Monday, November 25, 2024
More
    હોમપેજદેશUP: રોંગ સાઈડે પૂર ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા, કાવડને પણ...

    UP: રોંગ સાઈડે પૂર ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા, કાવડને પણ નુકસાન; કારચાલક મુસ્લિમ વ્યક્તિને ‘પીડિત’ ચીતરવા ઇસ્લામીઓ અને મીડિયા મેદાને

    કેટલાક યુઝરોએ કાવડ યાત્રીઓ સાથે ઘટેલી ઘટનાને લઈને કહ્યું છે કે, આ પ્રકારના અહેવાલો અને જે રીતે ઇસ્લામી પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે ખોટું છે. યુઝરોએ આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોની ટીકા કરી હતી.

    - Advertisement -

    હિંદુઓનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ઉત્તર ભારતમાં શ્રદ્ધાળુઓ હજારો કિલોમીટરની પવિત્ર કાવડ યાત્રા કરી રહ્યા છે. તેવામાં શુક્રવારે (26 જુલાઈ, 2024) દિલ્હી-મેરઠ એક્સપ્રેસ હાઈવે પર રોંગ સાઈડથી આવી રહેલી એક ગાડીએ કાવડયાત્રીઓને હડફેટે લીધા હતા. સદનસીબે કાવડયાત્રીઓને તો કશું ન થયું, પરંતુ તેમના પવિત્ર કાવડ ખંડિત થઈ ગયા હતા. ઘટના બાદ પીડિત કાવડયાત્રીઓએ આરોપી કારચાલકને પકડવાનો પ્રયાસ કરતા ઝપાઝપી પણ થઈ હતી. ગાડીમાં સવાર ત્રણ લોકો ભાગી છૂટ્યા અને ચાલક પકડાઈ ગયો હતો. જેને પછીથી પોલીસ હવાલે કરવામાં આવ્યો.

    પછીથી સામે આવ્યું કે રોંગ સાઈડ પર પૂરપાટ ગાડી ચલાવીને કાવડયાત્રીઓને હડફેટે લેનાર ગાડીમાં બેઠેલા ડ્રાઈવર સહિતના તમામ લોકો મુસ્લિમ સમુદાયના હતા. પછી કટ્ટરપંથી ઇસ્લામીઓએ સોશિયલ મીડિયા માથે લઈ લીધું અને હિંદુઓની પવિત્ર કાવડ યાત્રા વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો શરૂ કરી દીધો. કેટલાંક મીડિયા સંસ્થાનોએ પણ ઘટનામાં રોંગ સાઈડ જઈ રહેલી ગાડીમાં સવાર લોકોને નિર્દોષ કહીને કાવડયાત્રીઓ પર હિંસા કરવાનો અને ‘સામાન્ય ઘટના’ પર મોટો હોબાળો કરવાનો આરોપ લગાવ્યો હતો.

    ગાડીમાં સવાર ત્રણ ભાગી છૂટ્યા, એક ઝડપાયો

    મળતી માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારે સાંજે પરતારપુર પાસે જ્યાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે મળે છે ત્યાં ટી-પોઈન્ટ પાસે ઘટી. રોંગ સાઈડ આવી રહેલી એક ગાડીએ પદયાત્રા કરી રહેલા કાવડયાત્રીને હડફેટે લીધો. ઘટનાથી કાવડ ખંડિત થઈ ગયું અને તેમાં રહેલું ભગવાન શિવનું પવિત્ર જળ અપવિત્ર થઈ ગયું. યાત્રીની પવિત્ર યાત્રા પણ અહીં જ ખંડિત થઈ ગઈ. હિંદુઓમાં કાવડ યાત્રાનું અનેરું મહત્વ હોય છે. આ યાત્રામાં ભક્તો સેંકડો કિલોમીટર દૂર ઉત્તરાખંડના ગૌમુખ, ગંગોત્રી અને અન્ય પવિત્ર નદીઓના જળને પદયાત્રા કરીને લાવીને આસપાસના શિવાલયોમાં પવિત્ર અભિષેક કરે છે. આના માટે તેઓ સેંકડો કિલોમીટરની પદયાત્રા કરે છે.

    - Advertisement -

    રોંગ સાઈડમાં આવી રહેલી પૂરપાટ ગાડીએ જ્યારે યાત્રીને ટક્કર મારી, તો અન્ય કાવડયાત્રીઓએ આરોપી કારચાલકને પકડવાનો પ્રયત્ન કર્યો. દરમિયાન બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. જોકે, આ બધા વચ્ચે ગાડીમાં સવાર ત્રણ લોકો ભાગી છૂટ્યા હતા, જ્યારે એક યાત્રીઓના હાથે ઝડપાઈ ગયો. પવિત્ર કાવડ ખંડિત થતાં ઉશ્કેરાયેલા પદયાત્રીઓએ ઝડપાયેલા કારચાલકને મેથીપાક ચખાડ્યો અને બાદમાં તેને પોલીસ હવાલે કરી દીધો.

    બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક એસપી રાઘવેન્દ્ર સિંઘ અન્ય પોલીસ અધિકારીઓ સાથે ઘટનાસ્થળ પર દોડી ગયા. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને મોતી સંખ્યામાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે આવીને કાવડયાત્રીઓને સમજાવ્યા અને તેમને શાંત કરાવ્યા હતા. બીજી તરફ જે યાત્રીનું કાવડ ખંડિત થયું હતું, પોલીસે તેના માટે હરિદ્વારથી ગંગાજળ લાવવાનો પ્રબંધ પણ કરી દીધો હતો. આ સાથે જ પોલીસે અકસ્માત કરનાર ગાડીને જપ્ત કરીને પોલીસ યાર્ડમાં મોકલી આપી હતી.

    ‘અમે ઈશારો કર્યો તોય ગાડી હંકારી મૂકી’: કાવડિયા

    ઘટનાને લઈને કાવડયાત્રીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, દુર્ઘટનામાં તેમને ગંભીર ઈજા થઈ શકતી હતી, જીવ પણ જઈ શકતો હતો. એક યાત્રીએ જણાવ્યું કે, “જેવી ગાડીને રોંગ સાઈડમાં આવતી જોઈ, અમે તેને થોભવાનો ઈશારો કર્યો. અમે તેમને ઈશારો કરીને કહ્યું હતું કે અમે કાવડ લઈને જઈ રહ્યા છીએ અને તેઓ ખોટી દિશામાં ગાડી હંકારી રહ્યા છે. તેમ છતાં ડ્રાઈવરે અમારી વાત જાણે સાંભળી જ ન હોય એમ રોંગ સાઈડમાં ગાડી હંકારી મૂકી. જેથી અમારું પવિત્ર કાવડ ખંડિત થયું છે.”

    આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માત આચરનારા શખ્સોની ગાડી જપ્ત કરી લેવામાં આવી છે અને ચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ પદયાત્રીઓની માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

    વામપંથી મીડિયાએ કાવડયાત્રીઓને હિંસક કહીને રોંગ સાઈડ આવી અકસ્માત કરનાર મુસ્લિમોને બિચારા કહ્યા

    દર વખતની જેમ આ વખતે પણ વામપંથી અને ઇસ્લામી મીડિયાએ કાવડયાત્રા કરી રહેલા અને અકસ્માતનો ભોગ બનનાર હિંદુ ભક્તોને હુમલાખોર ચીતર્યા અને ઘટનાને તથા આખા અકસ્માતને સામાન્ય ઘટનામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાક મીડિયા પોર્ટલોએ ગાડીમાં સવાર મુસ્લિમોને બિચારા કહીને હિંદુઓ વિરુદ્ધ ઘૃણા ફેલાવવાનું કામ શરૂ કરી દીધું. આપવામાં આવેલા અહેવાલોમાં પણ તેમણે કાવડયાત્રીઓને જ હુમલાખોર અને હિંસક કહીને અકસ્માત કરનાર ગાડીમાં સવાર મુસ્લિમોને નિર્દોષ કહી હિંદુ ભક્તો પર મોબ લિંચિંગ જેવા આરોપો લગાવી દીધા.

    એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં પણ અનેક ઇસ્લામવાદીઓએ ઘટનાને લઈને હિંદુ વિરોધી પ્રોપગેન્ડા ફેલાવવાનું શરૂ કરી દીધું. અનેક મુસ્લિમ યુઝરોએ ભગવાન શિવની પવિત્ર કાવડ યાત્રા કરી રહેલા ભક્તોને ગુંડા અને ઉપદ્રવી ચીતરવાનો પ્રયત્ન કર્યો. કેટલાક લોકોએ તો આ મામલાને સાંપ્રદાયિક રંગ આપીને હિંસા કરવાના આરોપો પણ લગાવ્યા.

    બીજી તરફ કેટલાક યુઝરોએ કાવડ યાત્રીઓ સાથે ઘટેલી ઘટનાને લઈને કહ્યું છે કે, આ પ્રકારના અહેવાલો અને જે રીતે ઇસ્લામી પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે ખોટું છે. યુઝરોએ આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોની ટીકા કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં