તાજેતરમાં બ્રિટન, કેનેડા અને ઑસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની માન્યતા આપી છે. ફ્રાન્સ પણ ટૂંક સમયમાં માન્યતા આપવા માટેની તૈયારી કરી રહ્યું છે. જોકે, આ ઘટનાઓના પગલે હવે ઇઝરાયેલી વડા પ્રધાન નેતન્યાયાહુનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે પેલેસ્ટાઇનને રાજ્ય તરીકે દરજ્જો આપનારા દેશોનો વિરોધ કર્યો છે.
તેમણે નિવેદનમાં કહ્યું છે કે, “કોઈ પેલેસ્ટાઇન રાજ્ય નહીં હઔ. અમારા દેશના હ્રદય પર, અમારા પર એક આતંકવાદી રાજ્યને થોપવાના તાજેતરના પ્રયાસોનો જવાબ હું અમેરિકાથી આવીને આપીશ.” તેમણે 7 ઑક્ટોબરના આતંકી હુમલા બાદ પેલેસ્ટાઇનને માન્યતા આપી રહેલા વૈશ્વિક નેતાઓને કહ્યું છે કે તેઓ આતંકવાદને ખૂબ મોટું ઈનામ આપી રહ્યા છે.
Prime Minister Benjamin Netanyahu:
— Prime Minister of Israel (@IsraeliPM) September 21, 2025
"I have a clear message to those leaders who are recognizing a Palestinian state after the horrendous October 7 massacre: You are rewarding terror with an enormous prize.https://t.co/4YmFyzC68S
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “આવું થઈ શકશે નહીં. યરદન નદીના પશ્ચિમમાં કોઈ પેલેસ્ટિયન રાજ્ય નહીં હોય. વર્ષોથી મેં તે આતંકી રાજ્યના નિર્માણને રોકી રાખ્યું છે. ઘરેલુ અને વિદેશી દબાણો હોવા છતાં આવું થવા નથી દીધું. આ અમે દ્રઢ સંકલ્પ અને કૂટનીતિના કૌશલ્ય સાથે કર્યું છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “તે સિવાય, અમે યહૂદી વસ્તીને યહૂદા અને સામરિયામાં બે ગણી કરી છે અને અમે આ રસ્તા પર ચાલતા રહીશું. અમારા દેશના હ્રદય પર એક આતંકી રાજ્ય થોપવાના તાજેતરના પ્રયાસોનો ઉત્તર હું અમેરિકાથી આવીને આપીશ. રાહ જુઓ.”

