Saturday, April 27, 2024
More
    હોમપેજદેશએકને છાતીમાં અને એકને માથામાં મારી ગોળી, કોઠારી બંધુઓનું રામ મંદિર માટે...

    એકને છાતીમાં અને એકને માથામાં મારી ગોળી, કોઠારી બંધુઓનું રામ મંદિર માટે અમર બલિદાન: બહેન આજે પણ બંનેની સ્મૃતિમાં કરી રહી છે સેવા

    “મારા બંને ભાઈઓ હવે રહ્યા નથી. આ મારું અંગત દુ:ખ છે જે જીવનભર રહેશે, પણ ભગવાન રામનું મંદિર બનતું જોઈને હું ખૂબ જ ખુશ છું. આ ખુશી સમગ્ર દેશ અને દુનિયાના હિંદુ સમાજની છે."- પૂર્ણિમા કોઠારી

    - Advertisement -

    અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ રામલલા તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થઇ ગયા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ પ્રાણપ્રતિષ્ઠાથી ભાવુક બનેલા લાખો ભક્તોએ અયોધ્યા તરફ દર્શન માટે પ્રયાણ કર્યું છે. આ અવસર પર દેશ અને દુનિયાનો હિંદુ સમાજ એવા કારસેવકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે જેઓએ મુગલથી મુલાયમ કાળ સુધી ચાલેલા સંઘર્ષમાં રામના નામે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. રામ મંદિર માટે નામી અને અનામી બલિદાનીઓમાં, કોઠારી બંધુઓનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે.

    OpIndiaએ બલિદાની કારસેવકો રામકુમાર અને શરદ કોઠારીના બહેન પૂર્ણિમા સાથે મુલાકાત કરી હતી, અને તેઓની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે બહેન પૂર્ણિમા કોઠારીને પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનીને તે ખૂબ જ ખુશ છે. હાલમાં તેઓ તેમના સાથીદારો સાથે અયોધ્યાના ટેઢી બજાર પાસે કેમ્પ લગાવીને દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓની સેવા કરી રહ્યા છે. ફક્ત મંદિરમાં આવતા ભક્તોની જ નહિ, પરંતુ વ્યવસ્થામાં મુકાયેલા પોલીસ કર્મચારીઓને પણ સ્વ-ખર્ચે ચા-નાસ્તો કરાવી રહ્યા છે. આ સમગ્ર શિબિર ‘રામ શરદ કોઠારી સ્મૃતિ મંચ’ના બેનર હેઠળ યોજવામાં આવી રહી છે.

    મૂળ રાજસ્થાનના, ધંધાના કારણે કોલકાતામાં સ્થાયી થયા

    - Advertisement -

    પૂર્ણિમા કોઠારીએ જણાવ્યું કે, કોઠારી પરિવાર મૂળ રાજસ્થાનના બિકાનેરનો છે. પૂર્ણિમાના પિતા યુવાનીમાં વ્યવસાય અર્થે પશ્ચિમ બંગાળ ગયા હતા. જ્યાં તેમણે એક નાનકડો લોખંડનો પ્લાન્ટ ખોલ્યો. તે જ પરીવારના ગુજરાનનું એક માત્ર સાધન હતું. સમય જતા તેઓ ત્રણ બાળકોનો પિતા બન્યા. જેમાં રામકુમાર અને શરદ નામના 2 દીકરો અને પૂર્ણિમા નામની દીકરીનો સમાવેશ થાય છે. શરદ અને રામકુમાર તેઓના સ્નાતકના અભ્યાસ દરમિયાન પિતાને વ્યવસાયમાં મદદ કરતા હતા. પૂર્ણિમા અભ્યાસની સાથે માતાને ઘરકામમાં મદદ કરતા હતા.

    કિશોરાવસ્થામાં બજરંગ દળમાં જોડાયા હતા.

    પૂર્ણિમા કોઠારીએ OpIndiaને જણાવ્યું કે હિંદુ સંગઠનમાં જોડાનાર પ્રથમ પેઢી તેમના બલિદાની ભાઈઓ જ હતા. રામકુમાર અને શરદનું પ્રારંભિક શિક્ષણ મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં થયું હતું. અહીં બંને ભાઈઓ વિદ્યા ભારતી સંચાલિત ભારત ભારતી સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. ‘ભારત ભારતી વિદ્યાલય’ના શિક્ષણથી પ્રભાવિત થઈને બંને ભાઈઓએ કોલકાતામાં ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (RSS)ની શાખાઓમાં જવાનું શરૂ કર્યું. રામકુમાર અને શરદ તેમના પિતરાઈ ભાઈને તેમની સાથે શાખામાં લઈ જતા અને અભ્યાસ અને વ્યવસાય પછી ખાલી સમયમાં ધર્મનો પ્રચાર કરતા.

    માતા-પિતા પોતે અયોધ્યા જવા માટે ટ્રેનમાં ચડી ગયા

    પૂર્ણિમાએ જણાવ્યું કે, જ્યારે 1990માં અયોધ્યામાં કારસેવાની ઘોષણા કરવામાં આવી ત્યારે રામકુમાર અને શરદ ત્યાં જવાની તૈયારી કરવા લાગ્યા. પરીવારને પણ બંને ભાઈઓએ મનાવી લીધો હતો. નાનપણથી સાથે હોવાથી બંને ભાઈઓ દરેક જગ્યાએ સાથે જ જતા હતા. આખરે  22 ઓક્ટોબર 1990ના રોજ, રામકુમાર અને શરદ કોઠારી અયોધ્યા જવા માટે ટ્રેનમાં ગયા. પૂર્ણિમાના કહેવા પ્રમાણે, તેના માતા-પિતા તેમના બે પુત્રોને મૂકવા માટે રેલવે સ્ટેશન ગયા હતા.

    પોલીસે તેને પાણી માંગવાના બહાને ગોળી મારી હતી

    પૂર્ણિમા કોઠારીએ જણાવ્યું કે, તેઓને ઘટનાની જાણકારી 2 નવેમ્બર, 1990ના રોજ અયોધ્યાના સ્થળ પર હાજર એક પત્રકાર દ્વારા મળી હતી. ત્યારબાદ કોઠારી ભાઈઓ અન્ય કાર સેવકો સાથે લાલ કોઠી પાસેના એક મકાનમાં છુપાઈ ગયા હતા. આ દરમિયાન એક મુસ્લિમ અધિકારીનું નામ લેવામાં આવી રહ્યું હતું. જે રામ ભક્તો સાથે ખૂબ જ ક્રૂર વર્તન કરી રહ્યો હતો. જે ઘરમાં રામકુમાર અને શરદ છુપાયેલા હતા ત્યાં થોડી વાર પછી ઘરના દરવાજા પર ટકોરા પડવા માંડ્યા. જ્યારે કોઈએ બહારથી પાણી મંગાવ્યું ત્યારે 19 વર્ષના શરદને લાગ્યું કે કદાચ કોઈ કારસેવક બહાર અટવાઈ ગયો હશે.

    ઘટના વિશે જણાવતા પૂર્ણિમાએ કહ્યું કે, શરદે એવા ભ્રમમાં દરવાજો ખોલ્યો કે પાણી માંગનાર વ્યક્તિ કારસેવક છે. પરંતુ બહાર પોલીસ ઉભી હતી.પોલીસે શરદને કોલરથી પકડીને બહાર ખેંચ્યો અને ઘસેડતા જઈને રસ્તા પર લઇ ગયા. અહીં શરદને છાતીમાં ક્રુરતા પૂર્વક ગોળી મારી દેવામાં આવી, ગોળી વાગવાથી શરદ પીડાથી કણસી રહ્યો રહ્યા. નાના ભાઈને આમ પીડામાં જોઈને 23 વર્ષના રામકુમારથી રહેવાયું નહી અને તે પણ બહાર નીકળી ગયા. પોતાના ભાઈને વધુ ગોળીઓથી બચાવવા માટે રામકુમાર શરદ પર સૂઈ ગયા. આ દરમિયાન જ નજીકમાં ઉભેલા પોલીસ જવાને રામકુમાર કોઠારીના માથા નજીક બંધુક ગોઠવી બંદૂકમાંથી ફાયરિંગ કરી નાખ્યું. એક જ જગ્યાએ નાના અને મોટા ભાઈએ રામ મંદિર માટે બલિદાન આપ્યું.

    અંતિમ સંસ્કાર અયોધ્યામાં જ થયા હતા

    આ પ્રસંગ કહેતા પૂર્ણિમા કોઠારી ભાવુક થઇ ગયા. આગળ એમણે જણાવ્યું કે 1 નવેમ્બર, 1990ના રોજ તેમના ભાઈઓએ અયોધ્યાથી તેમના ઘરની નજીકની લેન્ડલાઈન પર ફોન કર્યો હતો. ત્યારે તેઓએ પોતે સુરક્ષિત હોવાનું જણાવી, ટૂંક સમયમાં પાછા ફરવાનું વચન આપ્યું. 2 નવેમ્બર, 1990 ના રોજ બંને ભાઈઓના બલિદાન થયાના થોડા સમય પછી તેમના સંગઠનના સાથી સભ્યોએ ફોન પર પૂર્ણિમાને જાણ કરી. જોકે, પૂર્ણિમાએ તેની માતાને ભાઈઓના બલિદાન વિશે બીજા દિવસે 3 નવેમ્બરના રોજ જણાવ્યું. કોલકાતાથી અયોધ્યા આવ્યા બાદ પરિવારના સભ્યોએ બંને રામભક્ત ભાઈઓના અંતિમ સંસ્કાર અયોધ્યામાં કર્યા હતા.

    માતા-પિતા પણ ગુજરી ગયા, હવે ધંધો પણ બંધ

    બંને પુત્રોએ એકસાથે બલિદાન આપ્યા બાદ તેના માતા-પિતા માનસિક રીતે વ્યથિત રહેતા હતા. આખરે 16 જાન્યુઆરી 2002ના રોજ પૂર્ણિમાના પિતાનું પણ અવસાન થયું. આવી સ્થિતિમાં ઘરમાં માત્ર પૂર્ણિમા અને તેની માતા જ રહી ગયા હતા. પૂર્ણિમાએ લગ્ન કર્યા અને હવે તે એક પુત્રીની માતા છે. રામ મંદિરની રાહ જોતા પૂર્ણિમાની માતાનું પણ 2016માં મૃત્યુ થયું હતું. જોકે, અંતિમ સમયમાં તેઓએ એ આશ સાથે દેહ છોડ્યો હતો કે નરેન્દ્ર મોદી આજે નહીં તો કાલે રામ મંદિર ચોક્કસ બનાવશે. કોઠારી પરિવારની આજીવિકા સમાન લોખંડની ફેક્ટરી પણ કોરોનાના સમયમાં બંધ થઇ ગઈ. હાલ પૂર્ણિમાની પુત્રીની નોકરીથી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે.

    ભાઈનું દુ:ખ અંગત છે, પણ રામ મંદિરનું સુખ સામૂહિક છે

    બલિદાન પામેલા પોતાના બે ભાઈઓને યાદ કરીને પૂર્ણિમા કોઠારી થોડો સમય ભાવુક થઈ ગયા. પોતાની જાતને સંભાળતા તેમણે કહ્યું, “મારા બંને ભાઈઓ હવે રહ્યા નથી. આ મારું અંગત દુ:ખ છે જે જીવનભર રહેશે, પણ ભગવાન રામનું મંદિર બનતું જોઈને હું ખૂબ જ ખુશ છું. આ ખુશી સમગ્ર દેશ અને દુનિયાના હિંદુ સમાજની છે. આ માટે મારા ભાઈઓએ બલિદાન આપ્યું હતું અને હવે તે સાર્થક થઈ ગયું છે.” પૂર્ણિમા એ વાતથી પણ અત્યંત સંતુષ્ટ છે કે, ઈતિહાસમાં જ્યાં સુધી ભગવાન રામ અને અયોધ્યા જન્મભૂમિ આંદોલનની વાત થશે ત્યાં સુધી લોકો રામકુમાર અને શરદ કોઠારીને યાદ કરશે.

    પૂર્ણિમાના જણાવ્યા અનુસાર, ‘અયોધ્યામાં એક પક્ષી ઘૂસી ના શકે’ એવી મુલાયમ સિંઘની ચેલેન્જ રામભક્તોને સૌથી વધુ પરેશાન કરતી હતી, અને આખરે રામભક્તોએ મુલાયમ સિંઘનો અહંકાર તોડી નાખ્યો હતો.

    મુલાયમ સિંહના નિવેદનનો જવાબ આપ્યો

    તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંઘ યાદવ દ્વારા અપાયેલાં ‘જો જરૂરી હોત તો વધુ કારસેવકોને મારતા’ નિવેદનની યાદ અપાવતા પૂર્ણિમા કોઠારી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે, “તેમના પોતાના ઘર-પરિવારમાં આજ સુધી કોઈ એવું નથી જનમ્યું જે પોતાના દેશ કે ધર્મ માટે જીવ આપી દે. જો તેઓએ ક્યારેય પોતાના લોકોને ખોવાની પીડા અનુભવી હોત, તો તેઓ અમારી પીડા પણ સમજી શકતા.” વૃદ્ધાવસ્થામાં મુલાયમ સિંહની સ્થિતિ, પારિવારિક વિખવાદ અને તેમની પાર્ટીની વર્તમાન સ્થિતિને પૂર્ણિમા રામભક્તોના પરિજનોનો અભિશાપ માને છે.

    બહેન તેમના ભાઈઓની યાદમાં રક્તદાન સહિત અન્ય ઘણા કાર્યો કરે છે

    બંને કોઠારી ભાઈઓની યાદમાં તેમની બહેન પૂર્ણિમા રક્તદાન સહિત અન્ય અનેક સામાજિક કાર્યો કરે છે. ‘રામ શરદ કોઠારી સ્મૃતિ મંચ’ હેઠળ આ પરિવાર જરૂરિયાતમંદોને રક્તદાન, ગરીબોને શક્ય તેટલી મદદ કરે છે, તેમના બાળકોને શિક્ષણ આપે છે અને સમયાંતરે દેશ કે ધર્મ માટે સારું કામ કરનાર વ્યક્તિઓનું સન્માન કરે છે. આ તમામ કાર્યોનો ખર્ચ પૂર્ણિમા કોઠારી પોતાના શુભચિંતકો અને સહયોગીઓના સહકારથી ઉઠાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં