બે દિવસ પેહલા હું અને મારો એક મિત્ર ફોન પર વાત કરતા હતા અને એમાં ડિસ્કશન પોલિટિક્સ ઉપર ચાલ્યું ગયું. વાતમાંથી વાત નીકળી અને એણે મને કીધું, “એ બધું તો ઠીક, પણ એણે આવું બોલવાની શું જરૂર હતી?” અહીં નૂપુર શર્મા, ભૂતપૂર્વ ભાજપ પ્રવક્તાની વાત થઇ રહી છે. ત્રણેક અઠવાડિયા અગાઉ ટાઈમ્સ નાઉની ડિબેટમાં એણે ઇસ્લામના મુહમ્મદ પયગંબર વિષે કીધું જે ઇસ્લામિક પુસ્તકોમાં પણ લખાયેલું છે. તે છતાં, કટ્ટરપંથીઓની ધાર્મિક લાગણી દુભાઈ અને એમણે ફતવો બહાર પડ્યો કે નૂપુરનું શીશ કલમ કરવું જોઈએ કારણકે એણે નબીની શાનમાં ગુસ્તાખી કરી છે.
મેં મારા મિત્રને કીધું કે નૂપુરે જે કીધું તે ઇસ્લામિક પુસ્તકો માં લખાયેલું છે તો એણે વળતો સવાલ કર્યો કે ‘જરૂર શું હતી?’
આ પ્રશ્નએ મને વિચાર કરતી કરી દીધી કે આજથી થોડા વર્ષો પહેલા મને પણ આવુંજ લાગત કે નૂપુરને બોલવાની જરૂર શું હતી. આપણને સ્કૂલમાં એટલો ‘સેક્યુલર’ શિક્ષણ આપવામાં આવ્યું છે કે આપણે એમજ જાણીએ છીએ કે મુઘલો એ આપણને કેટલો સરસ તાજ મહેલ બનાવી આપ્યો કે પોતાની પત્નીને અઢળક પ્રેમ કરતા હતા શાહજહાં કે તેના મૃત્યુ પર આટલો સુંદર મકરબો બનાવી દીધો. આપણને એ નથી શીખવાડ્યું કે મુઘલ સલતનતએ કેટલા જુલ્મ આચર્યા છે. ધર્માંતરણ અને ઇસ્લામ ધર્મ ન અપનાવવા ઉપર જે અત્યાચારો કર્યા તે આપણને શીખવાડ્યા નથી. આપણને એ નથી કીધું કે આપણા ધાર્મિક સ્થળો, મંદિરોને તોડી ત્યાં મસ્જિદ બનાવ્યા કારણકે મૂર્તિપૂજન એમના માટે હરામ છે અને તે કરવા વાળા હિન્દૂ ‘કાફિર’ છે અને કાફિરોના સર કલમ કરવા માટે તેમની ધાર્મિક પુસ્તકો તેમને હક આપે છે.
આપણને વર્ષોથી એવા ‘બ્રેઇનવોશ’ કરવામાં આવ્યા છે કે ઘણા લોકોને લાગે છે કે બળજબરીથી જે ધર્માંતરણ થાય છે તેને ‘હિન્દુત્વ પ્રોપોગેન્ડા’ કહીને નકારી દેવામાં આવે છે.
એટલે મારા મિત્રએ આવું વિચાર્યું એનાથી મને બહુ આશ્ચર્ય થયું નહીં. લગભગ દેશના 80% લોકોને થતું હશે કે નૂપુરને એવું તો બોલવાની શું જરૂર પડી. ફરીથી હું અહીં કહીશ કે નૂપુર જે બોલી, તે ઇસ્લામિક પુસ્તકોમાં લખાયેલું છે. અને ચાલો, બોલી દીધું એણે, અને તમારી ‘ધાર્મિક લાગણી’ દુભાઈ, તો ભાઈ એને મારી થોડી નાખશો? એનું શિર કલમ કરવાની ઘોષણા થોડી કરશો? એના વિરોધમાં પથ્થરબાજી કરી દંગા ફેલાવશો? નૂપુરે માફી માંગી લીધી તે છતાં તમે દેશને આગ લગાડશો?
એવા તો કેવા તમે વિશેષ લોકો છો કે તમને આટલા છાવરવા પડે? નવાઈની છે તમારી એકલાની ‘ધાર્મિક લાગણી’? જયારે જ્ઞાનવાપી શિવલિંગ મળ્યું અને એને ફુવારો કહી ને મજાક ઉડાવી ત્યારે હિંદુઓએ તો કોઈને મારી નાખવાની ધમકી નથી આપી.
તેની સામે કેટલાય મૌલાનાઓએ નૂપુરનું સર કલમ કરવા માટે ફતવા બહાર પાડ્યા. કાશ્મીરના એક મૌલાનાએ કીધું કે નૂપુર નું માથું ધડ થી એવું જુદું કરવું કે માથું એક જગ્યાએ અને શરીર બીજે મળે. એક વાયરલ વિડિઓમાં 8-10 વર્ષના મુસલમાન બાળકો નૂપુરના ફોટો ઉપર પેશાબ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, ઝારખંડ, દિલ્હી – બધે શુક્રવારની જુમ્મા નમાજ પછી પથ્થરબાજી થઇ રહી છે, હિંસા થઇ રહી છે.
કર્ણાટકના બેલગાંવ સ્થિત મસ્જિદની બહાર નૂપુર નું પૂતળું લટકાવ્યું. આવું જયારે અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાને બળજબરી પૂર્વક સરકાર બનાવી ત્યારે પોતાની ધાક બતાવવા તેમણે જે તેમનો વિરોધ બોલે તેમનું ખૂન કરી તેમની લાશને ક્રેનથી લટકાવી ચાર રસ્તે મૂકતા જેથી કરી ને કોઈ તેમનો વિરોધ કરતા પેહલા સો વાર વિચારે.

આ ભારત છે કે ઇસ્લામિક કટ્ટરપંથીના રાજ વાળું અફઘાનિસ્તાન?
આ કેવી રીતે વ્યાજબી છે?
દુઃખની વાત છે કે આજે પણ લોકો ને એવું લાગે છે કે ‘બ્લાસફેમી’ના નામે દંગા, કોમી રમખાણો અને કોઈને મારી નાખવા ફતવા બહાર પાડવા કરતા વધારે સંગીન ગુનો ‘બ્લાસફેમી’ છે. અને તે પણ એટલા માટે કે ‘સમુદાય વિશેષ’ ના લોકો ની ધાર્મિક લાગણી દુભાઈ એ સાંભળીને જે તેમના ધાર્મિક પુસ્તકોમાં લખાયેલું છે – બસ, એટલે એમનું મન થયું અને દેશમાં આગ લગાવી દીધી.
આમ તો આપણે ‘ફ્રીડમ ઓફ સ્પીચ’ની બહુ વાતો કરીયે છીએ. જયારે જ્ઞાનવાપી શિવલિંગ ઉપર મીમ બન્યા, લોકોએ મજાક ઉડાવી, ત્યારે કેટલાક હિન્દૂઓએ કીધું કે મારો ધર્મ એટલો નબળો નથી કે કોઈના મજાકથી એનું અપમાન થઇ જાય. જે હિંદુઓની ધાર્મિક લાગણી દુભાઈ, તેમને આ જ લોકોએ ‘sensitive’ કહી દીધા. તો પછી બીજો ધર્મ એટલો નબળો છે કે એક મહિલાના શબ્દોથી તેમની ધાર્મિક લાગણી દુભાઈ અને એથી એમણે દેશ બાળ્યો? જો શિવલિંગ ઉપર મજાક ‘ફ્રીડમ ઓફ સ્પીચ’ છે તો નૂપુરને પણ એજ હક હોવો જોઈએ, હેં ને?
મારા મિત્રએ પછી કીધું કે હજી ક્યાં સાબિત થયું છે કે જ્ઞાનવાપીમાં જે મળ્યું તે શિવલિંગ છે? ‘બધા પથ્થરો ને શિવલિંગ કેહતા થોડું ફરાય?’ એણે પૂછ્યું. બરાબર. સાચી વાત. પણ એ વાત પણ સાચી છે કે ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિર તોડ્યું. નંદીજી તે તરફ જોઈ રહ્યા છે જ્યાં શિવલિંગ મળ્યું. ‘તો હવે?’ હવે આપણે આપણો ઇતિહાસ, સંસ્કૃતિ અને મંદિરો પાછા લેવાના છે.
धर्मो रक्षति रक्षितः – ધર્મ તેનું રક્ષણ કરનારની રક્ષા કરે છે