Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશ'પોલીસ હવે નહીં કરી શકે કોઈની સીધી ધરપકડ… મહિલાઓ માટે પણ ખાસ...

    ‘પોલીસ હવે નહીં કરી શકે કોઈની સીધી ધરપકડ… મહિલાઓ માટે પણ ખાસ પ્રાવધાન…’: ચંદીગઢમાં PM મોદીએ કરી ભારતીય ન્યાય સંહિતાના સફળ કાર્યાન્વયની વાત

    તાજેતરમાં જ દેશમાં 1860માં બનેલા ઇન્ડીયન પીનલ કોડની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા 2023, 1898માં બનેલા CRPCની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને 1872માં બનેલા ઇન્ડિયન એવીડન્સ કોડની જગ્યાએ હવે ભારતીય સાક્ષ્ય સંહિતા 2023 લાગુ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    મંગળવારે (3 ડિસેમ્બર 20234) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢનો (PM Modi In Chandigarh) વિશેષ પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે 3 નવા કાયદાના સફળ કાર્યાન્વયને લઈને ચર્ચા કરી હતી. તેમણે અહીં વિશાળ જનમેદનીને સંબોધીને નવા કાયદા અંગે લોકોને માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “ભારત જયારે નવી સફળતાઓને આંબી રહ્યો છે, ત્યારે સંવિધાનની ભાવનાઓથી પ્રેરિત ‘ભારતીય ન્યાય સંહિતા’ના પ્રભાવનું શરૂ થવું તે બહુ મોટી વાત છે.”

    નોંધનીય છે કે ભારત સરકારે તાજેતરમાં જ જૂની ન્યાય સંહિતામાં મહત્વપૂર્ણ ફેરફાર કરીને નવા કાયદા લાગુ કર્યા છે. જે અંતર્ગત 1860માં બનેલા ઇન્ડીયન પીનલ કોડની (Indian Penal Code) જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા 2023, 1898માં બનેલા CRPCની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને 1872માં બનેલા ઇન્ડિયન એવીડન્સ કોડની જગ્યાએ હવે ભારતીય સાક્ષ્ય સંહિતા 2023 લાગુ કરવામાં આવ્યા છે.

    તેવામાં ચંડીગઢમાં જનતાને સંબોધતા પીએમ મોદીએ આ નવા કાયદા વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, નવા કાયદા BNSનો મૂળ મંત્ર સિટીઝન ફર્સ્ટ છે. તેમણે કહ્યું, “દેશ હવે કોલોનિયલ માઈન્ડસેટથી બહાર આવી રહ્યો છે. રાષ્ટ્રના સામર્થ્યનો પ્રયોગ રાષ્ટ્રના નિર્માણ માટે હોઇય તે માટે રાષ્ટ્રીય ચિંતન જરૂરી હતું. હવે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyay Sanhita), નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા થકી દેશે નવી દિશામાં ડગ માંડ્યા છે.”

    - Advertisement -

    મહિલાઓ માટે ખાસ પ્રાવધાન, પોલીસ સીધી ધરપકડ નહીં કરી શકે

    પીએમ મોદીએ જણાવ્યું કે, “વર્ક પ્લેસ પર મહિલાઓની સુરક્ષા અને અધિકાર, ઘર અને સમાજમાં મહિલાઓ અને બાળકોના અધિકાર માટે BNS સુનિશ્ચિત કરે છે કે કાયદો પીડિત સાથે ઉભો હોય. તેમાં એક વધુ પ્રાવધાન તેવું પણ કરવામાં આવ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ બળાત્કાર જેવા ઘૃણિત અપરાધમાં પ્રથમ સુનાવણીમાં જ 60 દિવસમાં ચાર્જ ફ્રેમ કરવા જ પડશે. સુનાવણી પૂર્ણ થવાના 45 દિવસોની અંદર-અંદર નિર્ણય સંભળાવવો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. BNSનો મૂળ મંત્ર જ છે સીટીઝન ફર્સ્ટ. પહેલા FIR કરાવવી મુશ્કેલ હતી પણ હવે ઝીરો FIRને પણ કાનૂની રૂપ આપી દેવામાં આવ્યું છે.”

    તેમણે કહ્યું કે, “હવે નાગરિકોને કોઇપણ જગ્યાએથી કેસ નોંધવાની સુવિધા આપવામાં આવી છે. FIRની નકલ પીડિતને આપવામાં આવે તેને તે અધિકાર આપવામાં આવ્યો છે. હવે આરોપી પરથી કોઈ કેસ હટાવવો પણ હોય તો તેના માટે પીડિતની શમતી લેવામાં આવશે. હવે પોલીસ કોઈ પણ વ્યક્તિને પોતાની મરજીથી ધરપકડ નહીં કરી શકે. તેના પરિજનોને સૂચિત કરવાનું પણ ન્યાય સંહિતામાં અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં