Monday, April 29, 2024
More
    હોમપેજઇન્ડોલોજીજાણો એવા પાવન સ્થળ વિશે જ્યાં ઉજવાઈ હતી સૌપ્રથમ દિવાળી: પ્રભુ શ્રીરામે...

    જાણો એવા પાવન સ્થળ વિશે જ્યાં ઉજવાઈ હતી સૌપ્રથમ દિવાળી: પ્રભુ શ્રીરામે સ્વયં કર્યું હતું દીપદાન, અયોધ્યાવાસીઓ પણ થયા હતા સંમેલિત

    જ્યાંથી દીપદાનની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે, તે દિયરા ઘાટ અયોધ્યાની નજીક આવેલા સુલતાનપુર જિલ્લામાં છે. સુલતાનપુરનું પ્રાચીન નામ કુશભવનપુર હતું. તે ભગવાન શ્રીરામના સુપુત્ર કુશ દ્વારા વસાવવામાં આવ્યું હતું, તેથી તેનું નામ કુશભવનપુર પડ્યું હતું.

    - Advertisement -

    દિવાળી પર આયોધ્યામાં દીવા પ્રગટાવવાના એક નહીં પરંતુ અનેક વર્લ્ડ રેકોર્ડ બની રહ્યા છે, દર વર્ષે જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવામાં આવે છે. દિવાળી પર આયોધ્યાનું મહત્વ દરેક હિંદુ માટે અનન્ય છે. ભગવાન શ્રીરામ સાથે આયોધ્યાની કડીઓ જોડાયેલી છે, જે આપણને પણ એક તાંતણે બાંધે છે. આજે આપણે એ જગ્યા વિશે વાત કરીશું જ્યાં પ્રથમવાર દિવાળી ઉજવાઈ હતી, જ્યાં ભગવાન શ્રીરામે દીપદાનની શરૂઆત કરી હતી. દિયરા ઘાટ (Diyara Ghat) છે તે ઐતિહાસિક જગ્યા, તે અયોધ્યાની નજીક જ છે.

    જ્યાંથી દીપદાનની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે, તે દિયરા ઘાટ અયોધ્યાની નજીક આવેલા સુલતાનપુર જિલ્લામાં છે. સુલતાનપુરનું પ્રાચીન નામ કુશભવનપુર હતું. તે ભગવાન શ્રીરામના સુપુત્ર કુશ દ્વારા વસાવવામાં આવ્યું હતું, તેથી તેનું નામ કુશભવનપુર પડ્યું હતું. જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટર દૂર ‘આદિ ગંગા’ કહેવામાં આવતી ગોમતી નદીના તટ પર દિયરા ઘાટ સ્થિત છે, જ્યાં અયોધ્યા ખાતે પહેલી અને દેશભરમાં પણ પ્રથમવાર દિવાળી અથવા દિપાવલી ઉજવવામાં આવી હતી.

    માન્યતાઓ અનુસાર રાવણ અને લંકા પર વિજય પ્રાપ્ત કરીને અહિયાં પહોંચેલા ભગવાન શ્રીરામે પ્રથમ દીપદાન કર્યું હતું. લંકાથી શ્રીરામ, લક્ષ્મણ, માતા સીતાની સકુશળ વાપસીની ખુશીમાં અહિયાં દીપદાન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નિવાસીઓ ઉપરાંત અયોધ્યાથી પોતાના ભગવાન રામના સ્વાગત માટે આવેલા અયોધ્યાવાસી પણ આ દીપદાનમાં જોડાયા હતા. આજુબાજુના ગ્રામજનો આજે પણ એ વાત પર ગર્વ અનુભવે છે કે દીપ પર્વની શરૂઆત તેમની જગ્યાએથી શરૂ થઈ હતી.

    - Advertisement -

    હરિશયનીમાં પ્રભુએ કર્યો હતો વિશ્રામ

    દીપદાન કર્યા પહેલાં ભગવાન શ્રીરામે ધોપાપમાં સ્નાન કર્યું હતું. તે બાદ તેમણે દિયરામાં દીપદાન કર્યું હતું. પ્રભુ શ્રીરામે આ પછી હરિશયની ગામમાં વિશ્રામ કર્યો હતો. માન્યતા છે કે હરિ (શ્રીરામ)ના શયનથી જ આ ગામનું નામ હરિશયની પડ્યું છે. આ તમામનો ઉલ્લેખ અહીના જિલ્લા ગેઝેટિયરમાં પણ કરવામાં આવ્યો છે. આજે પણ હરિશયની ગામના લોકો ભગવાન રામના યજમાન બનવા બદલ પોતાને ભાગ્યશાળી માની ધન્યતા અનુભવે છે.

    યોગી સરકાર આવ્યા બાદ બદલાઈ સુરત, આશા થોડી વધુ!

    દિયરા ઘાટ દિપાવલીની શરૂઆતનું એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. આ ઘાટના વિકાસથી દિવાળીના તહેવારની ભવ્યતા અને લોકપ્રિયતામાં વધુ વૃદ્ધિ થશે. સરકારે આ ઘાટના વિકાસ માટે પહેલ કરવી જોઈએ.

    અયોધ્યામાં દિપાવલી પર દીપદાનના આયોજનથી ચર્ચામાં રહેતી સરકાર પર સુલતાનપુરના દિયરા ઘાટની ઉપેક્ષાનો આરોપ સ્થાનિક લોકો લગાવે છે. જોકે, યોગી સરકાર આવ્યા બાદ દિયરાના દિવસો સુધર્યા તો છે જ, પરંતુ ઘણું કામ કરવાનું હજુ બાકી છે. નોંધનીય છે કે દિયરામાં ઘાટ સુધી પાકો રોડ બનાવવામાં આવ્યો છે.

    દિયરા ઘાટ પર આજે શું થાય છે?

    આજે પણ દિયરા ઘાટ પર દિપાવલીની પૂર્વ સંધ્યાએ દીપદાનનું આયોજન કરવામાં આવે છે. જોકે, આ આયોજન ખૂબ જ સાધારણ હોય છે. સ્થાનિક લોકો અહિયાં એકઠા થઈને દીપદાન કરે છે અને ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરે છે.

    સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારે આ સ્થળને વિકસાવવા માટે પહેલ કરવી જોઈએ જેથી કરીને તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે. લોકોનું એવું પણ કહેવું છે કે આ સ્થળ પર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવું જોઈએ, સાથે જ અહી એક દીપદાન સ્થળ પર બનવું જોઈએ, તેનાથી દિપાવલીના પર્વને વધુ ભવ્યતાથી ઉજવી શકાશે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં