Monday, September 9, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકગુજરાતી મીડિયા પણ ઇસ્લામિક ગેંગના રસ્તે: શિવભક્તોને ટાર્ગેટ કરવા GSTV, TV13 સહિતની...

    ગુજરાતી મીડિયા પણ ઇસ્લામિક ગેંગના રસ્તે: શિવભક્તોને ટાર્ગેટ કરવા GSTV, TV13 સહિતની ચેનલોએ પોલીસ વાહનમાં તોડફોડનું ફેલાવ્યું જુઠ્ઠાણું, અહીં જાણો સત્ય

    મહોમ્મદ ઝુબૈર સહિતની ઇસ્લામિક ગેંગ દાવો કરી રહી છે કે ગાઝિયાબાદમાં કાવડિયાઓએ આતંક મચાવીને એક પોલીસ કારનો બુકડો બોલાવી દીધો. હવે આ પ્રકારના જ દાવા ગુજરાતી મેઈન સ્ટ્રીમ મીડિયાની કેટલીક ચેનલો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભગવાન શિવના કાવડિયાઓને લઈને કરવામાં આવી રહેલા દાવામાં વાસ્તવિકતા સાવ અલગ જ છે.

    - Advertisement -

    હિંદુ ધાર્મિક તહેવારો આવતાની સાથે જ વામપંથીઓ અને ઇસ્લામવાદીઓ હિંદુઓને ટાર્ગેટ કરવામાં લાગી જાય છે. તાજેતરની જ વાત કરીએ તો થોડા સમયથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોને લઈને ફેક ન્યુઝ પેડલર મહોમ્મદ ઝુબૈર (Mohammed Zubair) સહિતની ઇસ્લામિક ગેંગ દાવો કરી રહી છે કે ગાઝિયાબાદમાં કાવડિયાઓએ આતંક મચાવીને એક પોલીસ કારનો બુકડો બોલાવી દીધો. હવે આ પ્રકારના જ દાવા ગુજરાતી મેઈનસ્ટ્રીમ મીડિયાની કેટલીક ચેનલો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતી મીડિયા દ્વારા ભગવાન શિવના કાવડિયાઓને (Kanwariya) લઈને કરવામાં આવી રહેલા દાવામાં વાસ્તવિકતા સાવ અલગ જ છે.

    વાયરલ કરવામાં આવી રહેલા વિડીયોની વાત કરીએ તો, તેમાં જોઈ શકાય છે કે કાવડ યાત્રા (Kanwar yatra) કરી રહેલા કેટલાક લોકોએ એક સફેદ કલરની ગાડીને ઘેરી લીધી છે. લોકો એટલા આક્રોશિત છે કે તેમણે ગાડીમાં તોડફોડ કરીને તેને પલટાવી દીધી હતી. ગાડી પલટાવીને પણ કેટલાક લોકો તેમાં તોડફોડ કરી રહ્યા છે. ગાડીની ઉપર સરકારી ગાડી જેવું હુટર લાગેલું છે અને પોલીસના નામના સ્ટીકર મારવામાં આવ્યા છે.

    અધુરી અને ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવ્યો વિડીયો

    વાસ્તવિકતા પર જતા પહેલા ગુજરાતી મીડિયાની હિંદુ ઘૃણા પર એક નજર કરીએ. સૌથી પહેલા વાત કરીએ GSTVની. ગુજરાત સમાચાર (Gujarat Samachar) છાપાં દ્વારા સંચાલિત આ ચેનલ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ શેર કરવામાં આવી. આમ તો ગુજરાતી મીડિયા પાસે આશા રાખવી નકામી છે, પણ તે છતાં વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે, તેની પાછળની વાસ્તવિકતા શું છે તે જોયા જાણ્યા વગર જ આ વિડીયોના કેપ્શનમાં GSTVએ લખ્યું, “કાવડિયાઓએ પોલીસના વાહનને બનાવ્યું નિશાન”. અહીં સ્પષ્ટપણે તેમણે કહ્યું છે કે કાવડિયાઓએ પોલીસ વાહનને નિશાને બનાવ્યું છે.

    - Advertisement -

    પૂરતી તપાસ કર્યા વગરની અને અધુરી માહિતી મુકવાના શું પરિણામ આવે, તે આ વિડીયો પર આવેલી કમેન્ટ્સ પરથી જાણી શકાય છે. લોકો આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા ભગવાન શિવના ભક્તોને ‘આતંકવાદી’ કહી રહ્યા છે. તો વળી કોઈએ રાહુલ ગાંધીના ‘હિંસક હિંદુ’વાળી વાત પણ યાદ કરી. અહીં સ્પષ્ટપણે હિંદુઓ પ્રત્યેની ઘૃણા દેખાઈ આવે છે અને ભગવાન શિવના ભક્તોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું પણ નજરે પડી રહ્યું છે.

    હવે વાત કરીએ TV13ની. નવી આવેલી ન્યુઝ ચેનલ TV13ના ઈન્સ્ટાગ્રામ પર પણ આ જ વિડીયો મુકીને “કાવડિયાઓએ મચાવ્યો હંગામો…” લખ્યું. વિડીયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, “ગાઝિયાબાદ, કાવડ યાત્રાળુઓ માટે આરક્ષિત લેનમાં પોલીસનું વાહન ઘૂસી જતા કાવડિયાઓએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન કાવડીઓ વાહનમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા. જોકે, પોલીસનું કહેવું છે કે આ વાહન પોલીસનું નહીં પણ ખાનગી છે.”

    અહીં મજાની વાત તે છે કે કેપ્શનની શરૂઆતમાં TV13એ લખ્યું કે કાવડિયાઓની આરક્ષિત લેનમાં ‘પોલીસ વાહન ઘૂસી ગયું’ અને છેલ્લી લાઈનમાં પોતે જ લખે છે કે આ મામલે પોલીસનું કહેવું છે કે વાહન ખાનગી છે. તો શું તેમ માની શકાય કે કેપ્શની પ્રથમ લીટીમાં લખેલા શબ્દો લોકોને ગેરમાર્ગે દોરીને હિંદુઓ પ્રત્યે ઘૃણા ઉભી થાય તે માટે લખવામાં આવ્યા છે?

    મહત્વનું છે કે આ પોસ્ટની કમેન્ટમાં તમને અનેક એવી પ્રતિક્રિયાઓ મળી જશે કે જેમાં હિંદુઓ પ્રત્યે ઘૃણા ફેલાવતા લોકોને આ અધૂરી અને ભ્રામક પોસ્ટ જોઇને હિંદુઓને ભાંડવાનો મોકો મળી ગયો હોય. કોઈએ કાવડિયાઓને લોકલ આતંકવાદી કહ્યા તો વળી કોઈએ નશેડી કહ્યા. TV13 દ્વારા X પર પણ પુરતી માહિતી આપ્યા વગર ભ્રામક પોસ્ટ સાથે આ વિડીયો મુકવામાં આવ્યો હતો (આર્કાઈવ)

    મેઈન સ્ટ્રીમ મીડિયા સાથે-સાથે લોકલ મીડિયાએ પણ આ પ્રકારના દાવા સાથે પોસ્ટ મૂકી હતી. 98 હજારથી વધુ ફોલોવર ધરાવતા ‘ટ્રેન્ડીંગ ગુજરાત’ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ આ જ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. આ લોકોએ વિડીયો તો ઉઠાવ્યો, પણ સાથે સાથે કેપ્શન પણ અન્યનું ઉઠાવી લીધું. ટ્રેન્ડીંગ ગુજરાતની પોસ્ટમાં અદ્દલ એ જ કેપ્શન હતું જે TV13 દ્વારા તેમની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું.

    ગુજરાતી મીડિયા ઇસ્લામિક ગેંગના રસ્તે?

    ઉલ્લેખનીય છે કે ગુજરાતી મીડિયાએ જે બૌદ્ધિક બદમાશી ચલાવી, એ અદ્દલ એવી જ હતી જે હિંદુ ઘૃણાથી છલોછલ ભરાયેલા ઇસ્લામિક ગેંગના સભ્યોએ કરી હતી. ફેક ન્યુઝ ફેલાવવા માટે કુખ્યાત અને અફવાબાજ મોહમ્મદ ઝુબૈર હિંદુ વિરોધી સમાચાર શેર કરવા માટે કુખ્યાત કથિત પત્રકાર ઝાકિર અલી ત્યાગી સહિતના કેટલાક કટ્ટરપંથી ઇસ્લામિક ગેંગના લોકોએ અને હિંદુઓને ભાંડવાનો એક પણ મોકો ન ચુકનાર કેટલાક વામપંથીઓએ પણ આ વિડીયોને લઈને આખું સોશિયલ મીડિયા માથે લીધું હતું. તેમણે પણ એવા જ દાવા કર્યા હતા કે કાવડિયાઓએ પોલીસની ગાડીની તોડફોડ કરીએ, તેમને કડકમાં કડક શિક્ષા કરવામાં આવે.

    બીજી તરફ ગુજરાતી મીડિયાએ પણ પોતાની નૈતિક જવાબદારી નેવે મૂકી અને કોઈ પણ તપાસ કર્યા વગર જ ઇસ્લામિક ગેંગ ચિંધ્યા માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું અને કાવડિયાઓ વિરુદ્ધ દુષ્પ્રચાર ચલાવ્યો. અમે આ તમામ પોસ્ટના સ્ક્રિન શોટ લઈ લીધા છે, જેથી કરીને જો આ પોસ્ટ ડિલીટ કરવામાં આવે અને એમ્બેડ હટી જાય તો તેને ફરી અહીં મૂકી શકાય.

    શું છે વિડીયોની વાસ્તવિકતા?

    હવે જે વિડીયોને લઈને ગુજરાતી મીડિયા અને હિંદુ ઘૃણાથી ભરાયેલા ઇસ્લામિક/વામપંથી ગેંગના સભ્યો ઉપાડો લઈને ઉભા થયા છે અને શિવભક્ત કાવડિયાઓ પર આક્ષેપો લગાવી રહ્યા છે. તે વિડીયોની વાસ્તવિકતા સાવ જૂદી છે. ઑપઇન્ડિયાએ ઘટનાના મૂળમાં જઈને તેની તપાસ કરીને વાસ્તવિકતા સામે લાવવાનું કામ કર્યું હતું.

    ઑપઇન્ડિયાએ આ ઘટનાની ગ્રાઉન્ડ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ મામલો ગાઝિયાબાદના મધુબન બાપુધામ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સ્ટેશન ઈન્ચાર્જ શૈલેન્દ્ર તોમરે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, જે વાહનમાં તોડફોડ કરવામાં આવી તે પોલીસ વિભાગનું નથી. ક્ષતિગ્રસ્ત મહિન્દ્રા બોલેરો વાહન ગાઝિયાબાદના જ લોની રહેવાસી એક સામાન્ય વ્યક્તિનું છે. હાલમાં આ વાહન વીજ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર લગાવવામાં આવ્યું છે, જેને પોલીસ સ્ટીકર લગાવવાનો અધિકાર ન હતો. એટલે પોલીસના લગાવેલા સ્ટીકર પણ ગેરકાયદેસર હતા.

    પોલીસ સૂત્રો પાસેથી ઑપઇન્ડિયાને મળેલી માહિતી અનુસાર, ગેરકાયદેસર પોલીસના સ્ટીકરો અને હૂટર સાથેનું આ ખાનગી વાહન મુરાદનગર પાસે બેરીકેટ ઓળંગીને અનધિકૃત રીતે કાવડ રોડ પર ઘુસ્યું હતું. વાહનમાં એક ડ્રાઈવર હાજર હતો જે બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. વાહન જે વિસ્તારમાં ચલાવાઈ રહ્યું હતું તે વિસ્તાર કાવડયાત્રીઓ માટે અનામત હતો. લગભગ 6-7 કિલોમીટરની મુસાફરી કર્યા પછી, આ વાહને મધુબન બાપુધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કાવડયાત્રીને ટક્કર મારી હતી. ટક્કરને કારણે કાવડયાત્રીને સામાન્ય ઈજા થઈ હતી. તેનાથી સાથે ચાલી રહેલા અન્ય કાવડયાત્રીઓ ગુસ્સે ભરાયા હતા.

    માફી માંગવાની જગ્યાએ બતાવી રહ્યો હતો પાવર

    ઘટનાસ્થળ પર હાજર કેટલાક સ્થાનિક લોકોએ નામ ન આપવાની શરતે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, કાવડયાત્રીને (ભોલે) ટક્કર માર્યા બાદ આરોપી ડ્રાઇવર અવનીશ ત્યાગીએ માફી માંગવાને બદલે કાવડયાત્રીઓનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે હૂટર વગાડીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ પણ શરૂ કર્યો હતો. કાવડ ખંડિત થયું હોવાનો આરોપ લગાવીને પહેલાંથી જ ગુસ્સે ભરાયેલા કાવડયાત્રીઓને આ દરમિયાન જ ખબર પડી હતી કે વાહન પોલીસનું નથી પરંતુ હૂટર અને સ્ટીકરનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ રોષે ભરાયેલા કાવડયાત્રીઓએ પોલીસ સ્ટીકરના તે વાહનમાં તોડફોડ શરૂ કરી હતી.

    સ્ટેશન ઈન્ચાર્જ શૈલેન્દ્ર તોમરે ઑપઇન્ડિયાને જણાવ્યું કે આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. ડ્રાઇવરની મેડિકલ તપાસ વગેરે પણ કરવામાં આવી રહી છે. આ કેસમાં વિડીયો ફૂટેજ વગેરેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને કાવડ યાત્રા રાબેતા મુજબ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના સમયે આરોપી ડ્રાઈવર અંગત કામ માટે વાહનનો ઉપયોગ કરી રહ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સાથે વાહન સંબંધિત વિભાગને પણ આ વિશેની માહિતી મોકલવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં