GST કૌભાંડ મામલે પકડાયા બાદ અમદાવાદના ‘ધ હિન્દુ’ના ‘પત્રકાર’ મહેશ લાંગા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેણે કોર્ટ દ્વારા આપવામાં આવેલા ન્યાયિક કસ્ટડીના નિર્યણને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે હવે અચાનક તેમણે પોતાની અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચી લીધી છે.
GST કૌભાંડ કેસ મામલે મહેશ લાંગાને 10 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો મેજિસ્ટ્રેટનો નિર્ણય હતો, આ નિર્ણયને પડકારતા લાંગાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. પરંતુ હવે તેણે અરજી પરત ખેંચી લીધી છે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેને આ માટેની મંજૂરી પણ આપવામાં આવી હતી.
BREAKING – The Hindu journalist Mahesh Langa withdraws his plea challenging the magistrate's decision to remand him to police custody for ten days in the Goods and Services Tax (GST) fraud case. #Gujarat High Court allows withdrawal. pic.twitter.com/L3GKAU4KWb
— Bar and Bench (@barandbench) October 14, 2024
નોંધનીય છે કે મહેશ લાંગાની ધરપકડ નકલી કંપની બનાવીને GST કૌભાંડ આચરવા મામલે થઈ છે. GST વિભાગે ઠેરઠેર દરોડા પાડ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક મહેશ લાંગા છે. હાલ તે અંગે તપાસ ચાલી રહી છે.