Thursday, December 5, 2024
More

    ગૂગલ મેપના ભરોસે અર્ધનિર્મિત બ્રિજ પર હાંકી મૂકી કાર, નીચે ખાબકતાં ત્રણના મોત!

    યુપીના બદાયુંના સમરેરથી ફરીદપુરને જોડવા માટે બનાવેલા રામગંગાના અધૂરા પુલ પરથી કાર ખાબકતા ત્રણ લોકાના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ગૂગલ મેપના લોકેશનની મદદથી જઈ રહેલા સિક્યોરિટી કંપનીના ત્રણ કર્મચારીઓ કૌશલ, વિવેક અને અમિતની કાર રવિવારે (24 નવેમ્બર) સવારે બદાયું તરફથી ચઢીને પુલથી નીચે ખાબકી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.

    મૃતકોમાં બે સગા ભાઈ હતા. સવારે માહિતી મળતા બે જિલ્લાની પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય એક લગ્નમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા સમયે તેમણે ગૂગલ મેપની મદદ લીધી. ગૂગલ મેપે અડધા બનેલા પુલનો રસ્તો બતાવ્યો હતો. દરમિયાન જ ગાડી સ્પીડમાં આગળ વધી અને નીચે ખાબકી ગઈ.