Thursday, October 10, 2024
More
    હોમપેજદેશપાદરીએ 'નો કન્વર્ઝન' વિરુદ્ધ કરી ફરિયાદ, FIRમાં રચિત કૌશિકના નામનો ઉલ્લેખ પણ...

    પાદરીએ ‘નો કન્વર્ઝન’ વિરુદ્ધ કરી ફરિયાદ, FIRમાં રચિત કૌશિકના નામનો ઉલ્લેખ પણ નહીં, તેમ છતાં કેમ ઉઠાવીને લઇ ગઇ પંજાબ પોલીસ: જાણો શું છે મામલો

    જે FIRના આધારે પંજાબ પોલીસે રચિત કૌશિકની ધરપકડ કરી, તેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જોકે, રસપ્રદ વાત એ છે કે ક્યાંય પણ રચિત કૌશિક કે 'સબ લોકતંત્ર' ચેનલનું નામ નથી. આ FIR લુધિયાણાના સાલેમ ટાબરી પોલીસ મથક વિસ્તારમાં અલીશા સુલતાનની ફરિયાદ પર દાખલ કરવામાં આવી છે.

    - Advertisement -

    6 ફેબ્રુઆરી 2024ની રાત્રે સોશિયલ મીડિયામાં સમાચાર ફરતા થયા હતા કે, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ‘દિલ્હીના પત્રકાર’નું ‘અપહરણ’ થઇ ગયું છે. પછીથી ખબર પડી કે તેમની ધરપકડ થઈ છે અને જેઓ પત્રકારને ઉપાડી ગયા હતા, તેઓ આમ આદમી પાર્ટી (AAP) શાસિત પંજાબ પોલીસના અધિકારીઓ હતા. પંજાબ પોલીસે જે પત્રકારને પકડ્યા તેઓ છે રચિત કૌશિક, જેમની સોશિયલ મીડિયા પર ‘સબ લોકતંત્ર’ નામથી એક ચેનલ છે.

    આ મામલે ઑપઇન્ડિયા મળેલી માહિતી મુજબ, દિલ્હીના શાહદરામાં રહેતા રચિત કૌશિક તેમની ભાણેજનાં લગ્નમાં હાજરી આપવા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર આવ્યા હતા. જ્યાંથી પંજાબ પોલીસના ચાર અધિકારીઓએ તેમને ઉપાડી લીધા. આ ઘટના સાંજે 7 વાગ્યે બની હોવાનું કહેવાય છે. તેઓ ભાણેજને પાર્લરથી લગ્નનાં સ્થળે લઇ જઈ રહ્યા હતા.

    ઑપઇન્ડિયાએ રચિત કૌશિકના પરિવાર સાથે વાત કરી, જેમાં તેમની માતાએ જણાવ્યું કે, રચિત 6 ફેબ્રુઆરીની સાંજે મુઝફ્ફરનગરમાં તેમની ભાણેજને એક પાર્લરમાંથી લગ્નસ્થળ પર લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારની સામે અચાનક એક સફેદ રંગની સ્કોર્પિયો આવીને ઉભી રહી ગઈ, જ્યારે કૌશિકે કાર રોકી ત્યારે સ્કોર્પિયોમાંથી નીચે ઉતરેલા શીખ વ્યક્તિએ તેમને કારમાંથી બહાર કાઢ્યા અને તેમની સાથેના લોકો કંઈ સમજે તે પહેલાં જ તેઓને સ્કોર્પિયો ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા અને માત્ર એટલું જ જણાવવામાં આવ્યું કે તેમની સામે વૉરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    આ મામલે જ્યારે રચિત કૌશિકના પરિવારે ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેમની ધરપકડ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પહેલેથી જાણ કરવામાં આવી હતી. પંજાબ પોલીસે FIR યુપી પોલીસને મોકલી હતી જેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    જે FIRના આધારે પંજાબ પોલીસે રચિત કૌશિકની ધરપકડ કરી, તેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જોકે, રસપ્રદ વાત એ છે કે ક્યાંય પણ રચિત કૌશિક કે ‘સબ લોકતંત્ર’ ચેનલનું નામ નથી. આ FIR લુધિયાણાના સાલેમ ટાબરી પોલીસ મથક વિસ્તારમાં અલીશા સુલતાનની ફરિયાદ પર દાખલ કરવામાં આવી છે.

    ફરિયાદી મહિલા પોતાને પાદરી ગણાવતાં જણાવે છે કે, 17 જાન્યુઆરી, 2024ના રોજ તેમણે ‘નો કન્વર્ઝન’ નામના X હેન્ડલ પર ઇસાઈ સમુદાયની વિરુદ્ધમાં મૂકવામાં આવેલી એક પોસ્ટ જોઈ. જેમાં ઈસાઈ મહિલાઓ અને નનોનું અપમાન કરવાનો આરોપ લગાવીને સુલતાને કહ્યું કે, આવી પોસ્ટ સાંપ્રદાયિક તણાવ ભડકાવી શકે છે અને જેનાથી દેશમાં અશાંતિ સર્જાઈ શકે છે.

    દાખલ કરેલી FIRમાં જણાવ્યા મુજબ મહિલાએ જે પોસ્ટ પર વાંધો ઉઠાવ્યો હતો તે પોસ્ટની કેટલીક કૉપીઓ ફરિયાદ સાથે જોડવામાં આવી હતી, પણ તેની લિંક FIRમાં ન હતી. ફરિયાદ IPCની કલમ 295A, 153A, 153, 504 અને આઈટી અધિનિયમ હેઠળની કલમ 67 મુજબ દાખલ કરવામાં આવી છે. પરંતુ આ FIRમાં ક્યાંય પણ ઉલ્લેખ નહતો કરવામાં આવ્યો કે, ‘નો કન્વર્ઝન’ નામના હેન્ડલ દ્વારા કરવામાં આવેલી કઈ પોસ્ટથી ફરિયાદીની ધાર્મિક લાગણી દુભાઈ છે.

    ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન રચિત કૌશિકની માતાએ શંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રચિત કૌશિકની ધરપકડ એટલા માટે કરવામાં આવી હોય શકે કારણ કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પુત્ર પુલકિત વિરુદ્ધ વિડીયો બનાવ્યા હતા. આવો જ એક વીડિયો ‘નો કન્વર્ઝન’ નામના હેન્ડલ પરથી 16 જાન્યુઆરી, 2024ના રોજ શૅર કરવામાં આવ્યો હતો, જેમાં રચિત કેજરીવાલના પુત્ર વિશે વાત કરે છે. આ વિડીયોમાં પુલકિત કેજરીવાલ પર જિમનો સામાન ભાડે આપીને સરકારી ખજાનામાંથી પૈસા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ સિવાય આ અકાઉન્ટ પર કૌશિકને દર્શાવતો હોય તેવો બીજો કોઇ વિડીયો ધ્યાને આવ્યો નથી.

    આ અંગે કૌશિકની માતાના જણાવ્યા અનુસાર, રચિત કૌશિકની ધરપકડ સમયે પંજાબ પોલીસના કર્મચારીઓને એવું કહેતા પણ સાંભળ્યા હતા કે, “અમે ઘણા સમયથી તને શોધી રહ્યા હતા, આખરે તને પકડી લીધો.” નોંધનીય છે કે કૌશિકની ‘નો કન્વર્ઝન’ હેન્ડલથી શૅર કરવામાં આવેલી ક્લિપમાં ખ્રિસ્તીઓ કે ધર્મ પરિવર્તન વિશે કોઈ વાત કરવામાં આવી નથી. ઑપઇન્ડિયાને આવો કોઇ વિડીયો મળ્યો નથી, જેમાં ‘નો કન્વર્ઝને’ વિડીયો પોસ્ટ કર્યો હોય અને તેમાં કૌશિક આ વિષય પર વાતચીત કરતા હોય.

    જોકે, હજુ સ્પષ્ટ નથી કે કૌશિકને પોલીસે આ જ વિડીયોના આધારે પકડ્યા છે કે કેમ. એ પણ સ્પષ્ટ નથી કે કૌશિકની ધરપકડ ‘નો કન્વર્ઝન’ દ્વારા કરવામાં આવેલી કઈ પોસ્ટના આધારે કરવામાં આવી છે.

    સૌથી મહત્વની વાત એ છે કે પીડિત પરિવારને જે FIR આપવામાં આવી છે, તેમાં રચિત કૌશિકનું નામ પણ નથી. તેમાં માત્ર ‘નો કન્વર્ઝન’ હેન્ડલનું જ નામ છે. આ વિડીયોમાં અરવિંદ કેજરીવાલવાળા વિડીયોનો પણ ઉલ્લેખ નથી. તેવામાં અંદાજ લગાવી શકાય કે રચિતની ધરપકડ ‘નો કન્વર્ઝન’ ટ્વિટર હેન્ડલે શૅર કરેલા વિડીયોના આધાર પર થઈ છે.

    ઑપઇન્ડિયાએ પંજાબ પોલીસ સાથે પણ આ અંગે વાત કરવાના પ્રયાસ કર્યા, પરંતુ સંપર્ક થઈ શક્યો નહતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં