Tuesday, April 16, 2024
More
  હોમપેજમંતવ્યકોંગ્રેસનો 'દિવ્ય' બચાવ: અખબારે SOGના હાથે ચડેલા પ્રદેશકક્ષાના ભાગેડુ નેતાને સામાન્ય નાગરિક...

  કોંગ્રેસનો ‘દિવ્ય’ બચાવ: અખબારે SOGના હાથે ચડેલા પ્રદેશકક્ષાના ભાગેડુ નેતાને સામાન્ય નાગરિક ગણાવ્યો; 2 અહેવાલ આપ્યા પણ એકેયમાં ‘કોંગ્રેસનો ક’ નહીં

  કોંગ્રેસ સાથે અફઝલ લખાનીના સંબંધો જાણવા માટે કોઈ વધુ તપાસની પણ જરૂર નહોતી, તેની પોતાની ફેસબુક અને અન્ય પ્રોફાઈલ પર આ બાબતનું કનફર્મેશન મળી રહે છે. તો વિચારવાનું એ પણ રહે છે કે શું ખરેખર દિવ્ય ભાસ્કર આ બાબતે અજાણ હતું કે તેણે જાણી જોઈને આ આખા ઘટનાક્રમમાં કોંગ્રેસનું નામ છુપાવ્યું છે!!!

  - Advertisement -

  ગત સોમવારે (2 ડિસેમ્બર) જામનગર SOGએ સિક્કા ગામના રહેવાસી અને યુવા કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના આખા ગુજરાત રાજ્યના કન્વીનર એવા ભાગેડુ અફઝલ લખાનીને ઝડપી પાડ્યો હતો. હીરાબાનું અવસાન થયું એ જ દિવસે તેણે સોશિયલ મીડિયા પર PM મોદી અને સ્વ. હીરાબા વિષે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જે બાદ ફરિયાદ નોંધાતા તે ભાગતો ફરતો હતો.

  ભાગેડુ અફઝલ લખાની તો પકડાઈ ગયો અને તેને કોર્ટે 2 દિવસના રિમાન્ડ પર પણ મોકલી દીધો હતો પરંતુ આજે આપણે વાત એ જ વિષયની પરંતુ જુદી બાજુની ચર્ચા કરવી છે.

  30 ડિસેમ્બરથી જ આ આખો ઘટનાક્રમ ગુજરાતમાં ચર્ચાનો વિષય રહ્યો હતો કે કઈ રીતે કોઈ દેશના પ્રધાનમંત્રીના માતાના મૃત્યુના સમયે પોતાના રાજકીય દ્વેષમાં આટલી ખરાબ ટિપ્પણીઓ કરી શકે છે. નેટિઝન્સનું કહેવું હતું કે PMના જ નહિ કોઈના પણ માતાના મૃત્યુ સમયે એવું વર્તન યોગ્ય ન હોઈ શકે. જે બાદ કોંગ્રેસના આ નેતા સામે ખુબ વિરોધ ઉઠ્યો હતો.

  - Advertisement -

  ‘દિવ્ય ભાસ્કરે’ કર્યો કોંગ્રેસનો ‘દિવ્ય બચાવ’

  આ વિષયમાં ગુજરાતના અગ્રણી ગુજરાતી સમાચારપત્ર ‘દિવ્ય ભાસ્કરે‘ પણ આ વિષયમાં 2 અહેવાલો લખ્યા હતા, જે તેમની પ્રિન્ટ અને ડિજિટલ બંને પ્રતોમાં પ્રસિદ્ધ થયા હતા. પરંતુ એમાં એવું તો લખાણ હતું કે જે જોઈને અમે પોતે પણ અચંબિત રહી ગયા હતા!

  સામાન્ય રીતે કોઈ પણ ગુન્હામાં કોઈ રાજકીય પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા અથવા સમર્થકનું નામ આવે તો આ સમાચારપત્ર તે પાર્ટીના નામને અહેવાલમાં જ નહીં પરંતુ પોતાના મથાળામાં પણ સ્થાન આપતું હોય છે, જે તમે અને અમે હમેશા જોયું જ છે. જેથી અમને આશા હતી કે દિવ્ય ભાસ્કરના આ વિષયના અહેવાલમાં પણ ભાગેડુ અફઝલ લખાની કોંગ્રેસનો પ્રદેશકક્ષાનો નેતા છે તેનો જરૂર ઉલ્લેખ આવશે, પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે મથાળું તો જવા દો, આખા આર્ટિકલમાં ક્યાંય પણ દિવ્ય ભાસ્કરે કોંગ્રેસનો ‘ક’ પણ ના લખ્યો, અને ઉલટાનો અફઝલને એક સામાન્ય નાગરિક અને શેરબજારનો ધંધો કરનાર તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

  કોંગ્રેસનેતા અફઝલ પર ફરિયાદ થતા ભાસ્કરનો પહેલો અહેવાલ (1લી જાન્યુઆરી 2023)

  પહેલી જાન્યુઆરી 2023ના રોજ દિવ્ય ભાસ્કરે પોતાની ડિજિટલ સાઈટ પર આ વિષયનો પહેલો અહેવાલ આપ્યો હતો. અમે વારંવાર આ અહેવાલ વાંચ્યો અને કન્ફર્મ કર્યું તો જાણવા મળ્યું કે આખા અહેવાલમાં કોઈ પણ જગ્યાએ આ ભાગેડુ અફઝલ લખાની કોંગ્રેસનો નેતા છે એવો ઉલ્લેખ જોવા નહોતો મળ્યો. આપ સૌ પણ ચકાસી શકો તે માટે અમે એ આર્ટિકલની લિંક સાથે સાથે તેના હાલ જ પડેલા સ્ક્રીનશોટ પણ સાથે જોડી રહ્યા છીએ.

  નોંધનીય છે કે 2જી જાન્યુઆરી 2023ના રોજ ઑપઇન્ડિયાએ પણ આ વિષયમાં પોતાનો પહેલો અહેવાલ આપ્યો હતો. અમે અમારા વાચકોને અધૂરી અને ભૂલભરેલી માહિતી આપવા નહોતા માંગતા એટલે અમે પહેલા આખા સમાચારની અમારા સૂત્રો પાસેથી તપાસ કરાવી અને સાથે જ તે ભાગેડુ અફઝલ લખાનીની આખી કર્મકુંડળી આપ સમક્ષ મૂકી હતી.

  કોંગ્રેસનેતા અફઝલની ધરપકડ થતા ભાસ્કરનો બીજો અહેવાલ (3જી જાન્યુઆરી 2023)

  હવે જયારે 2જી તારીખે મોડી રાતે જામનગર SOGએ સફળતાપૂર્વક કોંગ્રેસના ભાગેડુ અફઝલ લખાની ઝડપી પડ્યો હતો તે બાદ 3જી તારીખે પણ દિવ્ય ભાસ્કરે પોતાના બંને માધ્યમો દ્વારા પોતાનો બીજો અહેવાલ આપ્યો હતો.

  પહેલાં અહેવાલ બાદ અફઝલની ખરાઈ જ્યારે સમગ્ર સોશિયલ મીડિયામાં થઇ ગઈ હોય ત્યારે કોઈને પણ એવી ખાતરી હોય કે સમાચારપત્રને હવે તો સમય મળ્યો હશે વિષયની પુરી તપાસ કરીને માહિતી મેળવવાનો જેથી તે પોતાના પહેલા અહેવાલની ભૂલ અહીં સુધારી શકે, પરંતુ ડિજિટલ અને પ્રિન્ટ બંને માધ્યમો પરનો તેમનો બીજો અહેવાલ પણ પહેલા અહેવાલની જેમ આરોપી કોંગ્રેસનો પ્રદેશકક્ષાનો નેતા હતો એ બાબતે ઢાંકપિછોડો કરતો જોવા મળ્યો હતો.

  અહીં પણ દિવ્ય ભાસ્કરે કોંગ્રેસના ભાગેડુ નેતા અફઝલ કાસમભાઈ લખાનીનો કોંગ્રેસ સાથેનો કોઈ સંબંધ તો ના જ બતાવ્યો, ઉલટું તેને એક શેરબજારનો ધંધો કરતો સામાન્ય માણસ તરીકે ખપાવીને બચી જવાનો પ્રયાસ પણ કર્યો હતો.

  દિવ્ય ભાસ્કરના સમાચારપાત્રમાં આવેલ બીજો અહેવાલ

  ઑપઇન્ડિયાએ પણ 3જી તારીખના રોજ જ આ વિષયમાં પોતાનો બીજો અહેવાલ આપ્યો હતો અને સાથે અમારી તપાસમાં આ અફઝલ વિષે જે વધુ જાણકારીઓ મળી હતી તે પણ ઉમેરી હતી.

  જાણો કોણ છે કોંગ્રેસનો આ કુખ્યાત નેતા અફઝલ લખાની

  અમારી તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ આ હિંદુદ્વેષી અફઝલને કોંગ્રેસે યુવા કોંગ્રેસ માટે સમગ્ર ગુજરાતનો સોશિયલ મીડિયા કન્વીનર બનાવ્યો હતો. આ બાબતે યુથ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર આઈડીથી જાહેરાત પણ કરવામાં આવી હતી.

  યુથ કોંગ્રેસના સત્તાવાર આઇડીથી થયેલ ઘોષણા

  જયારે અમે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ અફઝલ કોઈ નવો-નવેલો કોંગ્રેસમાં જોડાયેલો નથી. તે વર્ષોથી કોંગ્રેસમાં છે અને આ પહેલા પણ કોંગ્રેસમાં અનેક જવાબદારી નિભાવી ચુક્યો છે. 2017માં પણ તેને કોંગ્રેસમાં પ્રદેશકક્ષાની જવાબદારી મળી ચૂકેલ છે. ત્યારે તેને ગુજરાત કોંગ્રેસ વિચાર વિભાગનો પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો.

  આ કોંગ્રેસનેતા શરૂઆતથી જ હિંદુદ્વેષી રહ્યો છે

  ગત વર્ષના મે મહિનામાં જયારે જ્ઞાનવાપી વિવાદિત માળખાના વજુખાનામાંથી ભગવાન મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું ત્યારે પણ આ અફઝલે શિવલિંગ અને તેના દ્વારા હિંદુઓના આરાધ્ય ભગવાન શિવનું અપમાન કર્યું હતું અને સમાચારોમાં આવ્યો હતો.

  અફઝલ લખાનીએ ત્યારે થાળી અને પ્યાલાનો ફોટો મુકીને તેને શિવલિંગ સાથે સરખાવીને હિંદુઓની લાગણીઓનું અપમાન કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી.

  આમ, લાંબા સમયથી કોંગ્રેસમાં પ્રદેશકક્ષાના હોદ્દાઓ પર રહેલા એક વ્યક્તિને ગુજરાતનું એક અગ્રણી ગણાતું અખબાર કઈ રીતે એક સામાન્ય નાગરિક ગણાવી રહ્યું છે તે હજુ અમારી તો સમજની પરે છે.

  કોંગ્રેસ સાથે અફઝલ લખાનીના સંબંધો જાણવા માટે કોઈ વધુ તપાસની પણ જરૂર નહોતી, તેની પોતાની ફેસબુક અને અન્ય પ્રોફાઈલ પર આ બાબતનું કનફર્મેશન મળી રહે છે. તો વિચારવાનું એ પણ રહે છે કે શું ખરેખર દિવ્ય ભાસ્કર આ બાબતે અજાણ હતું કે તેણે જાણી જોઈને આ આખા ઘટનાક્રમમાં કોંગ્રેસનું નામ છુપાવ્યું છે!!!

  આ અહેવાલમાં મેઘલસિંહ પરમારના અગત્યના ઇનપુટ સંમેલિત છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં