પાકિસ્તાનના પેશાવરમાં ફરી એક હુમલો થયો છે, જેમાં 38 લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય રહ્યું છે. જ્યારે ત્રીસેક જેટલા લોકોને ઈજા પણ પહોંચી હતી.
આ ગતના પેશાવરના એક ગ્રામ્ય વિસ્તારમાં બની હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. અજાણ્યા બંદૂકધારીઓએ એક પેસેન્જર વેહિકલ પર હુમલો કરી દીધો હતો, જેમાં નાગરિકો સવાર હતા.
ગોળીબારના કારણે 38 લોકોનાં મોત થયાં, જ્યારે 29 વ્યક્તિઓને ઈજા પહોંચી. જેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ મૃતકોનો આંકડો વધવાની સંભાવના છે.
હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનના આ જ પ્રદેશમાં એક ફિદાયીન હુમલો થયો હતો, જેમાં પાકિસ્તાની સેનાના 10 માણસો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 7ને ઈજા પહોંચી હતી.
પાકિસ્તાન આતંકવાદીઓને અને આતંકવાદને પોષવા માટે કુખ્યાત છે. પરંતુ હવે આ સાપ તેને જ દંશ ભરી રહ્યો છે.