Sunday, April 14, 2024
More
  હોમપેજવગેરે...સ્પોર્ટ્સCSKએ જીતી ટ્રોફી, રિવાબાએ જીત્યાં દિલ: IPL ફાઇનલમાં ભારતીય પરિધાનમાં પહોચ્યાં રવિન્દ્ર...

  CSKએ જીતી ટ્રોફી, રિવાબાએ જીત્યાં દિલ: IPL ફાઇનલમાં ભારતીય પરિધાનમાં પહોચ્યાં રવિન્દ્ર જાડેજાનાં પત્ની, નેટીઝન્સ કરી રહ્યા છે ચાર મોઢે વખાણ

  @MehulGohil_ નામના યુઝરે ટ્વીટર પર યુગલનો ફોટો શેર કરતા લખ્યું હતું, "સર રવિન્દ્ર જાડેજા એ મેચ જીતાડી પણ, રિવાબા જાડેજા એ ગુજરાતીઓના દિલ જીતી લીધા !! માન, મર્યાદા , મોભો , સંસ્કાર.... જય માતાજી"

  - Advertisement -

  ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ CSKને ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2023 જીતવામાં મદદ કરી હતી. જેમાં છેલ્લા 2 બોલમાં 10 રન મારીને જાડેજાએ CSKને ટ્રોફી જીતાડી હતી. જે બાદ તેમના પત્ની રિવાબા જાડેજા જયારે મેદાન પર આવી પહોંચ્યા અને જે દ્રશ્યો સર્જાયા એ હજુ સુધી સોશિયલ મીડિયા પર જાતજાતની ચર્ચાઓનું કેન્દ્ર બની રહ્યા છે.

  ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર, રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ IPL ફાઇનલમાં હાજરી આપી હતી અને તેમની પુત્રી નિધ્યાના જાડેજા સાથે સ્ટેન્ડ પરથી તેમના પતિ માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. રિવાબા જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેમાંથી કેટલાક સ્નિપેટ્સ શેર કર્યા હતા.

  પરંતુ રિવાબા જાડેજા સૌના ધ્યાનનું કેન્દ્ર ત્યારે બન્યા જયારે CSKના વિજય બાદ તેઓ મેદાનમાં પોતાના પુત્રી સાથે આવી રહ્યા હતા પતિ રવિન્દ્ર જાડેજાને અભિનંદન આપવા માટે. તેઓ જેવા જાડેજા પાસે પહોંચ્યા એવા તરત તેમના પગે લાગ્યા અને બાદમાં હસતા મોઢે બંને એકબીજાના ગળે મળ્યા હતા. આ આખા પ્રસંગમાં એક ક્ષણ એવો પણ આવ્યો કે જયારે રિવાબાની આંખમાંથી ખુશીના આંસુ પણ નીકળવા માંડ્યા હતા.

  - Advertisement -

  સોશિયલ મીડિયા પર લોકોએ એ વાતને લઈને રિવાબા જાડેજાને વધાવી લીધા હતા કે તેઓએ સાંસ્કૃતિક ભારતીય પરિધાન એવી સાડી પહેરી હતી. સાથે જ ક્ષત્રિય પરંપરા અનુસાર જયારે તેઓ પોતાના પતિના આશીર્વાદ લે છે એ ક્ષણને પણ લોકોએ ખુબ વધાવી હતી. નેટિઝન્સે આ બાબતે ખુબ રિએક્શન આપ્યા હતા.

  @MehulGohil_ નામના યુઝરે ટ્વીટર પર યુગલનો ફોટો શેર કરતા લખ્યું હતું, “સર રવિન્દ્ર જાડેજા એ મેચ જીતાડી પણ, રિવાબા જાડેજા એ ગુજરાતીઓના દિલ જીતી લીધા !! માન, મર્યાદા , મોભો , સંસ્કાર…. જય માતાજી”

  @VedantTrivedi10 એ પણ ભારતીય સંસ્કૃતિને ટાંકીને લખ્યું હતું કે, “આ માત્ર રાજપૂત માટે ગૌરવ નહીં સમગ્ર ભારત માટે છે.. આ વાત બાપુ ની નહીં રિવાબા ની છે . લોકો કહે જેવો મંચ અને જેવા લોકો એ રીતે તૈયાર થવું. પણ અહીંયા તો વિશ્વ ના આ મોટા મંચ પર સંસ્કૃતિ અને આદર્શ ને પ્રસ્થાપિત કરતા રિવાબા જાડેજા. ધન્ય છે ભારતીય સંસ્કૃતિ”

  રિવાબાનો રવિન્દ્ર જાડેજાને પગે લાગતો વિડીયો શેયર કરીને @Gareeboo નામના એકાઉન્ટ લખ્યું હતું કે આજે જાડેજાની સાથે સાથે રિવાબાએ પણ દિલ જીતી લીધું.

  શ્રવણ બિશ્નોઇ નામના યુઝરે લખ્યું હતું, “ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં ઓતપ્રોત રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબા! સનાતન સંસ્કૃતિનું ગૌરવ અને શાન જાળવીને જાડેજા પરિવાર, રીવાબાએ ભારતીય પરંપરા મુજબ માથું સાડીથી ઢાંકીને પતિના આશીર્વાદ લીધા”

  આ સિવાય પણ આ જ પ્રકારની અઢળક ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં જોવા મળી હતી જ્યાં લોકો રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાને બિરદાવી રહ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં