Sunday, October 13, 2024
More
    હોમપેજદેશ'સેન્સર બોર્ડે પાસ કર્યા બાદ વિવાદ શાનો? બંદૂકનો જવાબ બંદૂકથી જ મળશે':...

    ‘સેન્સર બોર્ડે પાસ કર્યા બાદ વિવાદ શાનો? બંદૂકનો જવાબ બંદૂકથી જ મળશે’: ‘હમારે બારહ’ ફિલ્મ પર કટ્ટરપંથીઓની ધમકીને લઈને અભિનેતા અન્નૂ કપૂરની પ્રતિક્રિયા

    ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ફિલ્મના કલાકારો અને મેકર્સને ધમકીઓ મળી રહી હતી. મહિલા કલાકારોનેતો બળાત્કાર કરવા સુધીની ધમકીઓ આપવામાં આવી હતી. સર તન સે જૂદા કરવાની વાતો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી.

    - Advertisement -

    અન્નૂ કપૂરની આગામી ફિલ્મ ‘હમારે બારહ’ રિલીઝ થાય તે પહેલા જ તેને લઈને હોબાળો ચાલી રહ્યો છે. કટ્ટરપંથી મુસ્લિમો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મના અભિનેતાઓ, મેકર્સને હત્યાની ધમકીઓ આપવામાં આવી રહી છે. સાથે જ મુસ્લિમ સમુદાય ફિલ્મને પ્રતિબંધિત કરવાની માંગ કરી રહ્યા છે.આ બધા વચ્ચે અભિનેતા અન્નૂ કપૂરે આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે સેન્સર બોર્ડે પાસ કર્યા બાદ વિવાદની વાત જ ક્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે, બંદુકનો જવાબ અમે પણ બંદૂકથી આપીશું.

    ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ફિલ્મના કલાકારો અને મેકર્સને ધમકીઓ મળી રહી હતી. મહિલા કલાકારોનેતો બળાત્કાર કરવા સુધીની ધમકીઓ આપવામાં આવી હતી. સર તન સે જૂદા કરવાની વાતો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી. આ બધા પર અભિનેતા અન્નૂ કપૂરે કહ્યું હતું કે, “સેન્સર બોર્ડ એક જવાબદાર ઓથોરીટી છે અને તેમણે જરૂરી ફેરફારો બાદ ફિલ્મ પાસ કરી દીધી છે. અમને કોણે સત્તા આપી છે કે અમે ફિલ્મ પાસ કરી? સેન્સર બોર્ડે કામ કર્યું છે અને તેના પર સવાલ ન ઉઠવા જોઈએ.”

    આ સાથે જ અન્નૂ કપૂરે ફિલ્મના કલાકારો અને મેકર્સને જાનથી માર્ર નાંખવાની ધમકી મળી રહી છે તેને લઇને પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, “જો તેઓ ધમકાવવા માંગતા હોય તો તેને નહીં ચલાવી લેવાય. જે અમારી ફિલ્મ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માંગવા હોય, તેમને શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, બંદૂકનો નહીં. જો તેઓ (ધમકી આપનાર કટ્ટરપંથી મુસ્લિમ) બંદૂક લાવી શકે છે, તો અમે પણ બંદૂકનો જવાબ બંદૂકથી આપીશું. ફિલ્મને લોકો ગાળો અપાઈ રહ્યા છે, તેનો સીધો અર્થ તે છે કે તેઓ હારી ગયા છે અને અમે જીતી ગયા છે.”

    - Advertisement -

    આ સાથે જ અભિનેતા અન્નૂ કપૂરે કહ્યું હતું કે તેઓ નાસ્તિક છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેમને ફિલ્મ માટે સારા પૈસા મળી રહ્યા હતા અને અંતમાં એ જ મુખ્ય લાગે છે. તેમણે કહ્યું કે, “મારા ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસરના દૃષ્ટિકોણથી આ પાત્રને પડદા પર ઉતારવા માટે હું યોગ્ય વ્યક્તિ છું. માટે જ મેં પોતાના કેરેક્ટરને જસ્ટિફાય કરવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. બાકીની કોઈ જ બાબતોથી મને ફર્ક નથી પડતો. મને મારા કામ પતે સારા પૈસા ચુકવવામાં આવ્યા છે હું પૈસા માટે કામ કરું છું. લોકો પ્રોપગેન્ડાની વાત કરે છે, પણ મને તેનાથી કોઈ ફર્ક નથી પડતો. જેમણે ફિલ્મ જોઈ જ નથી તેઓ કેવી રીતે કહી શકે કે તેમાં ખરેખર છે શું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં