Monday, June 17, 2024
More
    હોમપેજદેશ'હમારે બારહ' ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા બાદ 'સર તન સે જુદા' ગેંગ...

    ‘હમારે બારહ’ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા બાદ ‘સર તન સે જુદા’ ગેંગ એક્ટિવ, અભિનેતાઓ-નિર્માતાઓને કટ્ટરપંથીઓએ આપી ધમકી

    એક Error 404 નામના X યુઝરે આ પ્રકારની ધમકીઓ આપનારા લોકોની એક સૂચિ બનાવીને પોતાના હેન્ડલ પર શૅર કરી છે. સાથે જ મુંબઈ પોલીસને ટેગ કરીને તેમની વિરુદ્ધ એક્શન લેવા પણ કહ્યું છે.

    - Advertisement -

    મુસ્લિમ મહિલાઓની યાતનાઓ દર્શાવતી હમારે બારહ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ઇસ્લામી કટ્ટરપંથીઓ ભડકી ઉઠ્યા છે. તેમણે ડાયરેક્ટર કમલ ચન્દ્રા, એક્ટર અન્નુ કપૂર અને અભનેત્રી અદિતિ ધિમનને ‘સર તન સે જુદા’ની ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ અને સ્ટોરીઝમાં ઇસ્લામિક ગીતો સાથે લખવામાં આવી રહ્યું છે કે, ‘બસ ફિલ્મ રિલીઝ થાય એટલી જ વાર છે, ત્યારબાદ અભિનેતાઓ અને નિર્માતાઓનાં ‘સર કલમ’ કરી દેવામાં આવશે.’

    એક Error 404 નામના X યુઝરે આ પ્રકારની ધમકીઓ આપનારા લોકોની એક સૂચિ બનાવીને પોતાના હેન્ડલ પર શૅર કરી છે. સાથે જ મુંબઈ પોલીસને ટેગ કરીને તેમની વિરુદ્ધ એક્શન લેવા પણ કહ્યું છે. આ એકાઉન્ટ પરથી આપવામાં આવેલી માહિતી અનુસાર ધમકી આપવાવાળા લોકોમાં ‘તહરીક-એ-લબૈક પાકિસ્તાન’ને ફોલો કરવાવાળા લોકો પણ છે, જેઓ આ પ્રકારની ધમકીઓ મેકર્સ અને ડાયરેક્ટર્સને આપી રહ્યા છે. ISIS દ્વારા ‘સર તન સે જુદા’ કરવાના વિડીયો પણ આ કટ્ટરપંથીઓ દ્વારા શૅર કરવામાં આવી રહ્યા છે.

    આ ઉપરાંત તે પણ સામે આવ્યું છે કે, આ કટ્ટરપંથીઓમાંથી કેટલાકનું કનેક્શન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા)ની પોલીટીકલ વિંગ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે પણ છે. આ લોકો સોશિયલ મીડિયા પર મુસ્લિમોને ભડકાવી રહ્યા છે કે તેઓ અન્નુ કપૂર અને ફિલ્મ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ એક્શન લે.

    - Advertisement -

    ફિલ્મના ટ્રેલરના વિરોધમાં ઇસ્લામિક નારા અને બંદૂકના ધડાકાવાળા વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ મેકર્સના પર્સનલ ફોન નંબર જાહેરમાં શેર કરી દેવામાં આવ્યા છે અને કટ્ટરપંથીઓ દ્વારા વોટ્સએપ પર તેમને હત્યાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.

    આટલું જ નહીં, જે વિડીયોમાં આતંકવાદીઓ લોકોના ‘સર તન સે જુદા’ કરી રહ્યા છે, તેમાં ફિલ્મના ડાયરેક્ટરસ અને એક્ટર્સના ચહેરા મૂકીને તેમને ડરાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. જાહેરમાં સાયબર એટેકની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ફિલ્મ પ્રોડ્યુસરના ફોન નંબર, ઈ-મેલ. આઈપી એડ્રેસ, મેક એડ્રેસ અને ટાવરની તમામ પ્રકારની માહિતી ઓનલાઈન લીક કરી દેવામાં આવી છે જેથી કરીને સાઈબર એટેક કરવામાં સરળતા રહે.

    ઉલ્લેખનીય છે કે હમારે બારહ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી તરત જ ફિલ્મ બનાવનાર તેમજ તેમાં કામ કરનાર અભિનેતાઓને આ પ્રકારની ધમકીઓ મળવાનું શરૂ થઇ ચૂક્યું હતું. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કટ્ટરપંથી મૌલાનાઓના પ્રભાવમાં આવીને મુસ્લિમ મહિલાઓ પર અત્યાચાર થાય છે. ફિલ્મમાં તેમની પરિસ્થિતિઓ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં બોલીવુડ એક્ટર અન્નૂ કપૂર, અશ્વિની કાલસેકર અને મનોજ જોશી મુખ્ય પાત્રોમાં છે. આ ફિલ્મ 7 જૂનના રોજ રીલીઝ થવાની છે. તેનું પ્રીમિયર 77માં કાન્સ ફિલ્મ સમારોહમાં પણ થયું હતું. પહેલા આ ફિલ્મની નામ ‘હમ દો હમારે બારહ’ હતું, હવે આ ફિલ્મનું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશનના નિર્દેશ બાદ ‘હમારે બારહ’ કરી દેવામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં