Monday, November 25, 2024
More
    હોમપેજદેશસરળ ન હતું ઉત્તરકાશી રેસ્ક્યુ મિશન: તાબડતોબ બન્યો ઓક્સિજન પ્લાન, ખડેપગે હતું...

    સરળ ન હતું ઉત્તરકાશી રેસ્ક્યુ મિશન: તાબડતોબ બન્યો ઓક્સિજન પ્લાન, ખડેપગે હતું ચિનૂક વિમાન, PM મોદીની સતત નજર; દેશની ડઝનેક સંસ્થાઓ લાગી હતી કામે- જાણો વધુ

    મેજર જનરલ (નિવૃત્ત) હર્ષ કાકરે પણ સરકારની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે 5 PMO અધિકારીઓ 15 દિવસ સુધી દિવસ-રાત સ્થળ પર કેમ્પિંગ કરી રહ્યા હતા અને કન્ટેનરમાં રહ્યા હતા. સીએમ ધામી દરરોજ 3-4 કલાક ત્યાં રહ્યા હતા, જનરલ વીકે સિંહ અને નીતિન ગડકરી ત્યાં પહોંચ્યા હતા.

    - Advertisement -

    છેલ્લા કેટલાક દિવસો જે ઘટના ખૂબ જ ચર્ચામાં હતી એ ઉત્તરકાશી સીલક્યારા સ્થિત ટનલમાં ફસાયેલા 41 કામદારોને બહાર કાઢવામાં સરકાર સફળ રહી છે. સરકાર અને વિવિધ એજન્સીઓએ 17 દિવસ બચાવકાર્ય ચલાવ્યું હતું. અથાગ પ્રયત્નો પછી ફસાયેલા કામદારોને અંતે સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટનલમાં ફસાયેલા આ 41 કામદારો સુરક્ષિત બહાર નીકળી જાય એ માટે સમગ્ર દેશે પ્રાર્થનાઓ કરી હતી.

    ઉત્તરકાશીમાં 12 નવેમ્બર 2023ના રોજ સીલક્યારામાં ટનલ ધસી પડતા અંદર કામ કરતા 41 કામદારો મુશ્કેલીમાં ફસાયા હતા. જેમને 28 નવેમ્બર 2023 ના રોજ ટનલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ટનલમાં ફસાયેલા કામદારો માટે કુલ 17 દિવસ સુધી આ બચાવકાર્ય ચાલ્યું હતું. કેન્દ્ર સરકારની એજન્સીઓ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામી આ બચાવકાર્યમાં સતત હાજર રહ્યા હતા. સાથે જ કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંઘ પણ હાજર રહ્યા હતા. સરકાર અને એજન્સીઓએ બચાવ સામગ્રીમાં કોઈપણ પ્રકારની અછત પડવા દીધી નહોતી.

    સરકારે ઉત્તરકાશીમાં બચાવકાર્ય માટે ખાસ અમેરિકાથી ઓગર મશીન મંગાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જે પછીથી બચાવકાર્ય વચ્ચે જ ટેકનીકલ ખામીના કારણે બંધ પડી ગયું હતું. આ ઉપરાંત વિશ્વમાં ટનલમાં બચાવકાર્ય માટે પ્રસિદ્ધ એવા અર્નોલ્ડ ડિસ્કને પણ બોલાવવમાં આવ્યા હતા. જેઓ ટનલમાં ફસાયેલા ૪૧ કામદારોના રેસ્ક્યુમાં જોડાયા હતા. ત્યાંના સ્થાનિક લોકોએ ટનલની બહાર ત્યાંના ગ્રામદેવતા બાબા બોખનાગની સ્થાપના કરી કામદારો માટે પૂજા-અર્ચના કરી હતી. ટનલમાં હાજર ગબ્બરસિંહ નેગી પણ ફસાયેલા કામદારો સાથે સંપર્કમાં રહી એમને યોગ અને વ્યાયામ માટે પ્રેરિત કરતા હતા. વિદેશી મશીન ઓગર બંધ પડતા તરત જ મેન્યુઅલ ડ્રિલિંગનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    પ્રશાસન દ્વારા ટનલની બહાર જ એક તત્કાલીન દવાખાનું પણ બનાવી દેવામાં આવ્યું હતું. જેનાથી જરૂર પડે તરત સારવાર થઇ શકે. ફસાયેલા મજુરોને બહાર કાઢતાની સાથે જ તત્કાલ ચિન્યાલસૌંડ સ્થિત સ્વાસ્થ્યકેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં CM ધામીએ કામદારોની મુલાકાત લીધી હતી. જે પછી તમામ કામદારોને વિમાન દ્વારા ઋષિકેશ સ્થિત એમ્સમાં લઇ જવામાં આવ્યા જ્યાં પહેલેથી જ એમની સારવાર માટે તૈયારી કરી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તમામ કામદારો સંપૂર્ણ સ્વસ્થ છે. ઉત્તરકાશીમાં થયેલા બચાવકાર્ય માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકો વધાવી રહ્યા છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બચાવકાર્ય પર સતત નજર

    ઉત્તરકાશીના બચવાકાર્ય માટે PM નરેન્દ્ર મોદી, પ્રધાન સચિવ PK મિશ્રા અને ડેપ્યુટી સેક્રેટરી મંગેશ ધિલ્ડીયાલ સાથે સીધા સંપર્કમાં હતા. તેઓ સતત બચાવકાર્યની અપડેટ લેતા રહેતા હતા. યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગની ટનલ ભાંગી પડ્યાની જાણકારી મળતા જ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી અધિકારીઓ બચાવકાર્ય માટે પહોંચી ગયા હતા.

    ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જાહેર સભામાં જનતાને સંબોધતી વખતે ટનલમાં ફસાયેલા 41 કામદારો માટે પ્રાર્થના કરવાનું સમગ્ર દેશને આહ્વાહન કર્યુ હતું.

    દેશની ડઝન કરતા વધારે સંસ્થાઓ હતી બચાવકાર્યમાં કાર્યરત

    ઇન્ડિયન એક્સ્પ્રેસએ પોતાના સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ઉત્તરકાશીના સીલક્યારામાં ટનલમાં ફસાયેલા કામદારોના બચાવકાર્ય પર પ્રધાનમંત્રી મોદીની સતત નજર હતી. પ્રધાનમંત્રી કાર્યાલયની સક્રિયતાનું જ પરિણામ છે કે RVNL (રેલ વિકાસ નિગમ લીમીટેડ), ONGC (ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ), IAF (ભારતીય વાયુ સેના), DRDO (રક્ષણ સંશોધન અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન), NDRF જેવી ડઝનથી વધુ રાષ્ટ્રીય સંસ્થાઓ આ બચાવકાર્ય માટે એકસાથે મળી કાર્ય કરી રહી હતી. આ બધી જ સંસ્થાઓના પ્રમુખો સાથે 20 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ દ્વારા બેઠક કરવામાં આવી હતી. તેઓ સતત એમની સાથે બચાવકાર્યની જાણકારી લેતા રહેતા હતા.

    મેજર જનરલ (નિવૃત્ત) હર્ષ કાકરે પણ સરકારની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે 5 PMO અધિકારીઓ 15 દિવસ સુધી દિવસ-રાત સ્થળ પર કેમ્પિંગ કરી રહ્યા હતા અને કન્ટેનરમાં રહ્યા હતા. સીએમ ધામી દરરોજ 3-4 કલાક ત્યાં રહ્યા હતા, જનરલ વીકે સિંહ અને નીતિન ગડકરી ત્યાં પહોંચ્યા હતા. અમેરિકાથી ઓગર મશીન લાવવા માટે હૈદરાબાદથી સ્પેશિયલ પ્લેન મોકલવામાં આવ્યું હતું. વિશ્વના શ્રેષ્ઠ રેસ્ક્યૂ એક્સપર્ટને પણ બોલાવવામાં આવ્યા. અમેરિકાથી ખાસ પ્લાઝમા કટર લાવવામાં આવ્યું અને નવા હેલિપેડ ઉપરાંત વર્ટિકલ ઓક્સિજન જનરેટર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો હતો.

    ખાસ વાત એ છે કે 17 દિવસથી અંધારી ટનલમાં ફસાયેલા હોવા છતાં 41 કામદારો જરાય ભયભીત થયા વગર બહાર નીકળવાની આશા સાથે બેઠા હતા. એમને વિશ્વાસ હતો કે તેમણે સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવશે. ઉત્તરકાશીમાં સીલક્યારા સ્થિત ટનલમાં ફસાયેલા કામદારો માટે સમગ્ર દેશે પ્રાર્થના કરી હતી. ઉપરાંત બચાવકાર્ય માટે સરકારે પણ કોઈ કસર છોડી ન હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં