Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત AAPએ જૈન સમુદાયને દુભાવ્યો: નવસારીના પાર્ટી કાર્યકર્તા મહેશ બાસ્ટીકરે જૈન સાધુને...

    ગુજરાત AAPએ જૈન સમુદાયને દુભાવ્યો: નવસારીના પાર્ટી કાર્યકર્તા મહેશ બાસ્ટીકરે જૈન સાધુને મહિલાઓનાં આંતરવસ્ત્રો પહેરવાનું કહ્યું, ફરિયાદ દાખલ

    પોતાની આ હરકત બાદ આપ કાર્યકર મહેશ બાસ્ટીકરને કાયદાકીય ફરિયાદ થવાની ભીતિ લાગતા જ તેણે સવારે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું, અને પોતાનું facebook એકાઉન્ટ હેક થઈ હોવાની વાતો કરી હતી. જોકે ભાજપ મીડિયા સેલ આ સમગ્ર મુદ્દાને લઈને હવે આક્રમક મિજાજમાં આવી ગયું હતું અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

    - Advertisement -

    હિંદુ વિરોધી માનસિકતા ધરાવતી આમ આદમી પાર્ટી હવે શાંત અને સમજુ અને અહિંસાવાદી જૈન પ્રજા વિરૃધ ટાર્ગેટ કરીને બેઠી હોય તેવું લાગે છે. કારણકે નવસારીમાં AAP કાર્યકર્તા મહેશ બાસ્ટીકરની જૈન મુનિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી સામે આવતા જૈન સમાજ ખુબ દુઃખી થયો છે, ભભૂકી ઉઠ્યો હતો. જેને પગલે મોટી સંખ્યામાં રાત્રે જ જૈન આગેવાનો ટાઉન પોલીસ મથકે પહોંચીને આપ કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    વિડીયો વાયરલ થતા જૈન સમાજ દુભાયો

    અહેવાલો અનુસાર એક જૈન મુનિના પ્રવચનનો એક વિડીયો સોશિયલ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ કહી રહ્યા છે કે, “ભારતીય લોકો મહેનત કરે છે. તેમને મફતનું કંઈ પણ ન ખપે. જેથી કેજરીવાલ અને મફતની રાજનીતિથી લોકોએ બચવું જોઈએ.” જૈન મુની ના આ પ્રકારના પ્રવચન બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર મહેશ બાસ્ટીકરની જૈન મુનિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, આ ઉપરાંત તેણે જૈન મુનિને મહિલાઓના આંતરવસ્ત્ર પહેરવાની સલાહ આપતી કમેન્ટ કરી હતી.

    - Advertisement -

    આ પછી આપતા આ વીડિયોના કૉમેન્ટના સ્ક્રીનશોટ ખુબજ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. જેને પગલે જૈન સમાજની લાગણીઓ દુભાઈ હતી, ત્યાર બાદ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન સહિત જૈન સમાજના આગેવાનો ટાઉન પોલીસ સ્ટેશનને પહોંચીને આપ કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.

    મારું એકાઉન્ટ હેક થયું હતું: મહેશ બાસ્ટીકર

    પોતાની આ હરકત બાદ આપ કાર્યકર મહેશ બાસ્ટીકરને કાયદાકીય ફરિયાદ થવાની ભીતિ લાગતા જ તેણે સવારે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું, અને પોતાનું facebook એકાઉન્ટ હેક થઈ હોવાની વાતો કરી હતી. જોકે ભાજપ મીડિયા સેલ આ સમગ્ર મુદ્દાને લઈને હવે આક્રમક મિજાજમાં આવી ગયું હતું અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

    આમ આદમી પાર્ટીના કાર્યકર મહેશ બાસ્ટીકરએ જૈન સાધુ વિરુદ્ધ બીભત્સ ટિપ્પળી કરવાની 24 કલાકની અંદર જ આમ આદમી પાર્ટીએ રસ્તો કરી લીધો હતો, અને આ વ્યક્તિગત નિવેદન હોવાની વાત કરી હતી. સાથે જ પાર્ટીમાંથી પણ મહેશ બાસ્ટીકરને પાણીચું પકડાવવામાં આવ્યું હતું.

    મહેશ બાસ્ટીકરને પાર્ટીએ પકડાવેલું પાણીચું

    આમ આદમી પાર્ટીના સંગઠન મહાસચિવ મનોજ સોરઠીયાએ પત્ર દ્વારા જણાવ્યું કે, પાર્ટી આવા પ્રકારના કૃત્ય સામે વાંધો ઉઠાવે છે. સાધુ-સંતો સહિત ધાર્મિક લાગણી દુભાવવા બદલ કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં