Wednesday, July 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'શ્રી 420' નહીં, હવે 'શ્રી 316': જાણો IPCની સરખામણીમાં BNSમાં મુખ્ય ફોજદારી...

    ‘શ્રી 420’ નહીં, હવે ‘શ્રી 316’: જાણો IPCની સરખામણીમાં BNSમાં મુખ્ય ફોજદારી ગુનાઓ માટેની કલમો કઈ રીતે બદલાઈ

    IPCની કેટલીક ધારાઓ કે જે અમુક ગુનાઓને લઈને લોકોના મગજમાં વસી ચૂકી હતી, તેમને ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ અલગ ધારાઓમાં ખસેડવામાં આવી છે.

    - Advertisement -

    ગત વર્ષે (25 ડિસેમ્બર 2023), ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ન્યાય (બીજા) સંહિતા (Bharatiya Nyaya Sanhita) બિલને તેમની સંમતિ આપી હતી, જેને સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આજે 1 જુલાઈથી આ નવા ફોજદારી કાયદા લાગુ પડી ચૂક્યા છે.

    1 જુલાઈ 2024થી સંસ્થાનવાદી યુગના ભારતીય દંડ સંહિતાનું (IPC) સ્થાન હવે ભારતીય ન્યાય સંહિતાએ લીધું (BNS) છે. IPCની કેટલીક ધારાઓ કે જે અમુક ગુનાઓને લઈને લોકોના મગજમાં વસી ચૂક્યા હતા, તેમને ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ અલગ ધારાઓમાં ખસેડવામાં આવ્યા છે.

    આવો જ એક ગુનો છેતરપિંડીનો છે, જે અગાઉ આઈપીસીની કલમ 420 હેઠળ સજાપાત્ર હતી. વાસ્તવમાં, રાજ કપૂરે 1955ની ક્લાસિક ‘શ્રી 420’ (Shree 420) દ્વારા આ ખાસ ગુનો અને તેની ફોજદારી ધારાને લોકપ્રિય બનાવી હતી. આમ, સામાન્ય લોકો ‘420’ વડે ઠગને ઓળખવા લાગ્યા. ભારતીય ન્યાય સંહિતા હેઠળ, કોઈ કલમ 420 નથી. છેતરપિંડીનો ગુનો BNSમાં કલમ 316માં ખસેડવામાં આવ્યો છે.

    - Advertisement -

    ‘હત્યા’નો ગુનો જે અગાઉ IPCની કલમ 302 હેઠળ સજાપાત્ર હતો તેને BNSની કલમ 101માં ખસેડવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય ન્યાય સંહિતાની કલમ 302 સ્નેચિંગના ગુનાને અપરાધ બનાવે છે.

    તેવી જ રીતે, IPCની કલમ 144 જે ગેરકાયદેસર ભેગા થવાને સજા કરતી હતી તે હવે BNSની કલમ 187 હેઠળ ગુનાહિત છે. બળાત્કાર, જે અગાઉ કલમ 376 હેઠળ ફોજદારી ગુનો હતો તેને નવા કાયદા હેઠળ કલમ 63 અને કલમ 64માં ખસેડવામાં આવ્યો છે.

    ભારત સરકાર સામે યુદ્ધ છેડવાનું કૃત્ય, જે IPCની કલમ 121 હેઠળ સજાપાત્ર હતું, તેને BNSની કલમ 146માં સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે. માનહાનિ, જેને અગાઉ IPCની કલમ 499 હેઠળ ગુનો ગણવામાં આવતો હતો, તેને હવે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 354 હેઠળ સામેલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં