Monday, October 7, 2024
More
    હોમપેજરાજકારણત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશયાત્રા પર ઇટલી જશે વડાપ્રધાન મોદી: PM જોર્જિયા મેલોનીએ...

    ત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશયાત્રા પર ઇટલી જશે વડાપ્રધાન મોદી: PM જોર્જિયા મેલોનીએ આપ્યું હતું G7 સમિટ માટેનું આમંત્રણ, બંને દેશોની સ્થિતિ વિશે થશે ચર્ચા

    ઇટલીમાં યોજાઈ રહેલા G-7 સમિટમાં વિશેષ આમંત્રિત સદસ્ય દેશ તરીકે વડાપ્રધાન મોદી સામેલ થશે. તેમની આ વિદેશયાત્રા ત્રણ દિવસ માટેની રહેશે. સંમેલન પૂર્ણ થયા બાદ તેઓ 15 જૂનના રોજ ભારત પરત ફરશે.

    - Advertisement -

    ભારત લોકસભા ચૂંટણીનો પર્વ શાંતિમય રીતે પૂર્ણ થઈ ચૂક્યો છે. દેશની જનતાએ ફરી મોદી સરકાર પર મહોર મારી છે. સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા છે. જ્યારે હવે PM મોદી ત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશયાત્રા પર ઇટલી જવા માટે તૈયાર થયા છે. ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ તેમને G7 સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. તેથી હવે વડાપ્રધાન પોતાના ત્રીજા કાર્યકાળમાં સમિટમાં ભાગ લેવા માટે સૌ પહેલા ઇટાલીની મુલાકાત લેશે.

    શપથગ્રહણ વિધિ પૂર્ણ થયા બાદ PM મોદીની પ્રથમ વિદેશયાત્રાનું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, PM મોદી પ્રથમ વિદેશયાત્રા પર ઇટલી જઈ રહ્યા છે. તેઓ 13 જૂનના રોજ ઇટલીની યાત્રા પર જશે. ઇટલીમાં યોજાઈ રહેલા G7 સમિટમાં વિશેષ આમંત્રિત સદસ્ય દેશ તરીકે તેઓ સામેલ થશે. તેમની આ વિદેશયાત્રા ત્રણ દિવસ માટેની રહેશે. સંમેલન પૂર્ણ થયા બાદ તેઓ 15 જૂનના રોજ ભારત પરત ફરશે. નોંધવા જેવુ છે કે, G7 સમિટ 7 દેશોનું શિખર સંમેલન છે, જે 13 જૂનથી 15 જૂન સુધી ઇટલીના પુગલિયામાં આયોજિત થવા જઈ રહ્યું છે.

    G7 સમિટમાં વિશ્વ સામે આવેલા કે આવનાર ભવિષ્યમાં આવવાના અનેક પડકારો વિશે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં યુક્રેન યુદ્ધ અને ગાઝા સાથેના ઇઝરાયેલના યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ શકે તેવી સંભાવના છે. તે સિવાય અનેકવિધ ચર્ચા પણ થઈ શકે છે. PM જોર્જિયા મેલોનીએ વડાપ્રધાન મોદીને આ શિખર સંમેલનમાં વિશેષ અતિથિ તરીકે સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. માહિતી અનુસાર, PM મોદીની સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ અને NSA અજીત ડોભાળ સામેલ થવાની સંભાવના છે. PM મોદી સમિટ દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના છે.

    - Advertisement -

    શું છે G7?

    વાસ્તવમાં, G7 એ વિશ્વના 7 સૌથી વિકસિત દેશોનો સમૂહ છે, જેમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને બ્રિટનનો સમાવેશ થાય છે. તેને ગ્રુપ ઓફ 7 પણ કહેવામાં આવે છે. આ જૂથની પ્રથમ બેઠક વર્ષ 1975માં 6 દેશો સાથે મળી હતી. બીજા વર્ષે કેનેડા પણ તેમાં જોડાયું હતું.

    G7 સમિટમાં વૈશ્વિક આર્થિક કટોકટી, સ્વતંત્રતા અને માનવ અધિકાર, લોકશાહી, ટકાઉ વિકાસ, કાયદાનું શાસન વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. દર વર્ષે જૂથનો એક અલગ સભ્ય દેશ આ બેઠકની અધ્યક્ષતા કરે છે. અધ્યક્ષ દેશ વિશેષ અતિથિ તરીકે અન્ય દેશને આમંત્રણ આપી શકે છે. તે જ બાબતને ધ્યાને લઈને PM જોર્જિયા મેલોનીએ વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં