Tuesday, April 30, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનફિલ્મ OMG-2ના ટ્રેલરને સેન્સર બોર્ડે આપ્યું U/A સર્ટિફિકેટ, 20 કટ સૂચવ્યા: અક્ષય...

    ફિલ્મ OMG-2ના ટ્રેલરને સેન્સર બોર્ડે આપ્યું U/A સર્ટિફિકેટ, 20 કટ સૂચવ્યા: અક્ષય કુમારે ભજવેલા ભગવાન શિવના પાત્રને બદલવાનો પણ નિર્દેશ

    સેન્સર બોર્ડે મેકર્સને અક્ષય કુમારના ભગવાન શિવના પાત્રને બદલીને શિવના દૂત તરીકે રિપ્લેસ કરવાના નિર્દેશ બાદ ફિલ્મ નિયત સમયે રિલીઝ થાય તેવી શક્યતા ઓછી જોવામાં આવી રહી છે.

    - Advertisement -

    અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ OMG-2ના ટ્રેલરને U/A સર્ટિફિકેટ મળ્યા બાદ પણ ફિલ્મ તેના નિયત સમયે રિલીઝ નહીં થઇ શકે તેવા તેમ લાગી રહ્યું છે. આ બધા વચ્ચે સેન્સર બોર્ડે ફિલ્મમાં 20 જેટલાં સીન્સમાં કટ લગાવવા સાથે અક્ષય કુમારે ભજવેલા ભગવાન શિવના પાત્રને બદલવા સૂચન આપ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેવામાં નિર્માતાઓને ફિલ્મ રિલીઝ કરવામાં આવતી અડચણો વધતી દેખાઈ રહી છે.

    મળતી માહિતી અનુસાર આ ફિલ્મની પટકથા શાળામાં ‘સેક્સ એજ્યુકેશન’ના મુદ્દા પર આધારિત છે. તેવામાં આ ફિલ્મના એક સીનમાં હસ્તમૈથુનનો પણ એક સીન ઉમેરવામાં આવ્યો છે. ફિલ્મને અગામી ઓગસ્ટ મહિનાની 11 તારીખે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં સેન્સર બોર્ડે મેકર્સને અક્ષય કુમારના ભગવાન શિવના પાત્રને બદલીને શિવના દૂત તરીકે રિપ્લેસ કરવાના નિર્દેશ બાદ ફિલ્મ નિયત સમયે રિલીઝ થાય તેવી શક્યતા ઓછી જોવામાં આવી રહી છે.

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ સૂત્રોના હવાલેથી આ ફિલ્મ મામલે જણાવ્યું હતું કે, નિર્માતાઓ સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવેલા સૂચનો બાદ અક્ષય કુમારની ફિલ્મ OMG-2 તેની નિયત રિલીઝ ડેટમાં ફેરફાર કરવા માંગી રહ્યા છે. સાથે જ સેન્સર બોર્ડની રિવ્યૂ કમિટી દ્વારા લગાવવામાં આવેલા કટ વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી શકે છે. આ ઉપરાંત ફિલ્મના પ્રમોશનનું ઘણુંખરું કામ બાકી હોવાથી નિર્માતાઓ તારીખમાં ફેરબદલ કરી શકે છે.

    - Advertisement -

    તો બીજી તરફ કોઈમોઈએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, “સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવેલાં સૂચનો મુજબ ફિલ્મમાં ફેરફાર કરવાનો અર્થ એ છે કે નિર્માતાઓએ ફિલ્મના અનેક સીન્સને હટાવવા કે તેમાં ફેરબદલ કરવો પડી શકે છે. આ સીન્સમાં તે સીન પણ સામેલ છે જેમાં અક્ષય કુમાર ભૂરા રંગમાં ભગવાન શિવના રૂપમાં જોવા મળી રહ્યા છે. આ સીનને હટાવવા કે ડિજિટલ રીતે રંગ બદલવા પાછળ વધુ સમય અને પૈસા લાગશે.”

    ફિલ્મ OMG-2ના નિર્માતાઓ સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવેલા સૂચનોથી નારાજ છે, તેમનું માનવું છે કે આ કાપકૂપથી ફિલ્મની પટકથા પર માઠી અસર પડશે. સાથે જ નિર્માતાઓને ફિલ્મને A સર્ટીફીકેટ મળવા સામે પણ વાંધો છે, તેઓ ઈચ્છે છે કે ફિલ્મને U/A સર્ટીફીકેટ આપવામાં આવે. નિર્માતાઓ ઈચ્છે છે કે દરેક ઉમરના લોકો આ ફિલ્મને જુએ. નોંધનીય છે કે ‘OMG 2’ વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘OMG’ની સિકવલ છે. પ્રથમ ભાગમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને તેમાં અક્ષય ભગવાન શ્રી કૃષ્ણના પાત્રમાં હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં