બાંગ્લાદેશમાં (Bangladesh) પ્રદર્શનકરીઓ આંદોલનના નામે સત્તા ઉથલાવવામાં સફળ રહ્યા. વડાપ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina) તાત્કાલિક દેશ છોડી ને ભારતમાં શરણ લેવી પડી. આટલી મોટી ઉથલપાથલ વચ્ચે ભારત પણ સતત સુરક્ષાને લઈને ચોકસાઈ દાખવી રહ્યું છે. એક તરફ સુરક્ષા એજન્સીઓ અને સેના બાંગ્લાદેશી બોર્ડરને સુરક્ષિત કરવામાં લાગી ગયા છે તો બીજી તરફ દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ સોમવારે (5 ઓગસ્ટ 2024) પીએમ હાઉસમાં (PM House) બાંગ્લાદેશની ઉથલપાથલને લઈને CCS બેઠક બોલાવી હતી.
પીએમ મોદીએ બાંગ્લાદેશની પરિસ્થિતિને લઈને બોલાવેલી CCS બેઠક (સુરક્ષા મામલેની કેબીનેટ બેઠક) બાંગ્લાદેશ તરફથી સંભવિત સુરક્ષા પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંઘ, વિદેશ મંત્રી એસ. જયશંકર તેમજ નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર હતા. આ ઉપરાંત કેબીનેટ સચિવ રાજીવ ગૌબા, વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્ર, RND વિંગના અધ્યક્ષ રવી સિન્હા અને IBના નિદેશક તપન ડેકા પણ બેઠકમાં જોડાયા હતા.
#WATCH | The Cabinet Committee on Security (CCS) met today at 7, Lok Kalyan Marg.
— TIMES NOW (@TimesNow) August 5, 2024
In the meeting, PM Modi was briefed about the situation in Bangladesh.#PMModi #Bangladesh #BangladeshCrisis pic.twitter.com/w51USgpopg
આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા ભારતમાં શરણ લેનાર બાંગ્લાદેશી પૂર્વ પીએમ શેખ હસીના સાથેની મુલાકાત વિશે પીએમ મોદીને માહિતી આપવામાં આવી. પાડોશી દેશની વકરેલી પરિસ્થિતિ, ત્યાની વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિ અને સતત ચાલી રહેલી હિંસા પર પણ ચર્ચાઓ કરવામાં આવી. બેઠકમાં હાજર તમામ લોકોએ પોતાના ભાગે આવતી ફરજો ઉપરાંત દેશની સુરક્ષાને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી.
બાંગ્લાદેશની વકરેલી પરિસ્થિતિ બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હતો. તેઓ પોતાના અંગત લોકો સાથે તાત્કાલિક ભારત આવી ગયા હતા. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે હિંડન એરબેઝ પહોંચીને શેખ હસીના સાથે મુલાકાત લીધી હતી. લગભગ એક કલાક ચાલેલી મુલાકાત દરમિયાન અજીત ડોભાલે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અને શેખ હસીનાની આગામી યોજનાઓ વિશે ચર્ચા કરી હતી.