Saturday, September 14, 2024
More
    હોમપેજદેશ'એક ઈશારો કરીશ તો ભાગવું પડશે': હૈદરાબાદમાં AIMIM નેતા અકબરૂદ્દીન ઓવૈસીએ મંચ...

    ‘એક ઈશારો કરીશ તો ભાગવું પડશે’: હૈદરાબાદમાં AIMIM નેતા અકબરૂદ્દીન ઓવૈસીએ મંચ પરથી પોલીસ અધિકારીને આપી ધમકી, કહ્યું- મને અટકાવી શકે તેવો માઈનો લાલ પેદા નથી થયો

    વિડીયો જોઈ શકાય છે કે અકબરૂદ્દીન ઓવૈસી ભાષણ આપી રહ્યા છે. આ દરમિયાન મંચની બાજુમાં ઉભેલા એક પોલીસ અધિકારીએ તેમને આદર્શ આચારસંહિતાના પાલન માટે ભાષણ પૂર્ણ કરીને સભા સમાપ્ત કરવાની સુચના આપી. આ સાંભળીને અકબરૂદ્દીન ઓવૈસી ઉકળી ઉઠે છે અને ઉદ્ધતાઈથી કહે છે, "ઇન્સ્પેકટર સાહબ, ઘડી હૈ મેરે પાસ. ફિર ચલીએ...ચલીએ..ચલીએ.."

    - Advertisement -

    પોતાના નિવેદનોના કારણે કાયમ વિવાદોમાં રહેતા AIMIM પાર્ટીના નેતા અને અસ્દુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરૂદ્દીન ઓવૈસી ફરી એક વાર વિવાદોમાં આવ્યા છે. 15 મિનીટ પોલીસ હટાવીદો જેવા ભડકાઉ ભાષણ આપનાર આ મુસ્લિમ નેતાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. વાસ્તવમાં આ વિડીયો હૈદરાબાદમાં અકબરૂદ્દીન ઓવૈસીએ મંચ પરથી પોલીસ અધિકારીને ધમકી આપી તે સમય નો છે. પોલીસ અધિકારીએ આચારસંહિતાનું પાલન કરવા સભા પૂરી કરવા કહેતા તેઓ ભડકી ઉઠ્યા હતા અને સુચના આપનાર અધિકારીને ધમકી આપી હતી.

    અહેલાવો અનુસાર આ વિડીયો હૈદરાબાદના લલિત બાગ ખાતે યોજાયેલી AIMIMની જનસભાનો છે. અકબરૂદ્દીન ઓવૈસી અહીં ચૂંટણીને લઈને પ્રચાર કરવા આવ્યા હતા. આ સભા દરમિયાન વિવાદાસ્પદ અને ભડકાઉ ભાષણ આપવા માટે કુખ્યાત આ નેતાને સભામાં સુરક્ષામાં હાજર પોલીસ અધિકારીએ આદર્શ આચારસંહિતાનું પાલન કરી સભા પૂર્ણ કરવાનું કહેતા તેમને ધમકી આપી દીધી હતી. અકબરૂદ્દીન ઓવૈસીએ ખુબ જ ઉદ્ધતાઈથી અધિકારીને કહ્યું હતું કે મારી પાસે ઘડિયાળ છે, ચાલો જાઓ અહીંયાથી. આ સાથે જ ઉગ્રતાથી ઈશારો કરતા કહ્યું હતું કે જો તેઓ નહીં જાય તો તેમના એક ઈશારા પર તેમના સમર્થકો અધિકારીને દોડાવવા માટે સક્ષમ છે.

    એક ઈશારો કરીશ તો…

    આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ન્યુઝ એજન્સી ANIએ જાહેર કરેલા આ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે અકબરૂદ્દીન ઓવૈસી કેવી રીતે પોલીસ અધિકારીને ધમકાવી રહ્યા છે. આ વિડીયો જોઈ શકાય છે કે અકબરૂદ્દીન ઓવૈસી ભાષણ આપી રહ્યા છે. આ દરમિયાન મંચની બાજુમાં ઉભેલા એક પોલીસ અધિકારીએ તેમને આદર્શ આચારસંહિતાના પાલન માટે ભાષણ પૂર્ણ કરીને સભા સમાપ્ત કરવાની સુચના આપી. આ સાંભળીને અકબરૂદ્દીન ઓવૈસી ઉકળી ઉઠે છે અને ઉદ્ધતાઈથી કહે છે, “ઇન્સ્પેકટર સાહબ, ઘડી હૈ મેરે પાસ. ફિર ચલીએ…ચલીએ..ચલીએ..” આટલું કહેતા તે પોલીસ અધિકારી તરફ ઉગ્રતાથી ધસી જાય છે અને હાથ લાંબો કરીને આંગળી દેખાડીને અધિકારીને ધમકાવે છે. આ જોઈ સભામાં હાજર તેમના સમર્થકો ચિચિયારીઓ પાડીને તેમની આ હરકતનું સમર્થન કરતા સંભળાય છે.

    - Advertisement -

    આટલું ઓછું હતું તો અધિકારી સાથે જીભાજોડી કર્યા બાદ પણ તેમને સંતોષ ન થયો હોય તેમ તેઓ ફરી માઈક પાસે આવે છે અને ચિચિયારીઓ પાડતા સમર્થકોને સંબોધતા પોલીસ અધિકારી સામે જોઇને કહે છે કે, “તમને શું લાગે ગોળીઓ ચાકુઓની વાત સાંભળીને તમને શું લાગે છે ક હું કમજોર પડી ગયો? હજુ પણ બહુ જ હિમ્મત છે. (અધિકારી સામે હાથ કરીને) મોટા આયા અટકાવવાવાળા, પાંચ મિનીટ છે હજુ બોલીશ હું. બોલીશ પાંચ મિનીટ. કોઈ માઈનો લાલ પેદા નથી થયો મને રોકવા માટે. (સમર્થકોની સામે જોઇને) સાચું ને? એક ઈશારો કરી દઈશ તો દોડવું પડશે. દોડાવું…? હું તમને એ જ કહી રહ્યો છું કે આ લોકો આપણને કમજોર કરવા માટે કેન્ડીડેટ બનીને આવી રહ્યા છે, આવી જાઓ જોઈ લઈએ કે તમે જીતો છો કે અમે જીતીએ છીએ.”

    આ વિડીયોમાં જોઈ શકાય છે કે અકબરૂદ્દીન ઓવૈસીએ પોતાની ફરજનું પાલન કરી રહેલા એક પોલીસ અધિકારીને ધમકી આપતા તેમના સમર્થકો પણ ચિચિયારીઓ પાડીને તેમના આ વર્તન અને વાતનું સમર્થન કરી રહ્યા છે.

    કોણ છે અકબરૂદ્દીન ઓવૈસી?

    અકબરૂદ્દીન ઓવૈસી એ AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ છે. આ એ જ અકબરૂદ્દીન ઓવૈસી છે જેમણે વર્ષ 2012 માં હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે હિંદુ દેવી-દેવતાઓ ઉપર ટિપ્પણીઓ કરતા હિંદુઓને પડકાર ફેંક્યો હતો કે જો 15 મિનિટ માટે પોલીસ હટાવી દેવામાં આવે તો તેઓ હિંદુઓને જોઈ લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “હું જોઉં છું કે કેવી રીતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે.”

    ઓવૈસીએ કહ્યું હતું કે, “તસ્લીમા નસરીન અહીં આવ્યા હતા અને હવે તેઓ ક્યાં છે તે કોઈ નથી જાણતું. હિંદુસ્તાન, અમે 25 કરોડ છીએ અને તમે 100 કરોડ છો ને? તમે તો અમારા કરતા સંખ્યામાં અનેકગણા વધારે છો. 15 મિનિટ માટે પોલીસ હટાવી દો આપણે જોઈ લઈશું કે કોણ વધુ શક્તિશાળી છે.” તેમના આ નિવેદન બાદ મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડમાંથી તાળીઓ પડી હતી અને તેમની વાતને સમર્થન મળ્યું હતું.

    તેમના આ ભાષણ બાદ તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જોકે અકબરૂદ્દીન ઓવૈસી દ્વારા 15 મિનિટમાં કરોડો હિંદુઓને મારી નાંખવા અંગે આપવામાં આવેલા તે નિવેદન અંગે સુનાવણી કરતા હૈદરાબાદની એક કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ઓવૈસીનું નિવેદન ‘હેટ સ્પીચ’ કે ભડકાઉ ભાષણ ન હતું અને જે બાદ કોર્ટે તેમને બંને કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં