહ્યા છે. 

    રામમંદિરનો ઉલ્લેખ કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “2019 સુધી કોંગ્રેસીઓ અને રાહુલ બાબા કાયમ પૂછતા હતા કે, મંદિર વહીં બનાયેંગે, તિથિ નહીં બતાયેંગે. હું રાહુલ બાબાને કહેવા માંગીશ કે તેમને શ્રદ્ધા હોય તો ટિકિટ તૈયાર રાખે, 2024માં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઇ જશે.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં