Monday, September 9, 2024
More
    હોમપેજરાજકારણઅરવિંદ કેજરીવાલ બાદ આપના વધુ એક દિગ્ગજ નેતાની હાજરીમાં લાગ્યા 'મોદી-મોદી' ના...

    અરવિંદ કેજરીવાલ બાદ આપના વધુ એક દિગ્ગજ નેતાની હાજરીમાં લાગ્યા ‘મોદી-મોદી’ ના નારા: ગુજરાતના અંબાજી મંદિરમાં માતાના ભક્તોએ બતાવ્યો પોતાનો મૂડ

    સિસોદિયા જેવા શક્તિપીઠ અંબાજી મંદિરે પટાંગણમાં પહોંચ્યા એવા તરત જ ત્યાં હાજર માઇભક્તોએ સ્વયંભૂ જ 'મોદી-મોદી' ના નારા લગાવીને આપનેતાનું સ્વાગત કર્યું હતું. સ્વાભાવિક છે કે નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ રહ્યું હતું.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સોમવારે (26 સપ્ટેમ્બર) નવરાત્રિના પ્રથમ દિવસે બનાસકાંઠાના અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને લોકોએ ત્યાં ‘મોદી-મોદી’ ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. નોંધનીય છે કે થોડા જ દિવસોમાં પીએમ મોદી પણ આ મંદિરના દર્શન કરવા જવાના છે.

    ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ અંગે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે. આ સાથે જ ગુજરાતમાં પ્રચાર અને પાર્ટીને મજબૂત કરવાની જવાબદારી હવે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આપવામાં આવી છે.

    માતાજીના ભક્તોએ લગાવ્યા ‘મોદી-મોદી’ ના નારા

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સતત ગુજરાતના પ્રવાસે છે અને વિપક્ષને સંપર્ક કરવા માટે કામ કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ નવરાત્રીના પ્રથમ દિવસ પર ગુજરાતના પવિત્ર અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી.

    - Advertisement -

    સિસોદિયા જેવા શક્તિપીઠ અંબાજી મંદિરે પટાંગણમાં પહોંચ્યા એવા તરત જ ત્યાં હાજર માઇભક્તોએ સ્વયંભૂ જ ‘મોદી-મોદી’ ના નારા લગાવીને આપનેતાનું સ્વાગત કર્યું હતું. સ્વાભાવિક છે કે નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ રહ્યું હતું.

    આ પહેલા કેજરીવાલને પણ થયો હતો આ અનુભવ

    આ પહેલા ગત અઠવાડિયે (20 સપ્ટેમ્બર) દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને પણ ગુજરાતમાં આવો જ અનુભવ થયો હતો.

    પોતાની પાર્ટીનો જનાધાર વધારવા માટે કેજરીવાલ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. દરમિયાન, ગુજરાતના વડોદરાથી દિલ્હીના સીએમ કેજરીવાલનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા દેખાય છે. વાસ્તવમાં વડોદરા એરપોર્ટથી બહાર આવતાં જ સીએમ કેજરીવાલની લોકો સામે ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા હોય એવા દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળી મળ્યા હતા.

    આ દરમિયાન ત્યાં હાજર મિડિયાકર્મીઓએ કેજરીવાલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ રીતે ભારે ફજેતી થયા બાદ કેજરીવાલ ત્યાં સહેજ પણ ઉભા ન રહ્યા. મિડિયા સાથે વાત કરવાની ના પડ્યા બાદ તેમણે માત્ર એટલું જ કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં આવો.

    આમ, આમ આદમીન પાર્ટીના એક પછી એક મોટા નેતાઓને ગુજરાતની જનતા ચૂંટણી પહેલા પોતાનો મૂડ સ્વયંભૂ રીતે બતાવી રહી હોય તેવું નજરે પડી રહ્યું છે. નોંધનીય નવરાત્રી દરમિયાન જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શક્તિપીઠ પાર આવી મા અંબાજીના દર્શન કરવાના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં