Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'OMG 2 ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું A સર્ટિફિકેટ, તે પણ 20...

    ‘OMG 2 ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું A સર્ટિફિકેટ, તે પણ 20 કટ સાથે’: ફિલ્મની રિલીઝ મોકૂફ રખાવાની પણ ચર્ચા, નેટિઝન્સમાં ચર્ચા કે, ‘ગડબડ શું છે?’

    કહેવામાં આવી રહ્યું છે કે હવે નિર્માતા-નિર્દેશક અક્ષય કુમારની સંમતિથી નવી રિલીઝ ડેટ નક્કી કરશે. આ વિવાદને કારણે ફિલ્મ 'OMG 2'ના પ્રમોશન પર પણ અસર પડી છે. સેન્સર બોર્ડ કે ફિલ્મના નિર્માતાઓએ આ અંગે કંઈ કહ્યું નથી.

    - Advertisement -

    ‘ઓહ માય ગૉડ 2’ ફિલ્મ રિલીઝ થવાને હવે માત્ર 16 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે સેન્સર બોર્ડ પણ જોખી-તોલીને આ ફિલ્મ પર નજર રાખી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની રિવાઇઝિંગ ટીમે ફિલ્મ નિર્માતાઓને ફિલ્મમાં 20 કટ્સ લગાવવા સૂચન કર્યું છે. આ ઉપરાંત સેંસર બોર્ડે અક્ષય કુમારની ફિલ્મ OMG 2ને ‘A સર્ટિફિકેટ’ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

    અહેવાલો મુજબ, અક્ષય કુમારની આવનારી ફિલ્મ OMG 2ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ CBFCની રિવાઇઝિંગ ટીમે આ ફિલ્મ જોઈ હતી. સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી પણ હાજર રહ્યા હતા. સાથે જ બોર્ડે ફિલ્મને એડ્લ્ટ મૂવીનું A સર્ટિફિકેટ આપવાનું પણ જણાવ્યું છે. જો આ ફિલ્મ સમય પર રિલીઝ થશે તો સન્ની દેઓલની ગદ્દર-2 ફિલ્મ સાથે પણ ટકરાઈ શકે છે. તે ફિલ્મ પણ 11 ઓગષ્ટ 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ગદ્દર-2 ફિલ્મ 2001માં રિલીઝ થયેલઈ સુપરહિટ ફિલ્મ ગદ્દરનો બીજો ભાગ છે.

    OMG 2ને A સર્ટિફિકેટ મળશે તો 18 વર્ષથી નાની ઉંમરના બાળકો આ ફિલ્મ સિનેમાઘરોમાં જોઈ શકશે નહીં. ‘ETimes’ તેના એક્સક્લુઝિવ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, હજુ સુધી આ ફિલ્મના નિર્માતાઓને આ અંગે કોઈ કારણદર્શક નોટિસ મોકલાઈ નથી. મહત્વનું છે કે, CBFCની રિવાઇઝિંગ ટીમનું સ્ક્રીનિંગ યોજાયા બાદ આ ફિલ્મનું જે ગીત પ્રકાશિત થયું તેમાંથી ફિલ્મની રિલીઝિંગ તારીખ પણ ગાયબ થઇ હતી. તે મુજબ ફિલ્મી રસિયાઓ આ ફિલ્મના રિલીઝ થવા પર વધુ મૂંઝવણમાં મુકાયા હતા. તેમ છતાં અક્ષય કુમારની આવનારી ફિલ્મ OMG 2ને નિર્ધારિત તારીખે જ એટલે કે 16 દિવસ પછી પ્રકાશિત કરશે તેવો તેને ભરોસો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    અક્ષય કુમાર હાલ દેશની બહાર છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 16 દિવસ બાકી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે નિર્માતા-નિર્દેશક અક્ષય કુમારની સંમતિથી નવી રિલીઝ ડેટ નક્કી કરશે. આ વિવાદને કારણે ફિલ્મ ‘OMG 2’ના પ્રમોશન પર પણ અસર પડી છે. સેન્સર બોર્ડ કે ફિલ્મના નિર્માતાઓએ આ અંગે કંઈ કહ્યું નથી. આ ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે, જેમાં પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ પણ છે.

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, મીડિયાએ સેંસર બોર્ડનો સંપર્ક કરતા સેંસર બોર્ડે આ ફિલ્મની ગોપનીયતા પર વાત જાળવી રાખવા કહી કોઈજ ટિપ્પણી કરી નહીં. ફિલ્મના ક્રિએટિવ નિર્માતા ચંદ્રપ્રકાશ દ્વિવેદી હાલ લંડનમાં છે. તેમનું કહેવું છે કે ટ્રેલર રિલીઝ કરવા માટે ઓછામાં ઓછો 10 દિવસનો સમય આપવામાં આવે. મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષય કુમાર પોતાના સંપર્કો દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે કે ફિલ્મ નિશ્ચિત થયેલ તારીખે જ પ્રકાશિત કરવામાં આવે. પરંતુ વિવાદાસ્પદ ફિલ્મ ‘આદિપુરુષ’ વખતે પણ થયેલી ટીકા-ટિપ્પણીઓ બાદ બોર્ડ પણ કોઈ સાહસ કરવા નથી માગતું તેવું જાણવા મળી રહ્યું છે.

    ફિલ્મના અભિનેતા પંકજ ત્રિપાઠીએ આ વિષયે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “આ ફિલ્મને લગતું જે કંઈ પણ બોલવામાં કે દેખાડવામાં આવી રહ્યું છે તેના પર લોકો વિશ્વાસ ના કરે. આ ફિલ્મને લગતી ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. પરંતુ ફિલ્મ પ્રકાશિત થતા જ સત્ય સામે આવશે.” પરંતુ હવે જોવાનું એ રહ્યું કે OMG 2 ફિલ્મનું ટ્રેલર ક્યારે પ્રકશિત થશે અને મોટા પડદા પર કઈ તારીખથી આ ફિલ્મ જોઈ શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં