વર્ષ 2022માં પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને મધ્યપ્રદેશ સ્થિત કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. તે સમયે મીડિયા અને સોશિયલ મીડિયામાં આ મોટો ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યાં એક તરફ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે તેનો શ્રેય લુંટવાનો પ્રયત્ન કર્યો, તો બીજી તરફ લિબરલ-વામપંથી ગેંગના પત્રકારોએ આને ગેરવ્યાજબી ઠેરવ્યું હતું. આ ચિત્તામાંથી 9 અન્ત્યાર સુધી મોતને ભેટ્યા છે, જેમાંથી 6 વયસ્ક અને 3 બચ્ચા હતા. ત્યારબાદ તેવું પણ નેરેટિવ ચલાવવામાં આવ્યું કે કુનો નેશનલ પાર્ક ખાતે પ્રોજેક્ટ ચિત્તા ફેલ થઇ ગયો છે.
કુનો નેશનલ પાર્ક ખાતે પ્રોજેક્ટ ચિત્તા માટે ચિત્તાઓને નામિબિયાથી લાવવાની પણ લોકો આલોચના કરી રહ્યા હતા, તેમને જાણે આલોચનાનો મોકો મળી ગયો. આ વર્ષે અલગ-અલગ બીમારીઓથી ચિત્તાઓ મોતને ભેટ્યા. તેવામાં નામિબિયાથી બીજા ચિત્તા લાવવાના સમાચારો સામે આવ્યા તો લોકોએ મીમ બનાવીને મજાક ઉડાવવાનું શરુ કરી દીધું હતું. તો બીજી તરફ અનેક લોકોએ જાતે જ નિષ્કર્ષ કાઢ્યો કે ભારતની આબોહવા અને વાતાવરણ તેમના માટે ઠીક નથી. ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં નદી, પહાડ,પથ્થર, જંગલ, સમુદ્ર અને મેદાન બધું જ છે- તેવામાં આવી બધી વાતો બાલીશ લાગે છે.
કુનો નેશનલ પાર્ક ખાતે પ્રોજેક્ટ ચિત્તા: વિશેષજ્ઞોની દેખરેખમાં થઇ રહ્યું છે કામ
તે 17 સપ્ટેમ્બર, 2022નો દિવસ હતો, જયારે જંગલી જીવોના સંરક્ષણના ક્રમમાં ભારતે દેશમાં ફરી એક વાર ચિત્તાની જનસંખ્યા વધારવાનો નિર્ણય લીધો. ભારતમાં ચિત્તા લુપ્ત થઇ ચુક્યા છે. આજના નહીં, પણ 75 વર્ષ પહેલા જ ભારતમાંથી ચિત્તા લુપ્ત થઇ ગયા હતા. ચિત્તાને ધરતીપર સહુથી ઝડપથી દોડવાવાળું પ્રાણી કહેવામાં આવે છે. ચિત્તા 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપથી દોડી શકતા હોય છે. સાથે જ તેમનામાં દોડતા-દોડતા તરત જ ઝડપ વધારવાની ક્ષમતા ગજબની હોય છે.
ભારતે ચિત્તા એટલા માટે નથી મંગાવ્યા કે તેમ કહી શકાય કે અમારી પાસે ચિત્તા છે. પણ ચિત્તાના સંરક્ષણ સાથે સાથે તેમની જનસંખ્યા વધારી શકાય તે માટે કુનો નેશનલ પાર્ક ખાતે પ્રોજેક્ટ ચિત્તા શરૂ કરવામાં આવ્યો છે. તેમને પ્રાકૃતિક ખજાનાના રૂપમાં જોવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નામિબિયાથી 8 અને ફેબ્રુઆરી 2023માં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. કુલ 20 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. આ ભારત માટે પ્રથમ અંતર મહાદ્વીપીય ટ્રાન્સલોકેશનની પ્રક્રિયા હતી. એવું જરા પણ નથી કે ઉતાવળે કે પછી ચુંટણી કે દેખાડા માટે આ બધું કરવામાં આવ્યું હતું.
‘પ્રોજેક્ટ ચિત્તા’ની દેખરેખ કરવાવાળા લોકોમાં સરકારી અધિકારીઓ ઉપરાંત વૈજ્ઞાનિક, વન્યજીવ વૈજ્ઞાનિક અને પશુ ચિકિત્સકો પણ શામેલ છે. માત્ર ભારત જ નહીં, નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના વિશેષજ્ઞો પણ આ પ્રક્રિયામાં જોડાયા છે. દરેક પ્રક્રિયામાં સફળતાનો માપદંડ હોય છે. પ્રોજેક્ટ ચિત્તા માટે પણ તાત્કાલિક, કે પછી તેમ કહી શકાય કે શોર્ટ ટર્મ સફળતા માટે 6 માપદંડ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 પર આ પરિયોજના ખરી ઉતરી છે. ચિત્તા લાવતા પહેલા જ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો કે તેમનો 50% સર્વાઈવલ દર હોવો જોઈએ. જેમાં આ પરિયોજના ખરી ઉતરી છે.
બીજો માપદંડ હતો હોમ રેંજની સ્થાપના કરવી. ઇકોલોજીમાં જાનવરોની ‘હોમ રેંજ’ તેને કહેવામાં આવે છે જ્યાં તેઓ સ્વચ્છંદ થઈને ભોજન-પાણી માટે વિચરણ અને પ્રજનન કરે છે. જેનો અર્થ છે, તે પ્રાણી તેને પોતાનું ક્ષેત્ર સમજવા લાગે છે. તેના લઈને કેલ્ક્યુલેશનનો એક ફોર્મ્યુલા હોય છે, જેને ઇકોલોજીસ્ટ કહેવામાં આવે છે. ત્રીજો ઉદ્દેશ્ય હતો- કુનો નેશનલ પાર્કમાં આ ચિત્તા પ્રજનન કરે. તેમાં પણ પ્રોજેક્ટ ચિત્તા સફળ રહ્યો અને બાળ ચિત્તાના જન્મ થયા છે.
ચોથું ફેક્ટર છે- આજુબાજુના વિસ્તારોને ફાયદો પહોંચાડવો. તે પણ થયું છે અને ખુબ સારી રીતે થયું છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તા આવ્યા બાદ શિવપુર અને મોરેના જિલામાં જમીનોના ભાવ વધ્યા છે, ચિત્તા જોવા માટે કુનો નેશનલ પાર્કમાં પર્યટકોની સંખ્યા વધી છે. તેનાથી પાર્કની આસપાસ રહેતા લોકોના વ્યવસાયમાં વધારો થયો છે અને તેમને રોજગાર મળી રહ્યો છે, ચિત્તાઓને ટ્રેક કરવા માટે પણ સ્થાનિક લોકોને પ્રત્યક્ષ રોજગાર આપવામાં આવ્યા છે. જે લોકો ‘પ્રોજેક્ટ ચિત્તા’ને અસફળ ગણાવી રહ્યા છે, તેઓ આ પડકારોને ઓછા આંકી રહ્યા છે.
કુનો નેશનલ પાર્કની આજુબાજુની જમીનોના ભાવ ખુબ વધી ગયા છે અને રોકાણકારો પણ ખુબ આવી રહ્યા છે. 9 ચિત્તાઓના મોતના કારણે આ પ્રક્રિયા ભલે થોડી ધીમી પડી હોય, પરંતુ લોંગ ટર્મમાં તેનાથી ફાયદો થવાનો જ છે. રીયલ એસ્ટેટનો ભાવ વધવાનો સીધો અર્થ તે થાય છે કે રોકાણકારો આવી રહ્યા છે, કારોબાર વધી રહ્યો છે. ચિત્તાઓના આવવાની ઘોષણા બાદથી જ શિવપુરમાં જમીનોના ભાવ 3 ગણા વધ્યા છે. શિવપુર જિલ્લો કુપોષણથી પીડિત હતો, તેવામાં અહીં અર્થવ્યવસ્થા સુધરવા સાથે ત્યાની જનતાને ફાયદો થઈ રહ્યો છે.
ચિત્તા વિદેશી નથી, પ્રાચીન ભારતમાં તેમની હાજરી હતી જ
એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપમાં પ્રાણીને લઇ જવા અને તેમનું સંરક્ષણ કરવું તે છોકરમત નથી. તેવું પણ નથી કે ભારતમાં ક્યારેય ચિત્તા હતા જ નહીં. ગુજરાત અને મધ્યપ્રદેશની ગુફાઓમાં જે ચિત્રો છે તે દર્શાવે છે કે પ્રાચીનકાળમાં ભારતમાં પણ ચિત્તા મોટી સંખ્યામાં હતા. મુઘલ બાદશાહો ચિત્તાના શિકાર પર જતા હતા. અંગ્રેજોના સમયમાં મોટાપાયે તેમનો શિકાર થયો હતો. 19મી સદીમાં તેમની સંખ્યા 10,000 હતી પરંતુ થોડા જ વર્ષોમાં તેઓ લુપ્ત થઇ ગયા હતા.
કહેવામાં આવે છે કે ભારતના અંતિમ ચિત્તાનો શિકાર છત્તીસગઢના કોરિયાના મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવે કર્યો હતો. આ સંપૂર્ણ માનવ સમાજની જ ભૂલ હતી કે એક દુર્લભ જીવ લુપ્ત થઇ ગયો. એક એવો જીવ જેની સ્ફૂર્તિ અને બહાદુરીના દાખલા આપવામાં આવે છે. એ જ ભૂલને ભારત સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 20 ચિત્તાઓને સ્થાનાંતરિત કરવામાં આવ્યા અને આ પ્રક્રિયામાં એક પણ મૃત્યુ ન થઈ, તે પણ એક મોટી બાબત કહી શકાય. ચિત્તાઓના મૃત્યુના દુઃખદ સમાચાર વચ્ચે અનેક સકારાત્મક બાબતો પણ છે.
આ ચિત્તાઓમાં મોટાભાગના પોતાને ભારતીય આબોહવામાં ઢાળવામાં સફળ રહ્યા છે, એટલે કે તેઓ પોતાની સામાન્ય ગતિવિધિઓમાં રૂચી લઇ રહ્યા છે- શિકાર કરવો, ક્ષેત્રમાં હરવું-ફરવું, મારણ કર્યા બાદ પોતાના ભોજનની સુરક્ષા કરવી, દીપડા-ઝરખ જેવા અન્ય માંસાહારી પ્રાણીઓનો પીછો કરવો કે પછી તેમની સાથે ઘર્ષણથી બચવું, જંગલમાં પોતાનું ક્ષેત્ર સુનિશ્વિત કરવું, ઝુંડમાં અંદર અંદર લડવું, નર-માદાની જોડીઓ બનવી, પ્રજનન કરવું અને માણસો સાથે કોઈ અણબનાવ ન બનવો. આ બધી બાબતો પ્રોજેક્ટની સફળતા તરફના ડગલા દર્શાવે છે.
એક માદા ચિત્તાએ બચ્ચાને જન્મ આપ્યો ત્યારે અનેક રેકોર્ડ તૂટ્યા અને 75 વર્ષ બાદ આ બન્યું. 6 મહિનાનું તે બચ્ચું અત્યારે સ્વસ્થ છે. તેનો વિકાસ પણ બરાબર રીતે થઇ રહ્યો છે. એક મોટી બાબત જે નોટ કરવા જેવી છે કે અપ્રાકૃતિક કારણોસર ચિત્તાના મૃત્યુ નથી થયા, જેમ કે – શિકાર, તસ્કરી, ઝાળમાં ફસાવવું, ઝેર આપવું, દુર્ઘટના, અંગત લડાઈ જેવી બાબતોથી એક પણ મોત નથી થઇ. સ્થાનિક લોકો ‘પ્રોજેક્ટ ચિત્તા’ને લઈને સહયોગ આપી રહ્યા છે અને તેટલા માટે જ આ સંભવ બન્યું છે.
ચિત્તાઓ લાવવાનો આ કર્મ ચાલતો રહેશે. અનેક વર્ષોમાં જે ભૂલ આપણે વારંવાર કરીને ભારતને ચિત્તાવિહીન કરી નાંખ્યું છે, તે એક ઝાટકે નહીં સુધરે. આ કોઈ ચમત્કારથી નહીં થાય. આ જ કારણ છે કે આવનારા 5 વર્ષો સુધી આફ્રિકાથી ચિત્તા લાવવાનો કર્મ ચાલુ રહેશે. દર વર્ષે 12 ચિત્તા લાવવામાં આવશે. આ એક લાંબી પ્રક્રિયા છે. માત્ર કુનો નેશનલ પાર્ક જ નહીં, અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ વિકસિત કરવામાં આવશે. જેમ કે, મંદસૌર-નીમચનો ‘ગાંધી સાગર વાઈલ્ડલાઈફ સેન્ચુરી’ અને સાગર, દમોહ તેમજ નરસિંહપુરમાં સ્થિત ‘નૌરાદેહી વાઈલ્ડલાઈફ સેન્ચુરી’માં પણ ચિત્તા પ્રસ્થાપિત કરવામાં આવશે.
તેના માટે ગાંધી સાગર WLSમાં કામ ચાલી રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં કવોરંટાઈન અને અન્ય વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવશે. ચિત્તાઓને લઈને રીસર્ચ સેન્ટર અને મેનેજમેન્ટ ટ્રેનીંગ સેન્ટર પણ બનાવવામાં આવશે. એટલે કે, આ પ્રોજેક્ટ લોંગ ટર્મનું લક્ષ્ય લઈને ચાલવામાં આવી રહ્યું છે. ભારત ચિત્તાઓના સંરક્ષણમાં સફળ થશે તો અન્ય દેશો પણ આપણું અનુકરણ કરશે અને ભારતીય વિશેષજ્ઞોની વગ વધશે. કુનો સ્થિત સેસઈપુરામાં કેન્દ્રીય અને મધ્યપ્રદેશના વન્ય જીવન મંત્રાલયોના અધિકારી એક સમારોહમાં સંમેલિત થયા હતા, જ્યાં ‘પ્રોજેક્ટ ચિત્તા’ના 1 વર્ષ પૂર્ણ થવા પર ‘ચિત્તા મિત્રો’ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
‘પ્રોજેક્ટ ચિત્તા’નું 1 વર્ષ: કુનો નેશનલ પાર્કમાં થયું આયોજન
આ ‘ચિત્તા મિત્રો’ ચિત્તાઓની સારસંભાળ કરી રહ્યા છે. અને તેમને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણના પ્રમુખ અને વન તેમજ પર્યાવરણ મંત્રાલયમાં એડીશનલ સેક્રેટરી એસપી યાદવની એક વાતને ધ્યાને લેવી જોઈએ. જેનાથી તે લોકોને જવાબ મળી જશે, જેઓ એમ કહી રહ્યા છે કે ચિત્તા મરી રહ્યા છે બીજા ચિત્તા કેમ લાવવામાં આવી રહ્યા છે, કે પછી જે લોકો ચિત્તાના મીમ બનાવીને લખી રહ્યા છે- ‘હવે બક્ષી દો’ જો ભારતનું વાતાવરણ ચિત્તાઓ માટે એકદમ પ્રતિકુળ હોત તો વિશેષજ્ઞ તેમને અહીં લાવવાની સલાહ જ ન આપતા.
SP યાદવે કહ્યું હતું કે કેવી રીતે દક્ષિણ આફ્રિકાના 9 પ્રયત્નો વિફળ રહ્યા અને 200 ચિત્તાઓના મોત થયા, છેક ત્યારે ચિત્તાઓના સંરક્ષણમાં તેમને સફળતા મળી. વિચારો કે ભારતમાં અત્યારથી જ હો-હા કરવામાં આવી રહી છે. 20 વર્ષ લાગ્યા દક્ષિણ આફ્રિકાને, ત્યારે જઈને તેમણે આ સફળ કરી દેખાડ્યું. હાલ કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા 14 ચિત્તા અને એક બચ્ચું છે. 3 બચ્ચાના મોત વધુ પડતી ગરમીના કારણે થયા છે. દક્ષિણ આફ્રિકાના વિશેષજ્ઞોએ કમ્યુનિકેશન ગેપને લઈને સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ યાદવે તેને નકારતા કહ્યું હતું કે સારસંભાળ અને ઓબ્ઝર્વેશન બરાબર રીતે કરવામાં આવી રહ્યું છે.
ભારતે ‘International Big Cat Alliance’પણ બનાવ્યું છે, તેવામાં ભારત માટે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ છે. એપ્રિલ 2023માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ના 50 વર્ષની સફળતા પર તેની ઘોષણા કરી હતી. વાઘ, સિંહ, બરફના દીપડા, દીપડા, જેગુઆર, પુમા અને ચિત્તા- આ 7 પ્રકારના બિલાડી પ્રજાતિના જીવોના સંરક્ષણ માટે આ આંતરરાષ્ટ્રીય સંગઠન બનાવવામાં આવ્યું હતું. જેમાં 97 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મોટાભાગના એશિયા અને આફ્રિકાના દેશો છે. ભારતે 100 મિલિયન ડૉલરના કોષની સ્થાપના કરવાની સાથે જ તેની શરૂઆત કરી હતી.
ભારતની કંપનીઓ પણ ‘પ્રોજેક્ટ ચિત્તા’માં સહયોગ આપી રહી છે. જેમ કે ‘હીરો મોટોકોર્પ્સ’એ કર્મચારીઓની સુવિધા માટે 50 મોટર બાઈક દાન આપ્યા છે. તેનાથી જે ફ્રંટલાઈન કર્મચારીઓ છે તેમના આવવા જવામાં સુવિધા રહેશે અને તેમના સમયની બચત પણ થશે. તેઓ આ બાઈકના કારણે ઝડપથી મુવમેન્ટ કરી શકશે. ‘પ્રોજેક્ટ ચિત્તા’એ માત્ર ભવિષ્ય માટે જ નથી, પરંતુ સ્થાનિક સમુદાયોને પણ આનો ફાયદો થશે જેના માટે તેને ચાલુ રાખવો જોઈએ. ચિત્તાઓના મૃત્યુ પર જે લોકો ઉજવણી કરી રહ્યા છે કે ભારતને નીચું જોવાનું થયું, તેમને આની સંવેદનાનો અંદાજો નથી.
આટલું જલ્દી નિષ્કર્ષપર પહોંચવું વ્યાજબી નથી, ભારત પણ કરી બતાવશે
એવું નથી કે જે લોકો આલોચના કરી રહ્યા છે તેમાં નાના સ્તરના લોકો જ છે. ભાજપના જ સાંસદ વરુણ ગાંધીએ આને ક્રુરતા જાહેર કરતા કહ્યું હતું કે “આ અસાવધાનીનું સહુથી મોટું પ્રદર્શન છે અને આપણે માત્ર ‘સ્થાનિક પશુ પક્ષીઓ’ના સંરક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.” આ દરમિયાન તેઓ કદાચ ભૂલી ગયા હતા કે ચિત્તા પણ ભારતના સ્થાનીય પશુ રહી ચુક્યા છે. જો તેમ ન હોત તો હિંદુ ધર્મગ્રંથોમાં તેમનો ઉલ્લેખ જ ન હોત.
નવરાત્રી દરમિયાન લગભગ દરેક ઘરમાં સપ્તશતીના પાઠ કરવામાં આવે છે. એ તો આપણે જાણીએ જ છીએ કે સપ્તશતીમાં દેવીના 9 રૂપ જણાવવામાં આવ્યા છે. જેમાં તૃતીય ચંદ્ર ઘંટા છે. તેમનું વાહન ચિતો જ દર્શાવવામાં આવ્યો છે. ચિત્રોમાં પણ તેમને ચિત્તા સાથે બતાવવામાં આવે છે. આ મહાદેવીને અસુરોના નાશ કરવાવાળા માનવામાં આવે છે, તેવામાં ચિત્તા જેવું ચપળ, ઝડપી, સ્ફૂર્તિલા અને શક્તિશાળી તેમજ શિકારમાં નિપુણ પ્રાણી તેમનું વાહન હોય તેમાં કોઈ આશ્ચર્યજનક વાત નથી. તેનાથી તે સાબિત થાય છે કે સનાતનમાં ચિત્તાનું મહત્વ અને ભારતમાં તેમની સારી એવી સંખ્યા હાજર રહી હશે. તેવી જ રીતે અન્ય પ્રાચીન ગ્રંથોમાં પણ ચિત્તાઓનું વર્ણન છે.
One year of Cheetah's return! 🐆🇮🇳
— Bhupender Yadav (@byadavbjp) September 17, 2023
One year ago, Kuno in Madhya Pradesh welcomed back one of India’s apex predators, the Cheetah, lost to habitat loss and hunting.
Join me in commemorating this historic day of Cheetah’s return.
Together, we can ensure they thrive in India… pic.twitter.com/4oElKSCo4D
જે ભારતના વન્ય કર્મચારી છે, તેઓ પણ શીખતા-શીખતા જ શીખશે. પ્રશિક્ષણ અલગ બાબત છે અને અનુભવ અલગ. હાલ કેટલાક ચિત્તાઓને કવોરાંટાઇનમાં જ રાખવામાં આવ્યા છે, જેમને તબક્કાવાર રીતે છૂટાં મૂકવામાં આવશે. આફ્રિકાથી લાવવામાં આવેલા જે ચિત્તા છે, તેમનામાં પહેલાથી જ કોઈ બીમારી હોઈ શકે છે જેની બાદમાં ખબર પડે. પ્રથમ ચિત્તાની મોત જે રોગથી થઇ, તે તેને ત્યાં જ લાગુ પડ્યો હતો. અધિકારીઓ અને વિશેષજ્ઞોએ એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. નવા આવનારા ચિત્તાઓ અને હાલમાં રહી રહેલા ચિત્તાઓને તે મુજબ જ રીલીઝ કરવામાં આવશે.