મહારાષ્ટ્રના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યા બાદ બિહારના પૂર્ણિયાથી સાંસદ પપ્પુ યાદવે X પર લખ્યું હતું કે, કાયદો અનુમતિ આપે તો તેઓ 24 કલાકની અંદર લૉરેન્સ ગેંગની ખતમ કરી નાખશે. હવે તેમની પત્નીએ જ તેમના આ નિવેદનથી કિનારો કરી લીધો છે.
પપ્પુ યાદવનાં પત્ની અને કોંગ્રેસનાં રાજ્યસભા સાંસદ રંજીત રંજને કહ્યું કે, તેમને કે પરિવારને પપ્પુ યાદવના નિવેદનો સાથે કશું જ લાગતું-વળગતું નથી.
पप्पू यादव और उनकी पत्नी कांग्रेस सांसद रंजीत रंजन हुए अलग !
— Prashant Umrao (@ippatel) October 30, 2024
रंजीत रंजन ने कहा- ‘उनका और उनके बच्चों का पप्पू यादव से कोई संबंध नहीं, 2 साल से अलग रह रहे।’
रंजीत रंजन ने विश्नोई पर पप्पू के बयान से स्वयं को अलग किया। pic.twitter.com/F4WTZyINcy
તેમણે કહ્યું, “પપ્પુજી અને મારું રાજનીતિક કરિયર અલગ-અલગ છે અને અમારી વચ્ચે મતભેદ પણ છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી અમે અલગ પણ રહીએ છીએ. તેમણે જે નિવેદન આપ્યું છે તેનાથી મને કે બાળકોને કશું જ લાગતું-વળગતું નથી.”
તેમણે આ ઘટનાક્રમને કાયદો-વ્યવસ્થાનો મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે, જે કરશે એ સરકારે કરવાનું છે પરંતુ પરિવારને પપ્પુ યાદવના આ નિવેદન સાથે કોઈ સંબંધ નથી.
નોંધવું જોઈએ કે પપ્પુ યાદવે ઉત્સાહમાં આવીને આ ફાંકા તો મારી દીધા હતા પરંતુ પછીથી લૉરેન્સ ગેંગમાંથી કથિત રીતે તેમને ધમકીભર્યો ફોન આવતાં તેમણે તરત સરકાર સમક્ષ સુરક્ષાની પણ માંગ કરી દીધી હતી.