Sunday, May 19, 2024
More
  હોમપેજદેશઅયોધ્યામાં સાતમા દીપોત્સવને ભવ્ય બનાવવાનું યોગી સરકારનું આયોજન: આ વર્ષે 21 લાખ...

  અયોધ્યામાં સાતમા દીપોત્સવને ભવ્ય બનાવવાનું યોગી સરકારનું આયોજન: આ વર્ષે 21 લાખ દીવડા પ્રગટાવીને નોંધાવશે રેકોર્ડ, ગયા વર્ષે 15 લાખથી વધુ દીપ પ્રગટાવી સર્જ્યો હતો વિશ્વવિક્રમ

  દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તર પ્રદેશની યોગી સરકાર અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક દીપોત્સવની ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત 'રામ કી પૈડી' સહીત આખા અયોધ્યામાં 21 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

  - Advertisement -

  અયોધ્યા સાતમા દીપોત્સવમાં યોગી સરકાર 21 લાખ દીવડા પ્રગટાવીને ફરી એક વાર નવો વિક્રમ સ્થાપવાની તૈયારીઓ કરી રહી છે. આ વખતનો દીપોત્સવ ઐતિહાસિક સાથે વિશ્વ સ્તરે નવા રેકોર્ડ સ્થપાય તેવો રહેશે. આ સાથે જ રામમંદિર નિર્માણ સમિતિ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ બાદ લોકો ઘરે બેઠા આ દીપોત્સવમાં જોડાય તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના પત્ર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  મળતી માહિતી અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તર પ્રદેશની યોગી સરકાર અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક દીપોત્સવની ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત ‘રામ કી પૈડી’ સહીત આખા અયોધ્યામાં 21 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્ષ 2017થી દર વર્ષે ઉજવવામાં આવતા આ દીપોત્સવને ખુબ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે અયોધ્યા સાતમાં દીપોત્સવમાં યોગી સરકાર 21 લાખ દીવડા પ્રગટાવીને દર વર્ષની જેમ જ નવો વિક્રમ સર્જવાની તૈયારી કરી રહી છે.

  ઉલ્લેખનીય છે કે આ વર્ષે યોજાનાર દીપોત્સવને લઈને એક વર્ચ્યુઅલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પ્રદેશ પર્યટનના મુખ્ય સચિવ મુકેશ મેશ્રામ દ્વારા કરવામાં આવી હતી, જેમાં અયોધ્યાના ડીવીઝનલ કમિશનર ગૌરવ દયાલ, ડીએમ નીતીશ કુમાર તેમજ ક્ષેત્રીય પ્રયત્ન અધિકારી આરપી યાદવ સહીત પ્રશાસનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ બેઠકમાં રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા દ્વારા પર્યટન સચિવને લખવામાં આવેલા પત્ર પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પત્રમાં મિશ્રાએ સાતમાં દીપોત્સ્વને વર્ચ્યુઅલ રીતે પણ મનાવવામાં આવે તે માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેના પર ચર્ચા બાદ ઉત્સવને વર્ચ્યુઅલ રીતે પણ માનવીને વધુમાં વધુ લોકોને જોડવાનો નિર્ણય લેવાયો હતો.

  - Advertisement -

  ગયા વર્ષે 15.76 લાખ દીવડા પ્રગટાવીને નોંધાયો હતો રેકોર્ડ

  ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં છેલ્લા 6 યોજાતા આ દીપોત્સ્વમાં દર વર્ષે એક નવો વિક્રમ સ્થાપવામાં આવે છે. વર્ષ 2017માં 1,87,213, દીવડાઓ સાથે દીપોત્સ્વની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ ગયા વર્ષે દીવડાની સંખ્યા 15.76 લાખ પહોંચતા ફરી એક વખત રેકોર્ડ તોડીને ‘ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં નામ અંકિત થયું હતું. પીએમ મોદી પણ ગયા વર્ષે દીપોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

  ‘રામ કી પૈડી’ પર એકસાથે 15.76 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા બાદ અયોધ્યાએ પોતાનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું હતું. એકસાથે આટલી સંખ્યામાં તેલના દીવાનું પ્રદર્શન થયું હોય તેવી આ વિશ્વની પ્રથમ ઘટના હતી. ત્યારે હવે આ વર્ષે અયોધ્યા ખાતે સાતમાં દીપોત્સવમાં યોગી સરકાર 21 લાખ દીવડા પ્રગટાવીને નવો વિક્રમ સર્જવ જઈ રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં