Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા એરપોર્ટ પર કેજરીવાલનું સ્વાગત ગુજરાતીઓએ 'મોદી-મોદી' નારાઓથી કર્યું: નારાજ આપ નેતા...

    વડોદરા એરપોર્ટ પર કેજરીવાલનું સ્વાગત ગુજરાતીઓએ ‘મોદી-મોદી’ નારાઓથી કર્યું: નારાજ આપ નેતા હાજર મિડીયાને પણ જવાબ ન આપી શક્યા

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ આજે વડોદરા આવી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર લોકોએ મોદી મોદીના સુત્રો પોકારીને તેમનું સ્વાગત કર્યું હતું.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ મંગળવારે (20 સપ્ટેમ્બર) ફરી એકવાર પોતાના ગુજરાત પ્રવાસ પર આવી પહોંચ્યા હતા. આ વખતે તેઓ વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટથી બહાર નીકળતી વખતે લોકોએ કેજરીવાલનું સ્વાગત ‘મોદી-મોદી’ના નારા કર્યું હતું.

    પોતાની પાર્ટીનો જનાધાર વધારવા માટે કેજરીવાલ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. દરમિયાન, ગુજરાતના વડોદરાથી દિલ્હીના સીએમ કેજરીવાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા દેખાય છે. વાસ્તવમાં વડોદરા એરપોર્ટથી બહાર આવતાં જ સીએમ કેજરીવાલની લોકો સામે ‘મોદી-મોદી’ના નારા લગાવે છે એવા દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળી રહ્યાં છે.

    AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. વડોદરામાં ‘ટાઉન હોલ’ કાર્યક્રમને સંબોધવા પહોંચેલા કેજરીવાલની સામે જ એરપોર્ટ પર અચાનક ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા. કેજરીવાલ એરપોર્ટના એક્ઝિટ ગેટ પર પહોંચતા જ પાર્ટીના કાર્યકરોએ તેમનું સ્વાગત કરવાનું શરૂ કરી દીધું હતું. ‘મોદી-મોદી’ના નારા લગાવવાનું શરૂ થતા જ આપના કાર્યકર્તાઓએ પણ ‘કેજરીવાલ-કેજરીવાલ’ના નારા લગાવવાની શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    આ દરમિયાન ત્યાં હાજર મિડિયાકર્મીઓએ કેજરીવાલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ રીતે ભારે ફજેતી થયા બાદ કેજરીવાલ ત્યાં સહેજ પણ ઉભા ન રહ્યા. મિડિયા સાથે વાત કરવાની ના પડ્યા બાદ તેમણે માત્ર એટલું જ કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં આવો.

    નેટિઝન્સના જુદા જુદા પ્રતિભાવ

    આ વિડીયો વાઇરલ થયા બાદ નેટિઝન્સના જુદા જુદા પ્રતિભાવો સામે આવી રહ્યા છે.

    એક ટ્વીટર યુઝર @PrashantLoveAB ટોણો મારતાં લખે છે કે, ‘ભયાનક અપમાન. હું આની ભારે નિંદા કરું છું.’

    @coolfunnytshirts નામનું એકાઉન્ટ આ વિડીયોને ક્વોટ કરીને લખે છે કે, “આસપાસ શું થઈ રહ્યું છે તેને અવગણવા માટે અસાધારણ માત્રામાં અભિનયન.”

    અન્ય એક યુઝર @deepspeaks_ લખે છે કે, ‘મોદીના ગુજરાત અને વડોદરામાં સ્વાગત છે, મનોરોગી મુખ્યમંત્રી સાહેબ.’

    @RavinderPoonia_ લખે છે કે, ગુજરાતીએ તેને તેની ઓકાત બતાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં