Thursday, May 9, 2024
More
    હોમપેજરાજકારણજૂની પાર્લામેન્ટમાં ફોટો સેશન, સેન્ટ્રલ હોલમાં સમારોહ, નવા સંસદ ભવન તરફ પદયાત્રા:...

    જૂની પાર્લામેન્ટમાં ફોટો સેશન, સેન્ટ્રલ હોલમાં સમારોહ, નવા સંસદ ભવન તરફ પદયાત્રા: જાણો વિશેષ સત્રના બીજા દિવસની રૂપરેખા

    વા સંસદ ભવનમાં મંગળવારે લોકસભાની કાર્યવાહી બપોરે 1:15 કલાકે શરૂ થશે અને રાજ્યસભાની કાર્યવાહી 2:15 કલાકે શરૂ થશે. સવારે જૂની સંસદ ભવનમાં એક સમારોહ યોજવામાં આવશે. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ, PM મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમારોહનું નેતૃત્વ કરશે.

    - Advertisement -

    હાલમાં દેશમાં સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. દેશભરમાં આ સત્ર વિશે ભારે ચર્ચાઓ થઈ રહી છે. 18 સપ્ટેમ્બર (સોમવારે) સંસદની કાર્યવાહીનો પ્રથમ દિવસ હતો જેમાં સંસદની ઉપલબ્ધીઓ, યાદો, અનુભવો અને શીખોને વાગોળવામાં આવી હતી. હવે 19 સપ્ટેમ્બરે (મંગળવારે) સંસદના બીજા દિવસનું કામકાજ શરૂ થશે. જેમાં જૂના સંસદ ભવનમાં ફોટો સેશનથી લઈને નવા સંસદ ભવનના શ્રીગણેશ સુધીનું કાર્ય કરવામાં આવશે. જાણો 19 સપ્ટેમ્બરે (મંગળવારે) શું હશે વિશેષ સત્રના બીજા દિવસની રૂપરેખા.

    સંસદના વિશેષ સત્રનું કામકાજ 19 સપ્ટેમ્બરે (મંગળવારે) ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનમાં શિફ્ટ થશે. નવા સંસદ ભવનમાં મંગળવારે લોકસભાની કાર્યવાહી બપોરે 1:15 કલાકે શરૂ થશે અને રાજ્યસભાની કાર્યવાહી 2:15 કલાકે શરૂ થશે. સવારે જૂની સંસદ ભવનમાં એક સમારોહ યોજવામાં આવશે. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ, PM મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમારોહનું નેતૃત્વ કરશે.

    શું હશે સત્રના બીજા દિવસની રૂપરેખા?

    સૌથી પહેલા મંગળવારે (19 સપ્ટેમ્બરે) 9.30 કલાકે જૂના સંસદ ભવનમાં ફોટો સેશનનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 11 કલાકે સેન્ટ્રલ હોલ ખાતે સમારોહ કાર્યક્રમ યોજવામાં આવશે. સેન્ટ્રલ હોલના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સમારોહને સંબોધિત કરશે.

    - Advertisement -

    ત્યારબાદ આ કાર્યક્રમમાં ત્રણ વિશેષ સાંસદો પોતાની વાત રજૂ કરશે. એ પછી વડાપ્રધાન મોદી બંધારણની પ્રત લઈને પગપાળા જૂના સંસદ ભવનથી નવા સંસદ ભવન જશે અને તમામ સાંસદ તેમની પાછળ જૂના સંસદ ભવનથી નવા સંસદ ભવનમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બપોરે 1.15 કલાકે નવા સંસદ ભવનની લોકસભામાં કાર્યવાહી શરૂ થશે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી 2:15 કલાકથી શરૂ થશે.

    કેબિનેટની મહિલા અનામત બિલને મંજૂરી

    ઉલ્લેખનીય છે કે સંસદનું વિશેષ સત્ર શરૂ થયા બાદ 18 સપ્ટેમ્બરે (સોમવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક બોલાવી હતી. જૂના સંસદ ભવનના એનેક્સી બિલ્ડિંગમાં સાંજે સાડા છ વાગ્યે તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓની હાજરીમાં બેઠક શરૂ થઈ હતી. જે લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં મહિલા અનામત માટેના બિલને મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવાય છે. 

    મીડિયા અહેવાલોનું માનીએ તો આગામી 20 સપ્ટેમ્બરના રોજ સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવશે અને તેની ઉપર ચર્ચા થશે. કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ પણ બિલના સમર્થનમાં દેખાઇ રહી છે તેને જોતાં બિલ પાસ થઈ જશે તે લગભગ નક્કી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં