Sunday, May 19, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજનનેટફ્લિક્સ પરથી હટાવાઈ ફિલ્મ ‘અન્નપૂર્ણી’, નિર્માતાઓએ હિંદુઓની માફી માંગી: ભગવાન રામના અપમાન...

  નેટફ્લિક્સ પરથી હટાવાઈ ફિલ્મ ‘અન્નપૂર્ણી’, નિર્માતાઓએ હિંદુઓની માફી માંગી: ભગવાન રામના અપમાન અને ધાર્મિક લાગણી દુભાવવાનો લાગ્યો હતો આરોપ

  સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જે ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના લેટરહેડ પરથી લખવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળને લખવામાં આવેલા આ પત્રમાં સંસ્થાએ હિંદુઓની લાગણીઓ દુભાવવા બદલ માફી માંગી લીધી છે.

  - Advertisement -

  તાજેતરમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી એક ફિલ્મ ‘અન્નપૂર્ણી’ વિવાદમાં આવી હતી. ફિલ્મનાં અમુક દ્રશ્યોને લઈને હિંદુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ વિરોધ થયો હતો. પછીથી દેશમાં અમુક ઠેકાણે નિર્માતાઓ વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે નિર્માતાઓએ માફી માંગી લીધી છે અને ફિલ્મ નેટફ્લિક્સ પરથી હટાવી દેવામાં આવી છે. 

  સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જે ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના લેટરહેડ પરથી લખવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળને લખવામાં આવેલા આ પત્રમાં સંસ્થાએ હિંદુઓની લાગણીઓ દુભાવવા બદલ માફી માંગી લીધી છે. એમ પણ કહેવામાં આવ્યું કે તેમણે નેટફ્લિક્સ પરથી તાત્કાલિક ફિલ્મ અન્નપૂર્ણી હટાવી દેવા માટે જણાવી દીધું છે.

  વાસ્તવમાં હિંદુ સંગઠને તાજેતરમાં Zeeને એક પત્ર લખીને ફિલ્મને લઈને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ વળતા જવાબ સ્વરૂપે મીડિયા સંસ્થાએ પત્ર લખીને કહ્યું કે, “આ ફિલ્મને લઈને તમારી સમસ્યાઓ પર જરૂરી કાર્યવાહી કરવા માટે અમે સહનિર્માતાઓ સાથે સતત સંપર્કમાં છીએ અને નેટફ્લિક્સને પણ જ્યાં સુધી એડિટ ન થઈ જાય ત્યાં સુધી ફિલ્મ તાત્કાલિક અસરથી હટાવી દેવા માટે કહેવામાં આવ્યું છે.”

  - Advertisement -

  આગળ કહ્યું કે, “આ ફિલ્મના સહ-નિર્માતાઓ તરીકે અમારો ઇરાદો હિંદુ અને બ્રાહ્મણ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો અને જેથી જે કંઈ પણ થયું તેને લઈને અમે સમુદાયની માફી માંગીએ છીએ.” 

  હાલ આ ફિલ્મ નેટફ્લિક્સ પર દેખાઈ રહી નથી અને તેના પેજ પર જતાં એરર બતાવે છે. 

  નેટફ્લિક્સમાં ફિલ્મના સ્થાને હવે એરર બતાવે છે

  આ ફિલ્મ ડિસેમ્બર અંતમાં સ્ટ્રીમ કરવામાં આવી હતી. નેટફ્લિક્સ પર આવેલી આ ફિલ્મનાં અમુક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં ભારે વિરોધ શરૂ થયો હતો. આ દ્રશ્યોમાંથી અમુકમાં એક હિંદુ બ્રાહ્મણ પૂજારીની પુત્રીને બિરિયાની બનાવતી અને તે પહેલાં નમાજ પઢતી બતાવવામાં આવી હતી તો એક દ્રશ્યમાં નાયકને હિંદુ યુવતીને ‘ભગવાન રામ પણ માંસ ખાતા હતા’ તેમ કહેતો બતાવાયો હતો. આ ઉપરાંત ફિલ્મ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાના પણ આરોપ લાગ્યા હતા. 

  એક દ્રશ્યમાં હીરો યુવતીને માંસ ખાવા માટે પ્રેરિત કરે છે અને તે માટે સંદર્ભ આપે છે રામાયણનો. તે કહે છે, “કામ અલગ છે અને ભક્તિ અલગ છે.” જેની ઉપર યુવતી કહે છે કે, “મંદિરની સેવા કરતા પરિવારમાં પેદા થઈને પણ માંસ બનાવીશ તો ભગવાન મને કઈ રીતે માફ કરશે?” ત્યારબાદ યુવક એક શ્લોક બોલીને કહે છે કે, “વાલ્મિકીએ રામાયણમાં કહ્યું છે કે જ્યારે વનવાસ દરમિયાન ભૂખ લાગી હતી ત્યારે રામ-લક્ષ્મણ અને સીતાએ જાનવરોને મારીને તેમને પકવીને ખાધાં હતાં. રામાયણમાં પણ લખ્યું છે કે તેમણે માંસ ખાધું હતું. રામ તો વિષ્ણુજીનો અવતાર છે.”  

  ફિલ્મનું અન્ય એક દ્રશ્ય પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેમાં બ્રાહ્મણ યુવતી શેફ ઇન્ડિયાના પ્રોગ્રામમાં નમાજ પઢીને બિરિયાની બનાવે છે અને જ્યારે જજ તેને પૂછે છે કે તેણે આવું શું કામ કર્યું, ત્યારે તે જવાબ આપે છે કે જેણે તેને બિરિયાની બનાવતાં શીખવ્યું હતું તેમનું માનવું છે કે નમાજ પઢવાથી તેમાં સ્વાદ આવે છે. 

  સોશિયલ મીડિયા પર વિરોધ થયા બાદ શિવસેનાના પૂર્વ નેતા અને હિંદુ આઈટી સેલના સ્થાપક રમેશ સોલંકીએ એક પોલીસ ફરિયાદ નોંધાવીને હિંદુઓની ભાવનાવન ઠેસ પહોંચાડવા બદલ ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં