Monday, April 29, 2024
More
    હોમપેજદેશજે લારેબ હાશમીએ કર્યા હતા ‘સર તન સે જુદા’ના પ્રયાસ, તે હતો...

    જે લારેબ હાશમીએ કર્યા હતા ‘સર તન સે જુદા’ના પ્રયાસ, તે હતો પાકિસ્તાની મૌલાનાઓથી પ્રભાવિત: મોબાઇલમાં સાંભળતો હતો જેહાદી ભાષણો, આતંકી કનેક્શનની પણ થશે તપાસ

    તપાસમાં એ સામે આવ્યું છે કે છેલ્લા 8 મહિનાથી સવારે 4 વાગ્યા સુધી લારેબ જેહાદી વિડીયો જોયા કરતો હતો. તેણે બે મહિનામાં સૌથી વધારે વિડીયો પાકિસ્તાનના મૌલાના ખાદિમ હુસૈન રીઝવીના જોયા હતા. મૌલાનાની તકરીર સાંભળીને તે પાકિસ્તાની શબ્દો બોલવા લાગ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બસ કન્ડક્ટર પર જીવલેણ હુમલો કરનાર જેહાદી માનસિકતા ધરાવતા આરોપી લારેબ હાશ્મી સાથે જોડાયેલાં અનેક તથ્યો હવે સામે આવી રહ્યાં છે. સૌથી પહેલાં તો એ જાણવા મળી રહ્યું છે કે પ્રયાગરાજ કાંડના આરોપી લારેબ હાશ્મીની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી મંજૂર કરવામાં આવી છે. ACJM કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરી છે. એ પણ જાણવા મળી રહ્યું છે કે આરોપી લારેબ હાશ્મી પાકિસ્તાની મૌલાનાથી ખૂબ પ્રભાવિત હતો અને રાત્રે મોડા સુધી જેહાદી વિડીયો જોયા કરતો હતો.

    માહિતી અનુસાર પ્રયાગરાજ હત્યાકાંડનો જેહાદી માનસિકતા આરોપી લારેબ હાશ્મી બી.ટેક નો વિદ્યાર્થી છે અને હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલા દરમિયાન વપરાયેલ હથિયારની રિકવરી દરમિયાન તેણે પોલીસ પર હુમલો કર્યો હતો જે બાદ પોલીસે તેને પગમાં ગોળી મારી દીધી હતી. જો તેની સ્થિતિ સુધરે તો પોલીસ કોર્ટમાં અરજી કરીને તેની કસ્ટોડિયલ રિમાન્ડ માંગી શકે છે. ACPના નેતૃત્વમાં પોલીસ કમિશનર રમિત શર્મા દ્વારા બનાવવામાં આવેલી ટીમે પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે તેના મોબાઇલમાં જેહાદી ભાષણો સાંભળતો હતો.

    પાકિસ્તાની મૌલાનાના જેહાદી ભાષણો સાંભળતો હતો

    આરોપી લારેબ હાશ્મીની તપાસ કરવામાં આવતા ઘણા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હાશ્મી મોટા ભાગના જેહાદી ભડકાઉ ભાષણો તેના મોબાઇલમાં સાંભળતો હતો. પાકિસ્તાનના ઘણા મૌલાનાથી પણ તે પ્રભાવિત હતો અને તેના જેહાદી ભાષણો પણ તે સાંભળતો હતો. તેના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં મળેલી મોટા ભાગની કડીઓ જેહાદી કેરેક્ટરની છે. લારેબ હાશ્મીનો મોબાઈલ ટેસ્ટિંગ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે, સાથે પોલીસે એવું પણ કહ્યું છે કે આરોપી હાશ્મીની આતંકવાદી કનેક્શનની શક્યતા નકારી શકાય તેમ નથી.

    - Advertisement -

    સવારે 4 વાગ્યા સુધી જોતો હતો જેહાદી વિડીયો

    આરોપી લારેબ હાશ્મીની પ્રાઈવેટ એન્જિનિયરિંગ કોલેજમાં ફી અને અન્ય ખર્ચાઓના ફંડિંગ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં એ સામે આવ્યું છે કે છેલ્લા 8 મહિનાથી સવારે 4 વાગ્યા સુધી લારેબ જેહાદી વિડીયો જોયા કરતો હતો. તેણે બે મહિનામાં સૌથી વધારે વિડીયો પાકિસ્તાનના મૌલાના ખાદિમ હુસૈન રીઝવીના જોયા હતા. મૌલાનાની તકરીર સાંભળીને તે પાકિસ્તાની શબ્દો બોલવા લાગ્યો હતો.

    આરોપી લારેબ હાશ્મી પાકિસ્તાની મૌલાના ખાદિમ હુસૈન રિજવીથી ખૂબ જ પ્રભાવિત હતો. બસ કન્ડક્ટર પર હુમલો કરીને તેણે વિડીયો બનાવ્યો હતો. જેમાં તેણે મૌલાના રીઝવીનો ઉલ્લેખ કર્યો હતો. તે ખાદિમ હુસૈન રીઝવીનું નામ લઈને કહે છે કે, “આપને ફરમાયા થા, અલ્લાહ કી રાહ મેં નીકલો, ફરિશ્તે આયેંગે….એક કતલ નહીં કરના, ઈસ્લામ કે લિયે લાશોં કે ઢેર લગા દેને હૈ ઈન્શાલ્લાહ.” આગળ તે ‘લબ્બેક યા રસૂલઅલ્લાહ’ અને ‘અલ્લાહુ અકબર’ના પણ નારા લગાવે છે.

    પરિવારની થઈ રહી છે તપાસ

    લારેબ હાશ્મીના ઘરેથી મળી આવેલા કમ્પ્યુટર, મોબાઈલ, પેન ડ્રાઈવ અને ચિપને પણ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. આરોપીની અને તેના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની તથા તેના પરિવારની બેન્ક પાસબુકની પણ તપાસ કરવામાં આવી રહી છે. યુપી ATS અને IBએ તેમના સ્તર પર તપાસ શરૂ કરી દીધી છે. હાશ્મીના કેટલાક નજીકના લોકોને પણ સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ માટે બોલાવ્યા છે. કોલેજ મેનેજમેન્ટે હાલમાં હાશ્મીને સસ્પેન્ડ કરી દીધો છે અને તેની હકાલપટ્ટીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં