Sunday, October 13, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન'શું શિલ્પા અને તમે હજુ સાથે છો?', 'શું હજુ પણ પોર્નનો ધંધો...

    ‘શું શિલ્પા અને તમે હજુ સાથે છો?’, ‘શું હજુ પણ પોર્નનો ધંધો કરો છો?’: નેટિઝન્સે રાજ કુન્દ્રાને પૂછ્યા સવાલ, તેણે આપ્યા જવાબ

    અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ગત વર્ષે પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન ઉપર બહાર છે. જેલની બહાર આવ્યા બાદ તે સતત ટ્રોલ્સના નિશાના પર રહે છે.

    - Advertisement -

    ગયા વર્ષે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેશમેન પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે જામીન પર બહાર છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર નેટિઝન્સનો ટાર્ગેટ બનતા હોય છે. હવે તેમને નેટિઝન્સના તીખા સવાલોનો સામનો કરવો પડ્યો છે પણ તેમને સૌને જવાબ પણ આપ્યા હતા.

    જ્યારથી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાનું નામ પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં આવ્યું છે, ત્યારથી લોકો આ કપલના સંબંધો પર કોમેન્ટ કરી રહ્યા છે. આ દરમિયાન શિલ્પા અને રાજના છૂટાછેડાની અફવા પણ ફેલાઈ હતી. રાજ કુન્દ્રા અને શિલ્પાએ આ ચર્ચાઓ પર મૌન સેવ્યું હતું. પરંતુ એવું લાગે છે કે રાજ કુન્દ્રા લગ્ન અંગેની ટિપ્પણીઓથી કંટાળી ગયા છે. એટલા માટે તેણે ટ્રોલરના ટ્વીટનો જવાબ આપ્યો છે.

    ટ્વીટર પરથી સ્ક્રીનશોટ

    એક યુઝરે રાજ કુન્દ્રાને તેના લગ્ન અંગે સવાલ પૂછ્યો – ‘શું તમે અને શિલ્પા સાથે છો કે આ માત્ર એક શો છે?’ રાજ કુન્દ્રા આનો જવાબ આપ્યા વિના રહી શક્યા નહીં. તેમણે લખ્યું – ‘આ પ્રશ્ન ગમ્યો. પ્રેમ એ કૃત્ય નથી અને તેનો ડોળ કરી શકાતો નથી. 22 નવેમ્બરે 13મી વર્ષગાંઠ છે, શુભેચ્છાઓ આપવાનું ભૂલશો નહીં.’

    - Advertisement -

    બિઝનેસમેનના આ જવાબથી રાજ અને શિલ્પાના ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા છે. લોકોને રાજ કુન્દ્રાની સેન્સ ઓફ હ્યુમર ગમે છે. #AskRaj સત્રમાં, લોકોએ રાજ કુન્દ્રાના સતત માસ્ક પહેરવા પર પણ સવાલ ઉઠાવ્યા. રાજે કહ્યું કે તે મીડિયા માટે માસ્ક પહેરે છે, મિત્રો અને ચાહકો માટે નહીં.

    લોકોએ રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસને પણ ખેંચ્યો હતો. રાજ પર પ્રહાર કરતા ટ્રોલરે લખ્યું- ‘સર, શું તમે હજુ પણ પોર્ન ફિલ્મોનો બિઝનેસ કરો છો?’ શિલ્પા શેટ્ટીના પતિએ કહ્યું- ‘ક્યારેય કર્યું નથી, ક્યારેય કરીશ નહીં.’

    ટ્વીટર સ્ક્રીનશોટ

    પોર્નોગ્રાફી કેસમાં છે આરોપી

    21 સપ્ટેમ્બર 2021ના રોજ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. જે બાદ તેણે બે મહિના જેલમાં પસાર કરવા પડ્યાં હતા. જે બાદ ED દ્વારા તેના પર મની લોન્ડરિંગનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

    તે દરમિયાન પત્ની શિલ્પા શેટ્ટીએ પોતાના પતિની પરેશાની દૂર કરવા માટે ઘણા મંદિરોના ચક્કર લગાવ્યા હતા. મુશ્કેલ સમયમાં શિલ્પા તેના પતિ રાજ કુન્દ્રાની ઢાલ બનીને ઉભી રહી હતી.

    રાજ પોતાના પર લાગેલા આરોપોને નકારીને હંમેશા પોતાને નિર્દોષ ગણાવે છે. તેમને આશા છે કે કાયદો ન્યાય કરશે અને સત્ય જલ્દી બહાર આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં