Sunday, October 13, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકકતાર મામલે સુબ્રમણ્યમ સ્વામીએ ફેલાવ્યું હતું જુઠ્ઠાણું, હવે શાહરૂખે ખાને ખોલી નાખી...

    કતાર મામલે સુબ્રમણ્યમ સ્વામીએ ફેલાવ્યું હતું જુઠ્ઠાણું, હવે શાહરૂખે ખાને ખોલી નાખી પોલ: કહ્યું ‘બધો શ્રેય સરકારનો, મારી કોઈ ભુમિકા નહિ’

    SRKની ઓફિસે કહ્યું કે, આવા અહેવાલો તદ્દન પાયાવિહોણા છે. આ અભિયાનને સફળ બનાવવાનો તમામ શ્રેય ભારત સરકારના અધિકારીઓને જાય છે અને તેમાં શાહરૂખ ખાનની કોઈ ભૂમિકા નથી.

    - Advertisement -

    તાજેતરમાં જ ભારતની કેન્દ્ર સરકારે કતાર જેલમાંથી તેના 8 પૂર્વ નૌકાદળના અધિકારીઓને મુક્ત કરાવ્યા હતા. આ તમામ અધિકારીઓને કતારમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ ભારત સરકારના હસ્તક્ષેપ બાદ તેને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. નૌસેનાના પૂર્વ સૈનિકોની મુક્તિ બાદ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ત્યારે ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ કાર્યનો શ્રેય શાહરૂખને આપતા એક નિવેદન આપ્યું હતુ. જેમાં તેમણે કહ્યું કે, આ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દરમિયાનગીરીને કારણે શક્ય બન્યું છે. જે પછી આ ચર્ચાનો વિષય બન્યો હતો.

    જોકે, હવે શાહરૂખ ખાને પણ આ વિષયે પોતાની પ્રતિક્રિયા આપતા, તમામ બાબતોનો ખુલાસો કર્યો છે. શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ અભિનેતાની ઓફિસ દ્વારા જાહેર કરાયેલ નિવેદનને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કતારના પૂર્વ નૌસેના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકા અંગેના અહેવાલોના સંબંધમાં, અભિનેતા સ્પષ્ટ કરે છે કે, આમાં તેમની સંડોવણી કે દરમિયાનગીરી અંગેના દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે.

    SRKની ઓફિસે કહ્યું કે, આવા અહેવાલો તદ્દન પાયાવિહોણા છે. આ અભિયાનને સફળ બનાવવાનો તમામ શ્રેય ભારત સરકારના અધિકારીઓને જાય છે અને તેમાં શાહરૂખ ખાનની કોઈ ભૂમિકા નથી. નિવેદનમાં એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, રાજદ્વારી અને શાસન સંબંધિત તમામ બાબતો અમારા સક્ષમ નેતાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે અને તમામ ભારતીયોની જેમ શાહરૂખ ખાન પણ કતારમાં ફસાયેલ નૌસેના પૂર્વ અધિકારીઓની વાપસીથી ખુશ છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ચર્ચાઓ સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વીટના કારણે શરૂ થઈ હતી. ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે , “મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને પોતાની સાથે કતાર લઈ જવા જોઈએ. જ્યારે કેન્દ્રીય વિદેશ મંત્રાલય (MEA) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) કતારના શેખને મનાવવામાં નિષ્ફળ ગયા, ત્યારે મોદીએ શાહરૂખ ખાનને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી. આ ઉપરાંત આપણા પૂર્વ નૌકાદળના અધિકારીઓની મુક્તિ માટે કતારના શેખ સાથે ખૂબ જ ખર્ચાળ ડીલ કરવામાં આવી છે”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં