Monday, May 6, 2024
More
    હોમપેજક્રાઈમરાજસ્થાનની ભાજપ સરકારે 200 પોલીસકર્મીઓને કર્યા તૈનાત, ત્યારે થઇ અલવર બીફ માર્કેટના...

    રાજસ્થાનની ભાજપ સરકારે 200 પોલીસકર્મીઓને કર્યા તૈનાત, ત્યારે થઇ અલવર બીફ માર્કેટના તમામ 22 આરોપીની ધરપકડ: ખુલ્લામાં ગાયોની કતલ કરીને હોમ ડિલિવરી કરતા

    ગૌમાંસ બજાર અંગેના ખુલાસા બાદ કિસનગઢબાસના એક પોલીસ સ્ટેશનમાંથી 38 પોલીસકર્મીઓને હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી જમીન પર વીજળી કનેક્શન આપનાર AEN, ગાયની તસ્કરો દ્વારા કબજે કરેલી જમીન અંગે રિપોર્ટ ન આપનાર તલાટી અને નાયબ મામલતદારને હટાવી દેવામાં આવ્યા છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં ખુલ્લેઆમ ગૌમાંસના વેચાણનો મામલો ખુબ ચગ્યો હતો, જે પછી અલવર જિલ્લામાં પોલીસે સઘન અભિયાન ચલાવ્યું હતું અને બીફ (ગૌમાંસ) માર્કેટ ચલાવતા તમામ 22 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાંથી 9 આરોપીઓની સોમવારે (26 ફેબ્રુઆરી) ધરપકડ કરવામાં આવી હતી. તેમના નામ સાહુન, હારુન, ઈબ્રાહીમ, સલીમ ખાન, મનન, ખાલિદ ખાન, હબ્બી, સલીમ અને કયુમ છે. આ પૈકી કયૂમ એક જૂનો હિસ્ટ્રીશીટર છે, જેની સામે ભૂતકાળમાં પણ ઘણા કેસ નોંધાયેલા છે.

    પોલીસે ધરપકડની કાર્યવાહી બાદ આરોપીઓના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. 8 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનમાં લગભગ 200 પોલીસકર્મીઓ સામેલ હતા, જેમણે દિવસ-રાત દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી કયુમ બે વર્ષથી ફરાર હતો. વહીવટીતંત્ર દ્વારા તેના પર ₹2000નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કયૂમ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 5 કેસ નોંધાયેલા છે. કિશનગઢબાસ અને કોટપુતલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ એફઆઈઆરમાં ગૌહત્યા, એક્સાઈઝ એક્ટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. તેની સામે પહેલો કેસ 11 વર્ષ પહેલા 2013માં નોંધાયો હતો. અન્ય પકડાયેલ આરોપી મનાન પણ જૂનો હિસ્ટ્રીશીટર હોવાનું કહેવાય છે. તેની સામે તતારપુરમાં એફઆઈઆર દાખલ છે.

    - Advertisement -

    આ સિવાય ઈબ્રાહિમ વિરુદ્ધ અલવર સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલ છે, જ્યારે સાહુન અને ખાલિદ વિરુદ્ધ કિશનગઢબાસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલ છે. બાકીના આરોપીઓના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગૌમાંસનું માર્કેટ ચલાવતા હતા.

    નોંધનીય છે કે સોમવાર પહેલા 13 આરોપી ઝડપાયા હતા. પોલીસે તમામને રિમાન્ડ પર લઈને પૂછપરછ હાથ ધરી છે. હવે ધરપકડ કરાયેલા આ આરોપીઓના રિમાન્ડ પણ કોર્ટ પાસે માંગવામાં આવી શકે છે. તેમની પૂછપરછ દરમિયાન બીફ માર્કેટ રેકેટ સાથે જોડાયેલા અન્ય ઘણા લોકોના નામ પણ સામે આવી શકે છે.

    ગૌમાંસ બજાર અંગેના ખુલાસા બાદ કિસનગઢબાસના એક પોલીસ સ્ટેશનમાંથી 38 પોલીસકર્મીઓને હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી જમીન પર વીજળી કનેક્શન આપનાર AEN, ગાયની તસ્કરો દ્વારા કબજે કરેલી જમીન અંગે રિપોર્ટ ન આપનાર તલાટી અને નાયબ મામલતદારને હટાવી દેવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક જ્યેષ્ઠા મૈત્રીના જણાવ્યા અનુસાર, હવે ગૌહત્યા અંગે સૂચના આપવાની જવાબદારી ગામના સરપંચોને સોપવામાં આવી છે.

    આ અંગે સરપંચો પાસેથી લેખિત બાંયધરી પણ લેવામાં આવી રહી છે. દૈનિક ભાસ્કરે રવિવારે (18 ફેબ્રુઆરી 2024) અલવરના બાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા આ બીફ માર્કેટનો પર્દાફાશ કર્યો હતો. આ ખુલાસામાં એવા વિડીયો સામે આવ્યા હતા. જેમાં બિરસંગપુર નજીક રૂંધ ગિદવડાની કોતરોમાં ગાયોને નિર્દયતાથી મારી નાખવામાં આવી રહી હતી અને બર્બરતા પૂર્વક તેમની ચામડી ઉતારવામાં આવી રહી હતી.

    ગાયોને માર્યા બાદ માંસનો ઓર્ડર અહીંથી વોટ્સએપ દ્વારા લેવામાં આવતો હતો અને ઘરોમાં સપ્લાય કરવામાં આવતો હતો. આ માર્કેટમાં સેંકડોની સંખ્યામાં ખરીદદારો પણ આવતા હતા. આ ગૌહત્યા બજાર લગભગ 10 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું હોવાનું કહેવાય છે. ભાજપ સરકારે આ સમાચારની નોંધ લીધી અને ત્યારથી ગૌહત્યા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં